SearchBrowseAboutContactDonate
Page Preview
Page 434
Loading...
Download File
Download File
Page Text
________________ પૂજ્ય ગુરૂદેવ ડવ પં. નાનચંન્દ્રજી મહારાજ જન્મશતાબ્દિ સ્મૃતિગ્રંથ ધર્મ-વિકાસ (સર્વધર્મ સમન્વય-દૃષ્ટિ) લેખક–સ્વામી માધવતી પરિચય અહી... દર્શાવેલ વિષયમાં કેટલાક મુખ્ય ધર્મોંમાં પ્રચલિત સાધનની ભૂમિકાએ ટૂંકમાં આપેલી છે. આવા સાધન ક્રમને પ્રણાલિકા કહે છે. એ પ્રણાલિકાએ જોતાં જણાશે કે કેટલાક મુખ્ય ધર્મમાં મુખ્ય સાધન લગભગ સમાન છે; અને તેમનુ ફળ બધા ધર્મોમાં આત્માના નિરતિશય આનદની પ્રાપ્તિ અને દુઃખની આત્યંતિક નિવૃત્તિ છે. વળી પ્રસ્તુત વિષયમાં આપેલ ક્રમ બધા જિજ્ઞાસુઓ માટે સમાનપણે લાગુ થતા નથી. જે માણસનું અંતઃકરણ પૂજન્મના અને આ જન્મના પુણ્યથી અને ઉપાસનાથી શુષ્ક થયેલ છે, એવા સારા અધિકારી ઊંચી ભૂમિકાથી પણ શરૂઆત કરી શકે છે; પણ લક્ષ્ય ખરાબર સંધાયું ન હોય તે ગમે તે ભૂમિકાથી થતી શરૂઆત ફળ આપતી નથી. અને લક્ષ્ય ખરાખર સધાયુ હોય તો પોતાના અધિકાર પ્રમાણે શરૂઆતની ભૂમિકા મળી રહે છે. જેને લાગે છે કે મારે મારા કલ્યાણ માટે કાંઈક કરવું જોઇએ, તેને માટે શરૂઆતની ભૂમિકાઓ કામની છે. જેને નિત્ય એમ વિચાર આવે છે કે ‘હું કોણ ?” તેને માટે જ્ઞાનમાર્ગની છેલ્લી ત્રણ ભૂમિકા કામની છે. છતાં આત્માને વધારે પરિચય મહાત્માઓના સંગથી થાય છે અને સૌથી વધારે ઓળખાણ પોતાના આત્માના સાક્ષાત્કાર થયે થાય છે. આત્મજ્ઞાનના વિકાસ માટે કાંઈક સાધન કોઈને આમાંથી મળી શકશે. અને ક્રમશઃ આત્મવિકાસની શ્રેણી ઉપર ચડતાં ચડતાં આત્યંતિક દુઃખનિવૃત્તિ થતાં અંતે પૂર્ણ બ્રહ્માનંદ મળી શકે છે. એ બધા ધર્મનું અંતિમ રહસ્ય છે, અને દરેક પાને છેવટે તે જ ફળ બધા ધર્માં આપે છે એમ જણાવેલ છે; પણ તે ફળ મેળવવામાં પોતાના લક્ષ્ય ઉપર ખરા પ્રેમની જરૂર છે. કેટલેક ઠેકાણે એક ધર્મવાળાના પુસ્તકમાં બીજા ધર્મનું ખંડન જોવામાં આવે છે. પણ હવે ખંડનને બદલે જેટલા અને તેટલા સમન્વય કરવાની જરૂર છે. એવા સમન્વય અહીં રજૂ કરેલ દરેક ધર્મસંપ્રદાયની સાધના પ્રણાલિકાના તુલનાત્મક અભ્યાસ કરનાર વાચકને મળી શકશે. જેણે આત્માનો સાક્ષાત્કાર કરી લીધેલા છે, તેમને માટે આખું જગત નંદનવન છે, સર્વ વૃક્ષ કલ્પવૃક્ષ છે, સર્વ જળ ગગાજળ છે; તેની બધી ક્રિયા પવિત્ર છે. તેની વાણી પ્રાકૃત હેાય કે સંસ્કૃત હોય છતાં તેમાં તત્ત્વનો સાર છે. તેને માટે આખી પૃથ્વી કાશી છે અને તેની બધી ચેષ્ટા પરમાત્મામય છે. (૧) નિષ્કામ-કર્મચાગ (સમાજસેવા–માટે) ૧. સેવા કરનારની શુદ્ધિ માટે સાધન :- નિર્ભયતા, આત્મજ્ઞાનમાં શ્રદ્ધા, દાન, દમ, જપ, અભ્યાસ, તપ, સરળતા, અહિંસા, સત્ય, ક્ષમા, ત્યાગ, શાંતિ, કોઇની નિંદા ન કરવી, દયા, ધીરજ, નિરભિમાનતા, નિલીપણું, મ ચેષ્ટાનેા ત્યાગ, પવિત્રતા વગેરે દૈવી પ્રકૃતિના ગુણાનુ દૃઢતાપૂર્વક પાલન અને કામ, ક્રોધ, મેહ વગેરે આસુરી પ્રકૃતિ જીતવાના ઉત્સાહ. ૨. બે-ત્રણ ક્રુજ એક જ વખતે ઉત્પન થાય ત્યારે ઊંચી ફરજ શોષી લેવાની શકિત. ૩. નાનાં અને મેટાં કામ બરાબર કરવાની કુશળતા. ૪. જે કર્મથી આત્માનાં જ્ઞાન, શકિત, આનંદ વિકાસ પામે તેવાં કર્મ, રાગ-દ્વેષ વગર કરે. ભૂમિકા ૧. ફળત્યાગ :- કના અંત સુધરે, પરિણામે ચિત્તમાંથી મેલ દૂર થાય. ધર્મ –વિકાસ Jain Education International For Private & Personal Use Only [૧૨] www.jainelibrary.org
SR No.012031
Book TitleNanchandji Maharaj Janma Shatabdi Smruti Granth
Original Sutra AuthorN/A
AuthorChunilalmuni
PublisherVardhaman Sthanakwasi Jain Shravak Sangh Matunga Mumbai
Publication Year
Total Pages856
LanguageGujarati, Hindi
ClassificationSmruti_Granth & Articles
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy