________________
પર ગાદેવ વિષય . નાનચંદ્રજી મહારાજ જન્મશતાહિદ સ્મૃતિગ્રંથ
લેવી કે એ જ મારા સન્મુખ બોધી રહ્યા છે. સંત તે શું પણ પરમાત્મા પણ તમારા સમુખ હાજરાહજુર છે. આવરણનું પડ છે તે તૂટશે. એટલે એક ભકતે ગાયું છે તેમ :
“હુંપણું હારતાં સહજ પાયે હરિ, કમના બંધ નાખ્યા જ કાપી;
હું હરિમાં હરિ માહરે અંતરે, સભર ભરિયા જેમ બ્રા દરિયા.” એમ છે સમજ્યા ! મોટા ભાગે હ પત્ર લખ નથી. તમારા જેવાને કવચિત લખું છું. અક્ષર બરાબર થતાં નથી. પર્યાય કહે કે પ્રકૃતિની રમત કહે, પણ જે થાય છે તે થવું જોઈએ ને થાય છે. એ સિવાય જીવને જ્ઞાન, સમજ, શકિત, જાગૃતિ આવે નહિ કરનારે સમજીને કર્યું છે. જ્યાં સુધી જીવ કા, અપૂર્ણ હોય ત્યાં સુધી તેને બોધ કરવા તે પ્રકૃતિ રખડવે, કષ્ટને અનુભવ કરાવે. એમાંથી એવું સમજે કે આ તે બધું મારા વિકાસ માટે છે, ત્યારે કચ્છમાં પણ મઝા પડે એમ કુટાતા પીતા પાકો થાય. આગળ જવાને યે 5 થાય ત્યારે તે કુદરત મદદ કરે. એ જાગૃત થયેલ જીવ મટી આત્મા બને છે. પછી શીવ થાય છે. પણ પરિપકવ થવા પહેલા તે કુટાવાનું. હજી કુટાવામાં પણ જીવ મઝા માણે છે. રહસ્ય સમજાયું નથી. સમજાય તે મારા તારાના કલેશ શાના? ઝઘડા કરવા જેવા તે અંદર છે. એમ દેખાય. પણ બહિર દષ્ટિવાળાને બહાર દુશ્મન દેખાય છે ને બહાર ઝઘડે છે. ૨૩સ્ય પામ્યા પછી એ વિરમે છે. અંદરની સાથે ઝઘડે છે તેમ તેમ સમજ, શકિત વધે છે. એ શાંત, સમભાવી, નિર્લોભી, નિરભિમાની સહજ બને છે. હાલ એટલું જ. એ જ, સર્વને પ્રભુ મરણું.
દઃ ભિક્ષુ
વજેશ્વરી,
તા. ૮-૫-૫૯ ૦ ૦ ૦ પ્રાણીમાત્ર સુખે પોતાનો જીવનનિર્વાહ કરી શકે, વિકાસ સાધી શકે એ અર્થે કુદરતે ભારે ડહાપણપૂર્વક પેજના કરી હોય એવું દેખાય છે. છતાં વિરલ માણસો જ એની અગાધ શકિત, અનંત વિજ્ઞાનયુકત વ્યવસ્થાશકિત, અકળ જના, અને અતુટ નિયમિતતાને જાણતાં હશે. વિશ્વની અનંતકોટિ રચના તરફ જરા નજર નાખતાં પ્રતિદિન તે આશ્ચર્ય—મુગ્ધ કરે છે. વિજ્ઞાન તે ખજાનાને ઉપયોગ કરે છે. પંચભૂતના અસ્તિત્વથી જ પ્રાણ જીવી શકે છે અને આરામ મેળવી શકે છે અને તેનાં દુર્વ્યયથી માણસ વિનાશને નોતરે છે. વનસ્પતિ દ્વારા ઔષધેની યોજના પણ ભારે અજબ છે. માત્ર જાણનારાને જ અભાવ છે. સુખે જીવી શકાય, વિકાસ સાધી શકાય એવી વ્યવસ્થા, યોજના, રચના હોવા છતાં પણ માણસ પોતાની અલ૫બુદ્ધિના અહંકારમાં લાભ ઉઠાવી શકતું નથી.
શરીર સાથે પ્રાણની યોજના પણ વિકાસ માટે છે. થળ-સ્થળે પ્રેરણાદાયી દ, ઘટનાઓ, ગે નજર સામે બનતાં હેય છે, પરંતુ તેને લક્ષમાં લેનાર, વિચાર કરનાર, જરા થંભીને તેના પર મીટ માંડનાર વિરલ મુમુક્ષુ
, જાગૃત આત્માઓ, સુલબોધિ પ્રાણીઓ, હળુકમી અને શુકલપક્ષી છે જ એવા અમૂલ દાન, શ્રવણને, સંગનો લાભ લઈ શકે છે. સામાન્ય ગણાતાં શબ્દોમાંથી પ્રેરણા મેળવી શ્રેયના પંથે ગતિમાન થયાના અનેક દાખલા મોજુદ છે, જે તમે પણ અનેકવાર શ્રવણ કર્યા હશે. ૧ - અયોધ્યાના કીર્તિધર મહારાજે વેકેશના સ્મરણમાંથી પ્રેરણા મેળવી. ૨ – મુનિ પતિ મહારાજાએ સૂર્યગ્રહણ દેખી પ્રેરણા મેળવી. ૩ – કરકંડ નૃપને રસ્તામાં પડેલ અશકત બળદને દેખી પ્રેરણા મળી. ૪ -- નમીરાજે કંકણુનાં ખખડાટનાં નિમિત્તે પ્રેરણા મેળવી. ૫ – એ જ પ્રમાણે દુર્મુખ અને નગઈને પણ ઈન્દ્રરથંભ અને પત્રરહિત આંબાને જઈ પ્રેરણા મેળી. ૬ – ભરત ચક્રવતીએ અરીસા ભુવનમાં પ્રેરણા મેળવી.
સાધના પથે– પત્રની પગદંડી
૨૪૭
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org