SearchBrowseAboutContactDonate
Page Preview
Page 439
Loading...
Download File
Download File
Page Text
________________ - --- પૂજ્ય ગુરૂદેવ કવિલય પં. નાનચંદ્રજી મહારાજ જન્મશતાહિદ સ્મૃતિગ્રંથ શ્રી પતંજલિમુનિને-અષ્ટાંગયેગ સાધનઃ- યમ (એટલે અહિંસા, સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય, અપરિગ્રહ) નિયમ (એટલે શૌચ, સંતેષ, તપ, સ્વાધ્યાય, ઈશ્વર-પ્રણિધાન) આસન (શરીર સ્થિર અને શાંત રહે તેવું) પ્રાણાયામ (રેચક, કુંભક, પૂરક) છે કારનો જપ (અર્થની ભાવના સહિત) તીવ્ર ઉત્સાહ, વિવેક ખ્યાતિ વગેરે. ભૂમિકા ૧. પ્રત્યાહાર- પાંચે ઈન્દ્રિયોના સુખમાં વૈરાગ્ય, ચિત્તવૃત્તિમાંથી મળ દૂર થાય. ૨. ધારણાદીર્ઘકાળ નિરંતર અભ્યાસ દ્વારા ચિત્તવૃત્તિની એક દેશમાં સ્થિતિ, ચિત્તવૃત્તિને વિક્ષેપ દૂર થાય. ૩. ધ્યાનઃ- દૃષ્ટાનું પિતાના રવરૂપ તરફ વળવું, દશ્યથી દષ્ટા જ લાગે, અસંગ લાગે, સર્વાર્થતાને ક્ષય, એકાWતાને ઉદય, આવરણભંગની શરુઆત. રતભરા પ્રજ્ઞા – આત્મજ્ઞાનની શરૂઆત ૪. સંપ્રજ્ઞાત સમાધિ:- પર વૈરાગ્ય, બુદ્ધિની કૃતાર્થતા, આત્માના જ્ઞાનના સંસ્કારથી અજ્ઞાનના સંસ્કારનો નાશ, દયેય સારૂપ્ય, કલેશ અને કર્મની નિવૃત્તિ. ૫. સંયમ :- ધારણા, ધ્યાન અને સમાધિનું ઐકય, સિદ્ધિઓની ઉત્પત્તિ, આત્માના વાભાવિક આનંદની શરુઆત, પ્રજ્ઞા પ્રકાશ. ૬. અસંપ્રજ્ઞાત સમાધિ – સિદ્ધિઓના સંસ્કારને નિરોધ, સિદ્ધિઓમાં નિર્મોહપણું, નિબીજ સમાધિ, ચિત્તવૃત્તિને ક્ષય, વ્યુત્થાન સંસ્કારને અભિભવ અને નિષેધ સંસ્કારનો પ્રાદુર્ભાવ, આત્મા સ્ફટિક જેવો શુદ્ધ લાગે. ૭. કેવય– સ્વરૂપમાં પૂર્ણ સ્થિતિ, સ્થિતપ્રજ્ઞ, અતિશય આનંદયુકત. તાંત્રિત માર્ગ-શકિત અને શાકત સંપ્રદાય સાધનઃ - તાંત્રિક ગુરુ પાસે દીક્ષા લેવી, તિલક, યંત્ર, મંત્ર, જપ વગેરે. મૂર્તિપૂજાને કમઃ- આસન, પાદ્ય, અર્થ, આચમન, સ્નાન, વસન, આભરણ, નૈવેદ્ય, ગંધ, પુષ્પ, ધૂપ, દીપ, આવાહન, ન્યાસ, દિબંધ, વંદન એ સેળ ઉપચારથી પૂજા, શકિત, નાદ અને બિંદુનું રહસ્ય સમજવું. ભૂમિકા ૧. આરંભ- પશુભાવ દૂર કરવા માટે પાંચ મકારનું ક્રમશઃ ઓછું સેવન કરનાર, આસુરી પ્રકૃતિને જીતવાની શરૂઆત, પંચમહાભૂતની શુદ્ધિ, ક્રિયાશકિતને શેડો અનુભવ, તામસ ભકત. ૨. તરુણ:- વીરભાવ, નાડીશુદ્ધિ માટે પ્રાણાયામ, સિદ્ધિને લેભ, ઈચ્છાશકિતને થડ અનુભવ, રાજસ ભકત. ૩. યૌવન – દિવ્યભાવ, માનસી પૂજા, ધ્યાન દ્વારા જ્ઞાનશકિતનો થોડો અનુભવ, સાત્વિક ભકત, પ્રત્યાખ્યાન-ભેદબુદ્ધિને ત્યાગ, કંચુક ઉપાધિને પરાભવ, કુંડલિની શકિતની જાગૃતિ. અંતરંગ સાધન - આણંગ્રહ ઉપાસના ૪. પ્રૌઢ– આત્મા અને પરમાત્માનું એકય, સન્ધિની શકિતને આવિર્ભાવ, કુલાચાર, જગત જગતરૂપે રહે નહિ. ૫. પ્રૌઢાન્તઃ– જ્ઞાનની સ્થિરતા, સંવિત શકિતને આવિર્ભાવ. ૬. ઉન્મની – સાયુજ્યતા, શકિત અને આનંદ, આહલાદિની શકિતને આવિર્ભાવ, સ્વરૂપ વિશ્રાંતિ. ૭. બ્રહ્મવલ્યઃ- જીવ, જગત અને ઈશ્વર સર્વ એકશકિતમય બને અને આનંદમય લાગે, પરા સંવિત ઈશ્વરની લીલાને આનંદ. બધું દ્રવ્ય એ રસાસ્વાદને ઉદ્દીપન કરે, મહાભાવ, ઈદ અહં રૂપ લાગે. [૧૩] Jain Education International તત્ત્વદર્શન www.jainelibrary.org For Private & Personal Use Only
SR No.012031
Book TitleNanchandji Maharaj Janma Shatabdi Smruti Granth
Original Sutra AuthorN/A
AuthorChunilalmuni
PublisherVardhaman Sthanakwasi Jain Shravak Sangh Matunga Mumbai
Publication Year
Total Pages856
LanguageGujarati, Hindi
ClassificationSmruti_Granth & Articles
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy