SearchBrowseAboutContactDonate
Page Preview
Page 383
Loading...
Download File
Download File
Page Text
________________ પૂજ્ય ગુરૂદેવ કવિવ` પં. નાનઍન્દ્રજી મહારાજ જન્મżાતાબ્દિ સ્મૃતિગ્રંથ ઊભા જ રહ્યો. આખરે બધાએ મળીને એ કાર્ય માટે પ્રમાણભૂત વ્યકિત તરીકે, મારા તરફ નજર કરી. હું તે વખતે (સંવત ૨૦૩૦માં) ચાતુર્માસ નિમિત્તે ધોરાજીમાં હતા. શ્રી શાન્તિભાઈ અંબાણી, શ્રી લવચંદભાઈ અને ખીજા સાથીદાર ધારાજી આવ્યા અને મારી પાસે બધી વાત રજુ કરી. સ્તબ્ધની મને આ કાર્યનું મહત્ત્વ, એની ગંભીરતા અને જવાબદારીનો વિચાર આવ્યા. ઘડીભર તે જેમ થાલી ગયા. જરા ઊંડા ઊતરીને જોયુ તે, મને આ કાર્ય મારા ગજા ઉપરવટનું લાગ્યુ, એના માટે સ્થિરતા અને સ્વસ્થતાની જરૂર લાગી. હું એકલે આવું કાર્ય કોઈ પણ હિસાબે ન કરી શકુ એમ લાગ્યુ. એટલે મે તે વખતે એ ભાઈ એને સ્પષ્ટ ના પાડી. “મારાથી આ કાર્ય નાડુ બની શકે.” એવા જવાબ આપ્યા. એ ભાઈ આ નિરાશ થયા અને પાછા ગયા. પરંતુ જ્યારે કોઈ એવુ મહાન કાર્ય થવાનું હોય છે ત્યારે પાંચ સમવાય કારણેા પોતપોતાની રીતે ગુપ્તપણે પણ ગાઠવાતા હોય છે. એ ન્યાયે, બન્યું એવું કે, સંવત ૨૦૩૧ની સાલમાં પૂજ્ય ગુરુદેવની દશમી પુણ્યતિથ આવતી હતી. મુનિશ્રી સંતબાલજી દર વર્ષે આ તિથિ પોતાની રીતે ઊજવે છે તે મુજબ આ વખતે આ પુણ્યતિથિ પોતાના પ્રાયોગિક ક્ષેત્ર-ગુદી આશ્રમમાં ઊજવાય એવી એમની ભાવના થઈ. અને તે પણ મારા અગ્રસ્થાને ઊજવાય તે વધુ સારું એમ લાગવાથી તેએએ મને ધેારાજી મુકામે ભાવભર્યા હાર્દિક વિનતીપત્ર લખ્યો. એમાં જણાવ્યું કે, “આ નિમિત્તે આપ ગુંદી – આશ્રમમાં પધારે અને આ પ્રસગને શેાભાવેા એવી મારી વિનતી છે.” એ પત્ર સાથે સાથે જ તેઓએ ગુઢ્ઢી આશ્રમના કાર્યકર્તા ભાઈઓને પણ પ્રેરણા કરી કે તમે જાતે ધેારાજી જઈને પૂજય ચુનીલાલજી મહારાજને વિનતી કરી અને મને ખબર આપો. શ્રી સંતબાલજીની આજ્ઞા થતાં જ, ગુંદીથી શ્રી અંબાલાલભાઈ શાહ, શ્રી કાશીબેન મહેતા, શ્રી સુરાભાઈ વગેરે આગેવાન કાર્યકર્તાએ ચાતુર્માસ દરમિયાન ધોરાજી આવ્યા અને આગ્રહભરી વિનંતી કરી કે, “આ પ્રસંગે આપને પધારવું જ પડશે. મારી પરિસ્થિતિ અને સંજોગા વિચાર કરી મે કેટલીક વિગતા અને સૂચનાઓ રજુ કરી. પરિણામે મારી બધી સૂચનાએ તેઓએ હ પૂર્વક સ્વીકારી, એટલે મે તેની વિનંતી સ્વીકારી. અને ચાતુર્માસ પૂર્ણ થયે તુરત એ તરફ વિહાર શરૂ કર્યો. માગસર વદમાં એ પ્રસંગ હતો. અનુક્રમે ક્ષેત્રની સ્પર્શના કરતાં હું માગસર વદમાં સમયસર ગુંદી પહોંચી ગયા અને અનેરા ઉત્સાહ વચ્ચે એ પ્રસંગ ભવ્યતાથી ઊજવાયા. ત્યારે પણ ફરીને શાન્તિભાઈ અખાણી, શ્રી ચીમનભાઈ મહેતા વગેરે ગુંદી મુકામે આવેલા અને પેલી વાત ફરીને મારી પાસે મૂકી. હજી પણ હું એ જ ‘મુડ માં હતા. મેં નમ્રભાવે કહ્યું કે મારાથી એ નહિ બની શકે. એના માટે મારે સાયલા રહેવુ જોઇએ અને પછી જ હું કઈ વિચારી શકું. વળી પાછા એ લાકો નિરાશ થયા. ત્યારબાદ તા ગુંદીથી વિહાર કરી હું લીબડી થઈને, એક દીક્ષા પ્રસંગે, જોરાવરનગર આવ્યો ત્યારે, પણ વચ્ચે વઢવાણુ મુકામે શ્રી શાન્તિભાઈ તથા શ્રી રસિકભાઈ શાહ વગેરે (કોઈ કામ પ્રસંગે આ તરફ આવેલા એટલે) કરીને મને મળ્યા અને પાછી એ વાત તાજી કરી. મેં કહ્યું મને સાયલા પહોંચવા દો, પછી વિચાર કરીશ. કારણ કે મારા માટે પૂ. ગુરુદેવને લગતુ “પ્રેરણાકેન્દ્ર” સાયલા છે. મારે આ જવાબ તેએને આશાજનક લાગ્યા. આખરે હું સાયલા આવ્યા. લાંબા ગાળે સાયલા આવવાનું થયું હતું. જરા સ્થિર થયા અને સાયલાના લીંબડી સથે ચાતુર્માસ માટે વિનતી કરી. આમે મારું સાયલામાં શાન્તિ લેવી હતી. તેથી થોડી પ્રાસંગિક વિચારણા બાદ મે શ્રી સંઘની વિનંતી સ્વીકારી. દરમિયાન ફરીને શાન્તિભાઈ, એ જ હેતુ માટે સાયલા આવ્યા. જેને ખરેખર કામ જ કરવું છે તે કઈ પણ સંજોગમાં નિરાશ થતા નથી. ફરીને એની એ વાત મારી પાસે મૂકી. ત્યારે મેં મારી મુશ્કેલી અને પરિસ્થિતિ તેઓને જણાવી. તેઓએ સ્થા. જૈન સમાજની મહાન વિભૂતિ જેવા સ્વ. પૂજ્ય ગુરુદેવના અસંખ્ય ઉપકારોને નજર સામે રાખી કોઈ પણ ભાગે જન્મશતાબ્દિ ઉજવવાના મક્કમ નિર્ણય કર્યા હતા અને એ નિમિત્તે યત્કિંચિત્ ઋણમુકત થવાની તક સાધવી હતી. એટલે ‘સ્મૃતિગ્રંથ’નુ કાર્ય આપે જ પાર પાડવુ' પડશે એમ ફરીને ભારપૂર્વક વિનંતી કરી. ચર્ચા દરમિયાન મારી બધી પરિસ્થિતિ વિચારીને, હું કેવી [૭૪] તત્ત્વદર્શન Jain Education International www.jainelibrary.org For Private Personal Use Only
SR No.012031
Book TitleNanchandji Maharaj Janma Shatabdi Smruti Granth
Original Sutra AuthorN/A
AuthorChunilalmuni
PublisherVardhaman Sthanakwasi Jain Shravak Sangh Matunga Mumbai
Publication Year
Total Pages856
LanguageGujarati, Hindi
ClassificationSmruti_Granth & Articles
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy