SearchBrowseAboutContactDonate
Page Preview
Page 394
Loading...
Download File
Download File
Page Text
________________ પૂજ્ય ગુરૂદેવ કવિવર્ય પં. નાનાયબ્રેજી મહારાજ જન્મશતાબ્દિ સ્મૃતિગ્રંથ તે સમુદ્ર જેવી રીતે અક્ષુબ્ધ રહીને પિતાના ઉદરમાં અસંખ્ય ઝરણાંઓ ગ્રહણ કરી શકે છે, તેવી રીતે આપણે પણ બહારથી આવતા બધા સ્પર્શોને ક્ષોભ પામ્યા વિના - અનાસકતભાવે સ્વીકારવા જોઈએ. અને દિવ્યજીવનના સીધા આદેશ વિના, બીજા કોઈ કારણે બહિર્મુખ થવું ન જોઈએ. નિમ્ન પ્રકૃતિના સર્વ વેગથી આપણે અલગ થઈ જઈએ તે જ આવું બની શકે છે. એટલા માટે પ્રાકૃતિક બળોના પરસ્પર આઘાત – પ્રત્યાઘાત પ્રત્યે આપણે દૃષ્ટાભાવ કેળવવો જોઈએ. એટલું જ નહિ પણ નિમ્ન ગતિના અધમ વલણથી છૂટા થવાને અને ભાગવતી દિવ્યશકિત સાથે સતત સંબંધ જોડવાને અભ્યાસ-મહાવરે કરવું જોઈએ. આમ કરવાથી બધા ક્ષેભ અને પ્રત્યાઘાતો આપોઆપ બંધ પડવા માંડશે અને આપણા જીવનના દરેક ભાગમાં મૂળભૂત શાન્તિ પ્રતિષ્ઠિત થઈ જશે. એમ થશે ત્યારે જ આપણામાં દિવ્યજીવનને પાયે નખાશે. માત્ર નિવૃત્તિથી અગર તે બધા પ્રકારના કર્મો બંધ કરી દેવાથી સાચી શાન્તિ મળી શકતી નથી. જ્યાં સુધી મન, પ્રાણ અને શરીર બહારની અસરને નિષ્ક્રિયભાવે અધીન છે, ત્યાં સુધી ખરું આત્મસમર્પણ આવી શકતું નથી. અને ત્યાં સુધી જીવનના દિવ્ય રૂપાન્તરની આશા વ્યર્થ છે. ગમે તેવા સંગોમાં શાન્તિ અને સમત્વ બધે વખત અવિચળભાવે નિભાવી રાખવાં જોઈએ. દિવ્યતા ભણી પ્રગતિ કરવા માટે આજ એક મુદ્દાની શરત છે. સર્વવ્યાપી શાન્તિના અચળ પાયા ઉપર જ જ્ઞાન, શકિત અને આનંદ પ્રગટ થઈ શકશે એટલે શાન્તિ એ જ આપણા જીવનનું ઊંડામાં ઉંડું અને સત્યમાં સત્ય રહસ્ય છે. દરેક જાતને ભ અને ચંચળતા એ અસત્યની જ ગતિ-ક્રિયા છે, આપણી અસલ (સાચી) પ્રકૃતિને વિકાર છે. આપણું ખરું સ્વરૂપ શાશ્વત અને અચળ છે. આપણા વાસ્તવિક (સાચા) સ્વરૂપને કશાની જરૂર કે ખામી હોતી નથી. તેને કશી કામના-વાસના નથી. તે પિતામાં જ પરિપૂર્ણ છે. તે પિતાના જ અસ્તિત્વને આનંદ ભગવે છે. તે અક્ષુબ્ધ અને અચંચળ છે. તે વિશ્વની બધી ગતિએને ધારણ કરી રાખે છે. ખરું છે કે, આપણા વિષે રહેલો અભિમાની Ego (ઈગે)–આપણે નિમ્ન “હું” એ જ જીવનના દરેક પ્રવાહની ઠોકર ખાધા કરે છે; અસહાયપણે અહીંથી ત્યાં ધકેલાયા કરે છે. જીવનનું દરેક મે તેને અહીંથી ત્યાં ઉછાળ્યાજ કરે છે. આપણે આ અભિમાનથી મુકત થવું જોઈએ, અને આપણા ખરા સ્વરૂપની અચળ શાન્તિ ઉપર ઊભા રહેવું જોઈએ. દિવ્યજીવનની આ પહેલી અને મુદ્દાની શરત છે. શુદ્ર અભિમાની હુથી મુકત થવા વિશ્વાત્માને અનુભવ કરે જે જીવનમાં પિતાના ક્ષુદ્ર અભિમાન સિવાય અન્ય ઉચ્ચતર સત્તાની ઉપલબ્ધિ નથી તે જીવન ખરેખર, એક કરુણ દશ્ય છે. તેના જેવી કમનસીબ સ્થિતિ બીજી એકે કપી શકાતી નથી. ખરેખર, એ માણસ દયાપાત્ર, અનાથ અને અસહાય છે, તે પિતાના અભિમાનની દિવાલમાં પુરાયેલ છે, ને એક ક્ષુદ્ર-કંગાલ કેદીની હાલતમાં છે. આ પામરતાની કટિમાંથી મનુષ્ય બહાર આવવું જોઈએ, અને પિતાની જાતને વિશાળ, વ્યાપક અને પ્રશસ્ત અનુભવવી જોઈએ. મતલબ કે તેણે વિશ્વમય બનવું જોઈએ. એટલે કે પિતાની અહંતાન ક્ષદ્ર કેન્દ્રમાંથી તેણે બહાર નીકળીને વિશ્વની સાથે પિતાનું ઐકય અનુભવવું જોઈએ. ' છતાં તે ઐકય વિશ્વના અજ્ઞાનમય ભાવ સાથે ન હોવું જોઈએ. વિશ્વમાં પ્રતીત થતાં સુખ-દુઃખ, રાગ-દ્વેષ, હર્ષ-શોકના દ્વન્દ્રોના મહાસાગરમાં તેણે ડૂબવાનું નથી. એમ કરવાથી તે આપણા અજ્ઞાન અને તેમાંથી ઉપજતા હોને ભાવ વધી જાય છે. આપણે વિશ્વ સાથે એકય સાધવાનું છે તે “વિશ્વાત્મા’ સાથે છે. વિશ્વની નિમ્ન પ્રકૃતિ સાથે નહિ, પણ વિશ્વમાં વ્યાપીને રહેલા, પરમ મંગલમય-કલ્યાણમય- ધર્મ સાથે ઐકય અનુભવવાનું છે. આપણુમાં અને વિશ્વમાં રહેલી ભાગવતી ચૈતન્ય સત્તા એક જ છે. એક જ સત્તા જુદાં જુદાં કેન્દ્રોમાં નિવાસ કરી રહેલ છે. તેમ છતાં કર્મના પ્રથકપણાને કારણે જ એ બધાં જુદાં જુદાં કેન્દ્રો રહ્યાં છે એ અનુભવ થવો જોઈએ. પરંતુ આ વિધાનુભૂતિ થતાં પહેલાં પિતાને વિષે એ આત્મસત્તાની ઉપલબ્ધિ થવી જોઈએ. એટલે કે અધ્યાત્મ ચિંતન [૮૫] Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.012031
Book TitleNanchandji Maharaj Janma Shatabdi Smruti Granth
Original Sutra AuthorN/A
AuthorChunilalmuni
PublisherVardhaman Sthanakwasi Jain Shravak Sangh Matunga Mumbai
Publication Year
Total Pages856
LanguageGujarati, Hindi
ClassificationSmruti_Granth & Articles
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy