________________
}પૂજ્ય ગુરૂદેવ કવિલય પં. નાનચન્દ્રજી મહારાજ જન્મશતાહિદ સ્ટ
તે-રૂપ થવાની, તેમાં પ્રવેશવાની, તેને સ્પર્શવાની અને તેની સાથે યકત થવાની આંતરિક અભીપ્સા ઉત્પન્ન થવી. અભીપ્સા એટલે અદમ્ય, ઉત્કટ અને જવલંત અભિલાષા. એવી આંતરિક અભીપ્સાને પરિણામે સમરત જીવનની દિશા બદલાય, એક નવું જ પરિવર્તન-નવું જ રૂપાન્તર થાય. એટલું જ નહિ પણ પરમપુરુષ સાથેની સ્પર્શ - કય અનભવાય. એક ન ભાવ, નવું અસ્તિત્વ, નવે આત્મા, નવી પ્રકૃતિ, નવું સંવર્ધન અને નવા જાગૃતિ અનુભવાય તેનું નામ વાસ્તવિક આધ્યાત્મિકતા છે.
સાધનાની શરતે એકલા સ્વપ્રયત્નની સહાયથી વેગના માર્ગે જઈ શકાતું નથી, કારણ કે, આ ગનું લક્ષ્ય માણસને માણસની ભૂમિકાથી ઉપરની ભૂમિકા ઉપર લઈ જવાનું છે. સાધક પિતાની શક્તિથી પિતાથી પર જઈ ન શકે. એટલા માટે તેણે પિતાથી ઉપરની શક્તિને આધાર લેવો જોઈએ. સર્વતભાવે એ શક્તિને સમર્પણ થઈ જવાથી એ શક્તિ અવતીર્ણ થઈને આપણી સાધનાને ભાર ઉપાડી લે છે. એટલે આ સાધનાની પહેલી શરત આત્મસમર્પણું છે.
આપણે જેને સામાન્ય રીતે સમર્પણ કહીએ છીએ તેના કરતાં આ સમર્પણ ઘણું વિશાળ અને સક્ષમ છે. આ સમપણ એ કાંઈ હદયને એક પ્રકારને ભાવ નથી. આપણા આધારના પ્રત્યેક થેરેમાં* આ સમર્પણની પ્રતિષ્ઠા હોવી જોઈએ. આધારના અંગપ્રત્યંગમાંથી જે કાંઈ વિધી હોય તેને બહાર કાઢવું જોઈએ. ધીમે ધીમે પણ અવિરતપણે તે વિરોધી તને સ્વાધીન-આત્મસાત કરી ઉપરની શક્તિને એ બધું ય સુપ્રત કરી દેવું જોઈએ. એમ કરવા માટે સતત-અકલાન્ત પ્રયત્ન-જાગૃતદષ્ટિ અને ઉપગ રાખ જોઈએ.
બીજી શરત –એકાન્ત-સંપૂર્ણ એકનિષ્ઠા આધારના દરેક અંગ દ્વારા એટલે કે દેહ, મન અને પ્રાણદ્વારા ઉપરની સત્તાને ચાહવું જોઈએ અને તે પણ દેહ, મન, પ્રાણની ઉપરછલી વૃત્તિથી નહિ પણ તેમની જે મૂળ સત્તા છે ત્યાંથી ચાહવાને આદેશ આવો જોઈએ. દેહ, મન, પ્રાણુના અનેક ખેંચાણે સાધકને અનેક દિશાએ ખેંચી જાય છે. પણ એ સર્વ પ્રલોભને તરફ નજર નહિ કરતાં, સરળભાવે, ઉદર્વ તરફ જ મીટ માંડવી જોઈએ, એ તરફ જવું જોઈએ, અને એમ થવા માટે પરમ સત્તા પ્રત્યે આપણુ ઊર્વમુખી અને અતૂટ એકનિષ્ઠા હેવી જોઈએ.
ત્રીજી શરત - સામર્થ્ય સાધારણ રીતે માણસને દેહ, પ્રાણ, મનના કઠિન-જડ-તવૃત્તિવાળાં વલણે, ટેવ અને સંસ્કારેથી એકાંત આબધ્ધ હોય છે. નવી ગતિ, ન માગે તે તરત ગ્રહણ કરી શકતા નથી. જડતા તેને ન ચીલે પડવા દેતી નથી. એટલે એ બધી વસ્તુઓને પ્રતિકાર કરવા માટે, આપણા આધારમાં જો નમનીયતા અને સરળતાનું સામર્થ્ય ન હોય તે ઉપર પ્રભાવ આવીને આપણને સ્પશી શકતું નથી. ટૂંકામાં, આધારનાં સર્વ અંગે એવાં હોવાં જોઈએ કે જેથી ઉપરની શક્તિ આવીને આપણને સહેજે પિતાના જેવા બનાવી શકે અને પિતાની ઈચ્છા પ્રમાણે આપણી પરિચાલન કરી શકે.
અન્તપુરૂષઃ ચેત્ય પુરૂષ: વિરાગપુરૂષ આધ્યાત્મિક જીવનની શરૂઆત રૌતન્ય પુરુષના પ્રકૃતિ ઉપરના દબાણથી થાય છે. અન્તઃ પુરુષ જ્યારે પુરેભાગમાં (ખરે) આવીને પ્રકૃતિનું નિયંત્રણ હાથમાં લે છે ત્યારે પ્રકૃતિએ અધીન થયા વિના ચાલતું નથી. અહોનિશ તેનું દબાણ રહ્યા જ કરે છે. પ્રત્યેક નાની-મોટી ઘટનામાં તેની જ આજ્ઞા, તેનું જ નેતૃત્વ અને નિયંત્રણ રહે છે. જાગૃત અન્તઃપુરુષ જીવનને હાથમાં ન લે ત્યાં સુધી, પ્રકૃતિ પિતા ઉપર ગમે તેટલું નિયંત્રણ રાખે
જે મન, પ્રાણુ અને શરીરને સમુચ્ચય અર્થ તે આધાર અને તેને લગતી–તે પ્રત્યેક લગતી જીવનયિા અથવા જીવનવ્યવહાર તે થર, કક્ષા કે ભૂમિકા.
અધ્યાત્મ ચિંતન
[૭]
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org