SearchBrowseAboutContactDonate
Page Preview
Page 406
Loading...
Download File
Download File
Page Text
________________ “પૂજ્ય ગુરુદેવ વિવય પં. નાનચન્દ્રજી મહારાજ જન્મ તાબ્દિ સ્મૃતિગ્રંથ આગળ વધવુ, અથવા નિત્યની ટેવાઈ ગયેલી પ્રવૃત્તિઓ કરતાં કોઈ નવીન વ્યવસાયમાં યેજાવું, એ તેને મન હિમાલયને વીંધીને સાંસા નીકળવા જેવું ભગીરથ જણાય છે. તેનું રગીયુ ગાડુ ધીરી ગતિએ હમેશાં જૂની અને ઊંડી ઘરેડમાં જ ઘસડાતુ હાય છે. પણ જ્યારે કુદરત આર મારી કાંઈક નવીન પદ્ધતિ સ્વીકારવા અથવા જૂના ચીલામાંથી બહાર નીકળવા તેને ફરજ પાડે છે; ત્યારે તે તદ્દન ખાખેાવિખા બની જઈ પોતાની ફરજના પોટલા ઊંચકવામાં બીજાની મદદ ભીખવા દોડાદોડી કરી મૂકે છે. આવા ટાણે તેને પોતાની શક્તિ અજમાવવા વિશ્વાસ રહેતા નથી, તેથી તે શકિત તેના અજ્ઞાનરૂપી કીચડમાં ઊંડી અને ઊંડી ગળતી જાય છે અને પ્રત્યેક નવી મુશ્કેલી પ્રસંગે તે વધારે ને વધારે પામર, બળહીન અને દીન બનતા જાય છે. માનસિક ગુલામી તમારા અણીના પ્રસંગે તમારે બીજાની સલાહ લેવા દોડવાની લેશ પણ અગત્ય નથી. જે બુદ્ધિમાનની તમે સલાહ લેવા ઇચ્છે છે તેની બુધ્ધિ તમારી માફક બીજાઓની સલાહાને જ્યાં ત્યાંથી વીણી એકઠી કરી મેળવેલી હાતી નથી. પણ તમને છે તેવા વિકટ પ્રસંગામાં પોતાના આત્મબળમાં શ્રદ્ધા રાખી પોતાની પ્રાપ્ત શકિતના ઉપયાગ કરવાથી મેળવેલી હોય છે. તમને જેમ તમારી બુદ્ધિ કસવાની આળસ થાય છે તેમ તેણે પણ રાખી હોત તા આજ એ પણ તમારા જેવું જ યાચકનુ પદ શેાભાવતા હાત. તમારે બે પગ હાવા છતાં પડી જવાના ભયથી શા માટે બીજાના ખભે હાથ ટેકવી ચાલવું જોઈ એ ? જેની સલાહ લેવા તમે જાવ છે, તે મનુષ્ય જ્યારે પોતાનું બધું જ કામ પોતાની ઉકલતથી કરે છે ત્યારે તમારે પણ તમારું કામ તે જ પ્રમાણે શા માટે ન કરવું? તેનામાં તમારા કરતા કશુ જ વધારે નથી. તમારા સલાહકારને બુદ્ધિ મેાટા પ્રમાણમાં મળી ગઈ છે અને તમારે નસીબે જૂજ સાંપડી છે, એમ પણ કાંઈ નથી. ફેરમાત્ર એટલાજ છે કે તમારા સલાહકારે પોતાની બુદ્ધિ કેળવીને વિશ્વાસયોગ્ય બનાવી છે. અને તમને તે કેળવવાના પ્રયત્ન કરતા કીડીએ ચઢતી હાવાથી આજ સુધી તમારા સલાહકારની બુદ્ધિના મફતીઓ ઉપયોગ કર્યો હાય છે. પરિણામ એ આવ્યું કે પારકી સલાહથી તમારું એકે કામ ભાગ્યે જ સુધરે છે અને તમારી સ્વતંત્ર વિચારશક્તિના શસ્ર ઉપર કાટનાં થર ચઢતા જઈ દિન-પ્રતિદિન તે વધારે મૂઢું બનતું જાય છે. संशयात्मा विनश्यति તમારે પોતાને કરવાનુ કામ તમે પોતે જ કરશે. કદી કોઈ અટપટુ કામ ન આવડતું હાય તા ભલે બીજાની પાસે શીખવા પણ જાએ. પણ એકવાર કામની રીત જાણ્યા પછી જે કાંઈ તમારા ડહાપણ, અનુભવ અને બુદ્ધિથી થયું જોઈએ, તેને માટે બીજાની પાસે દોડવાની ટેવ રાખો નહી. ખરું છે કે, તમારી બુદ્ધિએ ચાલવામાં કોઈવાર તમારી ભૂલ પણ થઇ જશે, પણ ભૂલ જે એધપાઠ શીખવી શકે છે તે ખુદ બ્રહ્મા પણ શીખવી શકે નહી. ઠોકરો ખાધા વિના મનુષ્ય કદી પ્રવીણ થઈ શકતા નથી. પોતાના જ સામર્થ્ય ઉપર શ્રદ્ધા રાખનાર સ્વાવલખી થયા વિના મનુષ્યમાં ડહાપણુ અને અનુભવ આવતા નથી. ભૂલ ખાઈ બેસવાની બીકથી બીજા ઉપર આધાર રાખવામાં તમે તમારી બુધ્ધિરૂપી દેવી સંપત્તિને અંધારામાં ઉપયોગ વિનાની રાખી મૂકો છે, તેનુ તમને ભાન નથી. ભૂલ કે ઠોકર ખાઓ તેની અડચણ નથી, પણ તમારી આંટીઘૂંટીને તમે જ છેડવા પ્રયત્ન કરો. તમને થોડી જ ખબર છે કે જ્યારે તમે ખીજાની સલાહ લેવા જાએ છે ત્યારે તમે બીજાની દૃષ્ટિમાં કમ અક્કલવાળા ગણા છે. તમારા પોતાના અંતરાત્માની સલાહની અવગણના કરી બીજાના અભિપ્રાય આગળ જ્યારે તમે તમારી મુંડી નમાવા છે ત્યારે તમારામાં કેટલી દીનતા અને નિળતા પ્રવેશી જાય છે, તેની તમને ખબર નથી. માટે જ તમને ખીજા ઉપર આધાર રાખવાની પૂરી ટેવ પડી ગઈ છે. માટે બહેતર છે કે બીજાની સલાહ લેવા જવા કરતાં, ફરી ફરીથી તમારા પોતાના સયોગાના વિચાર કરી તમારી પોતાની જ બુદ્ધિ વડે કાંઈક માર્ગ કાઢો. એમ કરવાથી તમે પોતે કેળવા છે. એટલું જ નહી પણ ભવિષ્યમાં ગમે તેવા વિકટ મામલાઓમાં પણ તમારી મુશ્કેલી તમે જાતે જ ઓળંગવા શક્તિમાન બના છે. અને એમ થયેથી આજે જે તમારે દોડાદોડ કરી મૂકી બીજાની પાસે ભાઈ ભાઈ કરતા જવું પડે છે તેને બદલે તમારી કેળવાએલી બુદ્ધિમાં વિશ્વાસ રાખી, બીજા હૈયાફ્રુટયા તમારી પાસે દોડયા આવશે. તમને જાણીને આશ્ચર્ય થશે કે પેાતાની આત્મશક્તિનો, મનુષ્ય પેાતે જ જ્યારે અવિશ્વાસથી અનાદર કરે છે, ત્યારે તે અપમાનથી છંછેડાયેલી શક્તિ તેને એકે કાય માં અધ્યાત્મ ચિંતન Jain Education International For Private & Personal Use Only [૭] www.jainelibrary.org
SR No.012031
Book TitleNanchandji Maharaj Janma Shatabdi Smruti Granth
Original Sutra AuthorN/A
AuthorChunilalmuni
PublisherVardhaman Sthanakwasi Jain Shravak Sangh Matunga Mumbai
Publication Year
Total Pages856
LanguageGujarati, Hindi
ClassificationSmruti_Granth & Articles
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy