SearchBrowseAboutContactDonate
Page Preview
Page 44
Loading...
Download File
Download File
Page Text
________________ પૂજ્ય ગુરુદેવઃ વિશ્વસંતની ઝાંખી ભગતના ગામમાં જ “શુનાં શ્રીમતા જ યોદ્રષ્ટાંsfમનીયતે' એ ગીતાવાકય ચરિતાર્થ કરતું એક મહાસત્ત્વ આજથી સો વર્ષ પૂર્વે સૌરાષ્ટ્રમાં પેદા થયું અને તે ભગતના ગામમાં જ પેદા થયું. ભગતના ગામનું મૂળ નામ સાયલા. સૌરાષ્ટ્રના કુલ્લે બસોને રાજ્યા. તેમાંનું સાયલા પણ એક રાજ્ય. સૌરાષ્ટ્રના પાંચ કે છ જિલ્લામાં ઝાલાવાડ એક જિલે છે. તે જિલા પૈકી સાયલા આજે એક મહાલ છે. આ જિલ્લાના માજી રાજાઓ ઝાલા રજપુતે હતા. તેમનો રસભર્યો ઇતિહાસ છે. તેજ ઝાલા ગિરાસદારોના ભાયાતોનું એક રાજધાનીનું ગામ સાયલા. સાયલાના એક ઠાકોર માટે નીચેની વાત પ્રચલિત છે : શિયાળાના દિવસો હતાં. ઠાકોર તાપણે તાપતા હતા. ગામના ખેડૂત આગેવાનો પ્રભાતમાં બાપુની ડેલીએ આવી પહોંચેલા. ડાયરે વાતોએ વળે. તેવામાં એક આગેવાનનું ધ્યાન ગયું અને તે બોલી ઊઠયા. “બાપુ! આપનું શરીર કડકડતી ટાઢથી ધ્રુજી હાર્યું છે. આવી ટાઢ એકલા તાપણાથી કેમ મટે? આપે ગરમ ડગલો પહેરવા જોઈએ.” બાપુ બોલ્યા: પટેલ! રાજતિજોરીમાંથી ડગલો કેમ કરાવાય? હું જેટલું વળતર તિજોરીમાંથી લઉં છું તેમાંથી ગરમ ડગલે પરવડે તેમ નથી. આવા ત્યાગપ્રિય ક્ષત્રિનું સાયલા હોવા છતાં લેકે એને ભગતનું ગામ શાથી કહેતા હશે? ભારતની એ જ ખૂબી છેને? ભારત એટલે ઈશ્વરપરાયણ ત્યાગનું પૂજક. જે એ ઈશ્વરપરાયણ હોય તેનું નામ ભગત. આવા એક ભગતની સાયલામાં ગાદી છે. તે ભગતનું નામ લાલા ભગત. લાલા ભગત નાનપણથી જ ઈશ્વરપરાયણ. ઈશ્વરપરાયણ એટલે પ્રાણીમાત્રના ચરણદાસ. તેમાંય માનવતાપ્રેમી માનવોના ખાસ ચરણદાસ. લાલા ભગત કુમાર હતા ત્યારનો એક પ્રસંગ છે. તેમના પિતાશ્રી કામળાને વેપાર કરતા. પિતાના પુત્ર લાલાને દુકાન સોંપી પિતા કઈ કઈ વાર બહાર જતાં. લાલા કુમાર બરાબર ઈમાનદારીથી કામ કરે એવામાં એક કેસેટી આવી પડી. તીર્થયાત્રાએ નીકળેલા યાત્રિકોને ટાઢે થરથરતાં જોઈ લાલ કંપી ઊઠયો. તેણે કહ્યું- “ બાપા, કામળા! ટાઢું ઉડાડે.” યાત્રાળુઓ બોલ્યાઃ “વીરા, કામળાના નાણા નથી. તમે તીર્થયાત્રા કરવાનો વખત કાઢયે તેનાથી નાણું કયાં વધુ છે ? એમ કહી એકેએક યાત્રાળુને કામળો ઓઢાડ. બાપા ઘેર આવ્યા ત્યારે પડોશના દુકાનવાળાએ ફરિયાદ કરવા લાગ્યાઃ “તમારા લાલા કુમારે કબંધ લોકોને આજે મફત કામળા આપ્યા છે. આવો છે તમારે લાલો? વેપાર કરતાં તે આ શીખે છે?” બાપાને લાગી તે ખુબ આવ્યું, પણ કહેવાય છે કે, એક પણ કામળો ઘટયો નહિ. લાલા કુમારને કુદરતની કળા સમજાઈ ગઈ. ત્યારથી તેઓએ નાનું ઘર તર્યું અને મોટું ઘર સર્યું. લાલા ભગતને નિવાસ થયે સાયલામાં. ભગતે “કબીર ના વચનો પતીકા બનાવ્યા. કર સાહિબકી બંદગી, ભૂખે કે કુછ દે" લાલા ભગત રોજ ધર્મસાદ પાડે-“એ હાલજે બાપલા, ભૂખ્યું કઈ જશે નહિ.” ત્યારથી સાયલા ભગતના ગામને નામે મશહૂર થયું. ભગત, જાતિના વૈશ્ય વાણિયા હતા. એ જ સાયલામાં આપણું ચરિત્રનાયક શ્રી નાગરભાઈ સંવત ૧૯૩૩ના માગશર સુદ એકમ ને ગુરુવારના રોજ જમ્યા. જાતે દશા શ્રીમાળી વણિક, ધમેં જેનધમ, સંપ્રદાયે પ્રગતિશીલ એવા સ્થાનકવાસી સંપ્રદાયી. માતાનું નામ રળિયાતબાઈ અને પિતાનું નામ પાનાચંદભાઈ. મોટા ભાઈનું નામ જેસંગભાઈ, બે ભાઈઓને ઉછેરી, સંસ્કારેથી પાળી-પોષી પાંચમે વર્ષે માતા અને અગિયારમે વર્ષે પિતા એમ મા-બાપ વિદાય થયા. કુટુંબ વિશાળ વડલાસમું ખાનદાન, ઉદાર અને પવિત્ર હતું. | વિશ્વસંતની ઝાંખી Jain Education International www.jainelibrary.org For Private & Personal Use Only
SR No.012031
Book TitleNanchandji Maharaj Janma Shatabdi Smruti Granth
Original Sutra AuthorN/A
AuthorChunilalmuni
PublisherVardhaman Sthanakwasi Jain Shravak Sangh Matunga Mumbai
Publication Year
Total Pages856
LanguageGujarati, Hindi
ClassificationSmruti_Granth & Articles
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy