SearchBrowseAboutContactDonate
Page Preview
Page 429
Loading...
Download File
Download File
Page Text
________________ : - }પૂજ્ય ગુરુદેવ કવિય પં. નાનચન્દ્રજી મહારાજ જન્મશતાલિદ સ્મૃતિગ્રંથ ઉપર રહ્યો, પણ ઊલટે “મૃત્યુ મહોત્સવ' ઠેરઠેર ઉજવાતે હોવો જોઈએ, અને જીવન અને મૃત્યુ એવા શબ્દો પણ અર્થહીન હોવા જોઈએ. આપણા ધર્મશાસ્ત્રના પ્રથને લઈને આપણી તે લેકમાં જે કિંમત અંકાય તેના ઉપર આપણને હાસ્ય છૂટયા વિના રહે જ નહિ. તે ભેળા પરદેશવાસીઓને કયાંથી ખબર હોય કે અમે લોકે બતાવવાના અને ચાવવાના દાંત જુદા જુદા વેંઢારીએ છીએ ! એ સાદા સીધા અને પ્રામાણિક આત્માઓને ક્યાંથી ભાન હોય કે એ ગ્રંથના સિદ્ધાંતે પ્રત્યેને અમારે આદર એ માત્ર દેખાવને, અને બહ તે ધર્મસ્થાન કે ઉપાશ્રયને ચાર ખૂણામાં જ મર્યાદા પામેલે રહે છે! એમને બિચારાને કણ ખબર આપે કે એ શાસ્ત્ર તરફની અમારી શ્રદ્ધાને દાવો તદ્દન પોકળ, ઢેગી અને કૃત્રિમ છે ! અને “મૃત્યુ મહોત્સવને બદલે અમારા કેઈ સગા, નેહી કે મિત્રના મૃત્યુના પ્રસંગે અમે શક સૂચવનારા પિશાક પહેરીએ છીએ. અને જાણે એ આત્મા નિરંતરના માટે અસ્તિત્વમાંથી ભૂંસાઈ ગયે હોય તેમ સમજી તેના માટે ખેદ અનુભવીએ છીએ! શ્રધ્ધા અને શ્રધ્ધાજન્ય કર્તવ્ય વચ્ચે અમારામાં કરેડા ગાઉનું અંતર છે. “મૃત્ય છે જ નહિ છતાં તેને ત્રાસ અમારા હૃદયમાંથી ક્ષણ પણ ખસતે નથી, અને એ બનાવનું નામ સાંભળતાં અમે ધ્રુજી ઊઠીએ છીએ. મૃત્યુ એ માત્ર અજ્ઞાનજન્ય બ્રાન્તિ હોવાનું જેમને ભાન થયું છે, તેમને મન એ મૃત્યુને કશે ભયકારક અર્થ હેતું નથી. માત્ર સ્થાનાંતર અને પ્રવૃત્તિના પ્રદેશનું પરિવર્તન એ સિવાય તેમને મન કશો જ ફેરફાર એ બનાવથી જણાતો નથી. કદાચ તેમને ક્ષણિક વિયેગજન્ય વિરહને ખેદ થાય, અને મૈત્રી અથવા સંબંધનો પ્રત્યક્ષ અભાવ થોડા કાળને માટે લાગે, છતાં તેમના અંતઃકરણમાં દઢપણે એટલું તે રહ્યા જ કરે છે કે પિતાનો તે મિત્ર અથવા સંબંધી આ વિશ્વમાંથી ગુમ થયે નથી, પરંતુ જીવનની કઈ બીજી અવસ્થામાં પ્રવેશેલ છે. તેમના અંતઃકરણમાં આ નિશ્ચય બુદ્ધિજન્ય જ નહિ, પરંતુ હૃદયજન્ય હોય છે. અર્થાત્ માત્ર બુદ્ધિ વડે માનવા પૂરતું જ નહીં, પણ “વસ્તુતઃ એમ જ છે.” એવા પ્રકારને દઢ અને સ્થિર નિશ્ચય હોય છે. આથી તેમના અંતઃકરણમાં અજ્ઞાનજન્ય કષ્ટ મુદ્દલ અનુભવાતું નથી. પરંતુ એમ થવામાં કુદરતને સુંદર સંકેત છે એમ માની શાંતિ અને સંતોષ અનુભવે છે. આપણે જેને “મૃત્યુ એ છીએ તે ન હોત તે આ વિશ્વની પ્રગતિ અટકી પડત અને આમાં પોતાની મહત્ત્વાકાંક્ષા કઈ રીતે સિદ્ધ કરી શકત જ નહીં, એ ડાહ્યા પુરુષોને નિશ્ચય હોવાથી તેઓ એ વ્યતિકરમાં કાંઈ અઘટિત અથવા “એમ ન હોત તો સારું” એવું કશું જ જોતા નથી. “મૃત્યુ” એ માત્ર સળંગ જીવનમાં વિસામારૂપે અથવા એક ગ્રંથના નવા નવા પ્રકરણ રૂપે છે. મૃત્યુ એ જીવનની ત્રુટીઓ નથી, પણ બે પ્રકારના જીવન વચ્ચેનું સંધિસ્થાન છે. વાસ્તવમાં “મૃત્યુ” એ ઉચ્ચતર જીવનની પૂર્વગામી અવસ્થા છે. પરંતુ આપણું તે સંબંધી અજ્ઞાન એ ભવ્યતર દિશામાં આપણને દષ્ટિપાત કરવા દેતું નથી. આ સંબંધમાં અમને એક વાત યાદ આવે છે. એક પ્રકારની ઈયળ થાય છે, તે અમુક કાળ સુધી ઈયળ Caterpillar નું જીવન ભેળવી તે જ ભવમાં પતંગ અથવા ભમરીનું જીવન ભગવે છે, પરંતુ એ ઈયળ અને પતંગના જીવનની વચમાં એ ઉભય જીવનની સંધિરૂપે થોડો વખત તેને નિષ્ટ પણે હલ્યા-ચલ્યા વિનાનું સ્થિર, બેભાન જીવન ગાળવું પડે છે. આ અવસ્થાને અંગ્રેજીમાં Chrysalis stage અથવા કેશસ્થ જીવન કહેવાય છે. આવી અવસ્થામાં આવતા પહેલાં તે ઈયળને મૂછ જેવી સ્થિતિ અનુભવાય છે, અને તેને એમ જણાય છે કે હવે હું જીવનભ્રષ્ટ થઈશ. એક ઈયળને આવી સ્થિતિ નજીક આવતી જણાઈ. જેને આપણે “મેતના ભણકારા કહીએ છીએ તેવું તેને જણાવા માંડયું. આથી તેણે પોતાના મિત્રો, સગાં, વહાલાં, સબંધીઓ વગેરેને ભેગા કર્યા અને પિતાની હવે સુરતમાં શી અવસ્થા થવાની છે તે સંબંધી એક ભાષણ આપ્યું. ભાષણની ભાષા આપણે કદાચ સમજી ન શકીએ, પરંતુ તેને અર્થ આ પ્રમાણે હોવા જોઈએ ભાઈઓ! હવે મારે મારું જીવન ત્યજી દેવાને પ્રસંગ નજીક આવ્યું છે એ જાણીને જેમ મને દિલગીરી થાય છે તેમ તમને પણ ન્યૂનાધિક અંશે થશે જ. મારું જીવન કેટલી ઉજજવળ આશાઓથી ભરપૂર અને અનેકરંગી વિવિધ પ્રવૃત્તિઓથી પરિપૂર્ણ હતું તે મારે તમને કહેવાની જરૂર નથી. પરંતુ હવે તે સર્વને અંત ક્ષ થઈ ચૂક્યું છે. યુવાવસ્થાના મધ્યાહુન સમયમાં ભયાનક કાળ મારે ગ્રાસ કરી લે છે અને એ પ્રકારે કુદરત પિતાની [૧૨] Jain Education International તવદર્શન www.jainelibrary.org For Private & Personal Use Only
SR No.012031
Book TitleNanchandji Maharaj Janma Shatabdi Smruti Granth
Original Sutra AuthorN/A
AuthorChunilalmuni
PublisherVardhaman Sthanakwasi Jain Shravak Sangh Matunga Mumbai
Publication Year
Total Pages856
LanguageGujarati, Hindi
ClassificationSmruti_Granth & Articles
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy