________________
પૂજ્ય ગુરુદેવ કવિવ પં. નાનચન્દ્રજી મહારાજ જન્મશતાબ્દિ સ્મૃતિગ્રંથ
રમણીય ક્ષેત્રમાં પ્રથમ પગલું મૂકનારને પોતાના જીવનમાં ભ્રષ્ટતા આણવાની મુદ્દલ ઈચ્છા હોતી નથી. તેના હૃદયમાં અનેક મહત્ત્વાકાંક્ષાઓ અને ભવ્ય ભાવનાએ ઊભરાતી હાય છે, અને જીવનને એક શ્રેષ્ઠ આદર્શને અનુસરતુ રચવા તેનુ મન ઉદ્યોગશીલ બન્યુ હોય છે. પરંતુ થોડા જ કાળ પછી તે દારુ, ઈશ્ક, રંડીબાજી અને એવી બીજી મેાજમજાની વાતા બીજાના મુખેથી સાંભળે છે અથવા કોઈ પુસ્તકમાં વાંચે છે. આ વાતો ઉપર તે પોતાના મનને સ્થિર થવાની રજા આપે છે, અને એ બધા વિષયાને તે મનેામય રીતે કલ્પનાના દેહથી ભાગવે છે. થોડા વખત આમ ને આમ ચાલ્યા પછી તે એ વિષયામાં ‘રસ’ અનુભવે છે. કલ્પનામાં એ વાસનાને પોષણ આપી તે ઉછેરે છે. થોડા સમયમાં તેને જણાય છે કે, એ વાસના હવે પોતાના હિર્ભાવ શેાધે છે, અર્થાત્ તે સ્થૂળ ભૂમિકા ઉપર આવવા ઈંતેજાર બની છે. માત્ર કલ્પનામાં જ નહિ પરંતુ કાર્ય રૂપે પરિણામ પામવા તે નિમિત્ત શાધે છે.
આ વિશ્વ ઉપર બધા પ્રકારના અધમ કર્તવ્ય-વ્યભિચારો, દૂષણા, ગુનાઓ, મૂર્ખાઈ અને અત્યાચાર આ પ્રકારે જ બનેલા હોય છે. પ્રથમ તે તેમાં આત્માને ‘રસ’ હોતો નથી. પરંતુ તે તે જાતના વિષયોના ક્ષેત્ર ઉપર મનને વિહરવા દેવાથી તેમાંથી ‘રસ’ ઉત્પન્ન થાય છે, એ રસ હૃદયમાં બીજનુ કાર્ય કરી વધે છે, કલ્પનાના ભાગથી તે પાષણ પામી પુષ્ટ બને છે. એ વધ્યા પછી આત્મા પરવશ બને છે. જો કે એ બીજને પોષણ અને સામર્થ્ય આત્મા તરફથી જ મળ્યું હોય છે, છતાં આત્મા તેના આગળ હારી જઈ અધમતામાં ઘસડાયા સિવાય રહી શકતા નથી. પ્રથમ ક્ષણે રસઉપજાવતી વેળાએ, તેને તેમાંથી આવા પિરણામે આવવાની મુદ્દલ શકા હોતી નથી. પરંતુ પ્રિય વાચક ! કદાચ તમારા અંતઃકરણમાં આવા પ્રકારના કોઈ અનિષ્ટ પરિણામ ઉપજાવનારી ‘રસ’ ખીજરૂપે રહેલા હાય તા તમારે ચેતવાનુ છે. તેને શેાધીને તમારા અતઃકરણમાંથી ખેંચી કાઢો અથવા તેને પોષણ દેવુ' બંધ કરી તેનાથી વિરોધી રસની જમાવટ કરશે. અમે કરેલી આ સૂચના તરફ તમે અનાદરથી જોશે નહિ. તમારા ભાવિના જીવનને અધમ કે ઉત્તમ, આસુરી કે દેવી બનાવવાના આધાર, આ સૂચના તમે ગ્રહણ કરી છે કે નહીં તેના ઉપર રહેલા છે. આ દુનિયામાં મનુષ્યના હાથથી જે જે ખરાબીએ અને બુરાઈ એ બની રહી છે તેના મૂળ કારણા આ ‘રસ’માંથી ઉદ્ભવેલા છે. મનુષ્યા પરિણામ તરફ જુએ છે. કારણ ભણી જોવાના પ્રસંગ માત્ર તત્ત્વજ્ઞા જ મેળવી શકે છે.
પરંતુ તે સાથે એટલુ પણ સ્મૃતિમાં રાખો કે જે ‘રસ' ભ્રષ્ટતા ભણી ખેંચી જાય છે તેજ ‘રસને યોગ્ય દિશામાં વાળવાથી તે દિવ્યતા ભણી પણ દોરી જાય છે. આત્મામાં એ રસને સક્રમણ પમાડવાની અદ્દભુત સત્તા રહેલી છે. અધમ પરિણામેા લાવનારા રસબીજકોને પોષીને માટા કરવા એ જેમ સરલ અને સ્વાભાવિક જણાય છે તેમ ઉત્તમ પરિણામેા લાવનારા રસબીજકના સંબંધે પણ છે. તમારા ચારિત્રમાં તમને કોઈ પ્રકારની ખામી, દોષ, અપૂર્ણતા જણાય (અને તે કાનામાં નથી ?) અને છતાં તેમાં ફેરફાર કરવા માટે તમારામાં આવશ્યક મનોબળ–સકલ્પબળ (Will Power) ન જણાય તો શરૂઆતમાં તમે ફક્ત આટલું જ કરો; માત્ર સુધરવાની ઈચ્છા કરો; સુધરેલી સ્થિતિમાં મામય રીતે રસાનુભવ કરો. રસબીજને પ્રથમ સંભાળથી પાષણ આપો. બીજા હજારો પ્રકારના વગડાઉ વેલાના જૂથમાં એ રસના, નાનકડો શો અટવાઈને ચુંથાઈ ન જાય તેની સંભાળ રાખો. તમે જે પ્રકારના સુધારો કરવાની ઈચ્છા કરી છે તે સુધારો તમારા ચારિત્રમાં પ્રગટ થયા પછીની તમારી સ્થિતિ જે પ્રકારની અને તે પ્રકારની સ્થિતિને તમે અત્યારથી જ મનોમય રીતે જોયા કરે; અને તે તમારામાં હોય તેા કેવું સારું' એવી ભાવના કરો. તમને થોડા જ વખતમાં જણાશે કે તમે એ સુધારા પ્રગટાવવા માટે પ્રગતિ કરી રહ્યા છે. હવે તે વિના તમને ચેન પડતુ નથી. ચારિત્રના એ ગુણને વ્યકત કરવામાં તમારી રસ અધિક અધિક જામતા જાય છે. જેટલે અંશે રસની જમાવટ થતી જાય તેટલે અંશે વધુ પ્રમાણમાં રસપ્રાપ્તિની ઉત્કંઠા જાગે અને એ ઉત્કંઠા જ તીવ્ર મનેામળને–સંકલ્પબળને જન્મ આપે છે. એ સકલ્પબળથી ઈષ્ટ સગુણા પ્રાપ્ત કરવાના માર્ગમાં જે પ્રતિબંધો અને વિઘ્નો રહેલાં છે તેના પરિહાર થાય છે. પ્રબળ રસવૃત્તિના પ્રભાવથી મનુષ્યાએ જે જે મહાન પ્રાપ્તિએ કરી છે તેનું વિવેચન કરવાનો આ યોગ્ય અવસર નથી. પરંતુ એ રસ વિના સ`કલ્પબળ કશું જ કરી શકતા નથી. આથી એટલેા નિર્ણય થાય છે કે પ્રથમ રસ પછી નિશ્ચયબળ, પછી પ્રયત્ન અને તે પછી ફળ એમ અનુક્રમ રહેલા છે.
તમારા ચારિત્ર બંધારણમાં કોઈ પ્રકારના અનિષ્ટ લક્ષણા તમને જોવામાં આવે તે તેને પાષણ આપતા બંધ પડો.
અધ્યાત્મ ચિંતન
[૧૩]
Jain Education International
www.jaine||brary.org
For Private Personal Use Only