________________
પૂજ્ય ગુરૂદેવ કવિ પં. નાનચન્દ્રજી મહારાજ જન્મશતાબ્દિ સ્મૃતિગ્રંથ
પોઝિટિવ છે અને જગત હમેશાંNegative-નેગેટિવ છે ત્યારે ઝીવમાં પેટિવ અને નેગેટિવ બને છેડા હાય છે. (હકીકતમાં જીવાત્મા અને પરમાત્મા તત્ત્વથી એક જ સ્વરૂપ છે. આવરણવાળા આત્મા તે નીવાત્મા અને આવરણથી સપૂર્ણ મુક્ત એવા તે પરમાત્મા; અને પરમાત્મા એટલે કિતના મહાસાગર) તેથી જીવે ભગવાન તરફે પોતાના નેગેટિવ છેડા એટલે દીનભાવ-શરણભાવ રાખવા જોઈએ. અને જગત નેગેટિવ છે તેથી જગત તરક્ જીવના પોઝિટિવ છેડા એટલે કોઈ વિષયથી દબાય નહિ તેવી દઢતા રહેવી જોઈએ. આ પ્રમાણે ભાવ રાખવાથી અંદર ને બહાર બંને તરફ તેજ (પ્રકાશ-આનંદ) ઉત્પન્ન થશે. તે તેજમાં, અલૌકિક ભગવદ્ભાવ મળશે. અલૌકિક દૃષ્ટિ છૂટતી જશે.”
જ્ઞાનમાર્ગવાળાને શરણભાવ
“કેટલાક જ્ઞાનમાર્ગે જાય છે અને કેટલાક ભક્તિના માર્ગ પસંદ કરે છે. ગમતા નથી, કારણ કે તેમને શરણભાવમાં જુદાપણું લાગે છે. જગતના વિષયે પોતામાં દાખલ ન થાય તેની સંભાળ રાખે છે. પણ મનની સંભાળ રાખવામાં તેમનુ હૃદય બંધ થઈ જાય છે કે ભગવાનના અલૌકિક ભાવ તેના હૃદયમાં દાખલ થઈ શકતા નથી.”
તે
એવું
“ભકતને શરણભાવ ગમે છે અને તેથી તે પોતાનુ હૃદય ખુલ્લું રાખે છે. પણ તે વખતે મનની બરાબર સભાળ ન રહે તેા ખુલ્લા દિલમાં ભગવાનને બદલે વિષયે પેસી જાય છે. જ્ઞાની પાસેથી Positiveપેઝિટિવભાવ એટલે વિષય ઉપર દુર્લક્ષ રાખતાં શીખવુ જોઈએ. ભકત પાસેથી Nagative નેગેટિવભાવ એટલે ભગવાન તરફ દીન થતાં શીખવું જોઈએ. (આ રીતે સાધકે જ્ઞાનની ષ્ટિ અને ભકિતની દૃષ્ટિ કેળવવી જોઇએ.)” “સામાન્ય માણસ જગત તરફ દીન રહે છે અને ભગવાન તરફ દૃઢ રહે છે. ઉત્તમ જીવન કરવા માટે જગત તરફ દઢ રહેવુ' જોઈએ કે જેથી લૌકિકભાવ દાખલ થાય નહ અને ભગવાન તરફ ઢીન થવુ કે જેથી અલૌકિકભાવ-ભગવદ્ભાવને અવકાશ મળે.”
જોઈ એ
હકીક્તમાં, આત્મા પોતે જ સત્યકામ અને સત્યસંકલ્પ છે. કામના ઝંખના અને સકલ્પ જે સાધકના અંતઃકરણમાંથી જ સાચે જ ઊઠયા હોય તેા પરમાત્માની દિવ્યચેતના કે શક્તિ અને અવશ્ય ફલિત કરે છે. પરિપૂર્ણ પપાસનાનું સ્વરૂપ સમજવા માટે આપણે સ્વલક્ષી અને પરમાત્મલક્ષી ઉપાસના સબંધી વિચારણા કરી. ત્યારબાદ એ મુદ્દો વધારે સ્પષ્ટ કરવા આપણે ઈલેકિટ્રસિટના તત્ત્વજ્ઞાનના મુદ્દો વિચાર્યું. હૃદયશુધ્ધિના મૂળ વિષય ઉપર આવતાં, પ્રાર્થનાનું ક્રિયાત્મક સ્વરૂપ કેવું હેાય તે વિચારીએ.
હેતુલક્ષી પ્રાર્થના
આગળ આપણે પ્રાર્થનારૂપે જે પદનું ઉચ્ચારણ કર્યું. (ઈચ્છુ નિશદિન એવું.) તે તે પ્રાનાના એક સામાન્ય પ્રકાર છે. ખરું જોતાં, પ્રાર્થના એટલે પરમાત્મા પાસે ઉત્કૃષ્ટ પ્રકારની માગણી કરવી તે. અમુક સંજોગામાં વ્યકિતએ ચાક્કસ પ્રકારે પ્રાર્થના કરવાની હાય છે. અને તે વખતે તેને તેવા હેતુ અંતરમાં જીવતા જાગતા હોવા જોઈએ. દા. ત. પિતા તરીકેનુ, આપણા સંતાન પ્રત્યે, આપણુ એ કર્તવ્ય અથવા આપણી એ ફરજ છે કે, આપણા સંતાનેા ગુણવિકાસમાં, બુદ્ધિવિકાસમાં કે સંસ્કારની તાલીમમાં, આપણાં કરતાં વિશેષ હાવા ઘટે થવા જોઈ એ. તે માટે પિતા તરીકે આપણે તેના સર્વાંગી જીવનની કાળજી રાખવી ઘટે. જો એ રીતે આપણે કરી શકતા હોઈ એ તો પિતા તરીકેનો સ્વધર્મ બરાબર પાળ્યો ગણાય તેમ છતાં પ્રામાણિકપણે પ્રયત્ન કરવા છતાં ય એ કર્તવ્યપાલન વખતે મેહ-માયા કે મમતાને કારણે જો કંઈ ખામી કે ઊણપ રહેવા પામે તે તેને કાઢી નાખવા માટે પરમાત્મા પાસે शुद्ध દિલથી માગ કરવી કે હે પ્રભો ! મારામાં આ જાતની (ચાક્કસ પ્રકારે જે હાય તે) ખામી-ટિદોષ છે તે દૂર કરી શકાય અને તેનાથી વિરોધી ગુણ પ્રગટે તેવી મને સમજ અને શકિત આપજે. આ હેતુલક્ષી પ્રાર્થનાના સ્થૂળ દાખલા છે. આ જ પ્રકારે કુટુમ્બમાં-પરિવારમાં દરેક વ્યકિતએ પોત-પોતાના પદના-સ્થાનના આદર્શ નજર સામે રાખી પોતાના જીવનની સુધારણા કરવાને ધોરીમાર્ગ વીતરાગ દેવાએ પ્રતિક્રમણની ક્રિયા દ્વારા સમજાયેા છે. ખરા અર્થમાં-પ્રતિક્રમણ એટલે પાછું ફરવું તે. કયાંથી પાછું ફરવું? જીવનના આદર્શથી કે ધ્યેયથી જ્યારે જ્યારે અને જ્યાં જ્યાં આપણે આઘાપાછા થઈ ગયા હાઈએ ત્યારે ત્યારે અને ત્યાં ત્યાંથી પાછા પોતાના સ્થાનમાં પદ્યમાં આવી જવું તે પ્રતિ
ચિંતનીય વિચારધારા
Jain Education International
For Private Personal Use Only
[૫]
www.jainelibrary.org