SearchBrowseAboutContactDonate
Page Preview
Page 449
Loading...
Download File
Download File
Page Text
________________ પૂત્ર્ય ગુરુદેવ કવિલય પં. નાનચન્દ્રજી મહારાજ જન્મશતાલિદ સ્મૃતિગ્રંથ (૩) વ્યાકરણ - પદ - સ્વરૂપ અને પદાર્થના નિશ્ચયનું વર્ણન કરનાર ગ્રન્થ. (૪) નિરુકત – પદેની વ્યુત્પત્તિનું વર્ણન કરનાર ગ્રન્થ. (૫) છન્દ – મન્નેનું ઉચ્ચારણ કેવા સ્વરવિજ્ઞાનથી કરવું તેનું નિરૂપણ કરનાર પ્રથ. (૬) જ્યોતિષ – યજ્ઞ-યાગાદિ કાર્યો માટે સમયશુદ્ધિને બતાવનાર ગ્રન્થ. બૌદ્ધ સાહિત્યના મૂળ ગ્રન્થ “વિપિટક’ કહેવાય છે પરંતુ તેમના માટે અંગ શબ્દનો પ્રયોગ કરવામાં આવ્યા નથી. પરંતુ પાલિ સાહિત્યમાં બુદ્ધના વચનને નવાંગ અને દ્વાદશાંગર એમ ચોકકસ કહ્યો છે. નવાંગ આ પ્રમાણે છે(૧) સુત્ત - બુદ્ધને ગદ્યમય ઉપદેશ. (૨) ગેઓ – ગદ્ય - પદ્યમિશ્રિત ઉપદેશનો ભાગ (૩) વૈયાકરણું – વ્યાખ્યાત્મક ગ્રન્થ. (૪) ગાથા - પદ્યમાં રચિત ગ્રંથ (૫) ઉદાન – બુદ્ધના મુખ-કમળમાંથી નીકળેલા ભાવપૂર્ણ પ્રેમસભર ઉદ્ગારે. (૬) ઈતિવૃત્તક – લધુ પ્રવચને. જે “બુધે આ પ્રમાણે કહ્યું ”થી પ્રારંભ થાય છે. (૭) જાતક – બુદ્ધના પૂર્વભવે. (૮) અભુતધમ્મ – ચમત્કારિક વસ્તુઓ અને વિભૂતિઓનું વર્ણન કરનારા ગ્રન્થ. (૯) વેદલ - પ્રનેત્તર શૈલીમાં લખાયેલા ઉપદેશ. બૌદ્ધોના દ્વાદશાંગ આ પ્રમાણે છે – (૧) સૂય (૨) ગેય (૩) વ્યાકરણ (૪) ગાથા (૫) ઉદ્યાન (૬) અવદાન (૭) ઇતિવૃત્તક (૮) નિદાન (૯) વૈપુલ્ય (૧૦) જાતક (૧૧) ઉપદેશ ધર્મ અને (૧૨) અદૂભુત ધર્મ. અંગપ્રવિષ્ટ અને અંગબાહ્ય આગમોનું બીજું વર્ગીકરણ દેવર્ધિગણી ક્ષમાશ્રમણના સમયનું છે. તેમણે આગમોને અંગપ્રવિષ્ટ અને અંગબાહ્ય એમ બે વિભાગમાં વિભકત કર્યા. અંગ પ્રવિષ્ટ અને અંગખાદ્યનું વિશ્લેષણ કરતાં જિનભદ્રગણી ક્ષમાશ્રમણે ત્રણ હેતુ બતાવ્યાં છે. અંગપ્રવિષ્ટ શ્રત તેને કહેવાય છે કેજે ગણધરો દ્વારા સૂત્રરૂપે બનાવેલાં હોય છે. જે ગણધર દ્વારા પ્રશ્ન પૂછતાં તીર્થકર દ્વારા ઉત્તરરૂપે પ્રતિપાદિત થયેલાં હોય છે. જે શાશ્વત સત્યથી સંબંધિત હોવાને લીધે ધ્રુવ અને સુદીર્ઘકાલીન હોય છે.* એટલા માટે જ સમવાયાંગ" અને નંદીસૂત્ર ૬ માં સ્પષ્ટ કહ્યું છે કે દ્વાદશાંગરૂપી ગણિપિટક કયારેય ન હતું એમ ૧ સદધર્મ પુણ્ડરીક સૂત્ર ૨/૩૪ (ડૅ. નલિનાક્ષ દત્તનું દેવનાગરી સંસ્કરણ, યલ એશિયાટિક સોસાયટી લકતા ૧૯૫૩) ૨ સૂત્ર ગેય વ્યાકરણ, ગાદાનાવદાનકમ ઇનિવૃત્તકં નિદાન, વૈપુલાં ચ સજાતકમ ઉપદેશાભુત ધર્મો દ્વાદશાંગમિદં વચ: | -- બૌદ્ધ સંસ્કૃત ગ્રન્થ, અભિસમયાલંકારની ટીકા પૃ. ૩૫૩ અહવા તે સમાસ દુવિહં પણd, Hજહા - અંગ - પવિઠ્ઠ અંગબાહિર . - નન્દીસૂત્ર ૪૩ જ ગણહર થેરયં વા, આએસા મુક્ક - વાગરણ વા ધૂન - ચલ વિસઓ વા અંગાણંગેસુ નાણનું - વિશેષાવશ્યક ભાષ્ય ગા. ૫૫૨. ૫ દુવાલસંગે શું ગણિપિડગે ણ કયાવિ સ્થિ, ણ કયાઇ ખાસી, ણ કયાઇ ણ ભવિસઈ. ભુવિય, ભવતિ ય, ભવિસ્યતિ ય, અચલે, ધુવે, ણિતિએ, સાસએ, અકખએ, અશ્વએ, અવઠ્ઠિઓ, ણિચ્ચે - સમવાયાંગ સમવાય ૧૪૮ (મુનિ કન્વેયાલાલ ‘કમવ” સંપાદિત) પૃ. ૧૩૮ ૬ નન્દી સૂત્ર ૫૭ ૧૪૦ Jain Education International તવદર્શન www.jainelibrary.org For Private & Personal Use Only
SR No.012031
Book TitleNanchandji Maharaj Janma Shatabdi Smruti Granth
Original Sutra AuthorN/A
AuthorChunilalmuni
PublisherVardhaman Sthanakwasi Jain Shravak Sangh Matunga Mumbai
Publication Year
Total Pages856
LanguageGujarati, Hindi
ClassificationSmruti_Granth & Articles
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy