________________
=
=
=
પૂજ્ય ગુરૂદેવ કવિલય પં. નાનચન્દ્રજી મહારાજ જન્મશતાલિદ સ્મૃતિગ્રંથ
-
-
-
ચિદાનંદજી, યશવિજયજી અને શ્રીમદને થયેલ, એના ચમકારા એના કાવ્યમાં દેખાય છે. “અવધૂ નટ નાગરકી બાજ. (આનંદઘનજીના) એ પદમાં ચેકનું અદ્વૈત દર્શન “જલધર બુંદ સમુદ્ર સમાણી”- “અબ લાગી?” એ ચિદાનંદજીના પદમાં ચેતન અબ મેહે દરસન દીજે.” એ યશોવિજયજીના પદમાં અને શ્રીમદ્ તે ચેકનું લખે છે “કલાકાર સર્પ, અધિષ્ઠાન હરિ એ સિવાય અમને કાંઈ સૂઝતું નથી.” જેનશાસ્ત્રમાં “g ag” “ gi નળ સે સવં નાન” એટલે એકમાં સર્વ છે. આ અર્થને એ દષ્ટિવાળા જ સમજી શકે. એ ઘડ બેઠા પછી જીવનને પ્રવાહ કરે છે. જીવનમાં દષ્ટિ બદલવાની જરૂર છે. સોનગઢી વાત તે અધ્યાત્મની કરે છે પણ અક્રિય, શક, દષ્ટિ વગરની. તમને ઝાંખી પણ દૃષ્ટિ પ્રગટી છે તેથી એ પ્રકારનું જ દેખાય છે. કુદર ની રચના, રમણીયતા તરફ દષ્ટિ જાય છે એથી જ બહારના વ્યવહારો ફીક્કા રસહીન લાગે છે અને લાગવા જ જોઈએ. ઉપયોગ વધુ વાર ઢકે છે. બીજા સંગે, હકીકતે રૂચતી નથી છતાં તમારી પાસે કામ કરાવે છે કે તમે કર્યું જાઓ છો. મારા આટલા સેવકોમાં તમારી ભૂમિકાએ હજી કોઈ દેખાતું નથી.
મારા શરીર માટે તમે ચિંતા ન કરો. વૃદ્ધ શરીર થાય એટલે ધાર્યું કામ ન આપે, તથાપિ ગાડી ઠીક ચાલે છે. મને ભરોસો છે નાથનો. એ દોરે છે હું દેરાવ છું. મારું કર્યું કે ધાર્યું થોડું થાય છે? એની કૃપા દેખાય છે. તમાં રસ્તા પર ચાલી રહ્યા છે એ દેખી મને ખૂબ આનંદ થાય છે. અનાસકતભાવ હોય ત્યારે અર્પણતા પ્રગટે છે. સંપૂર્ણ અર્પણતાને તે વાર લાગવાની પણ એ તરફનું વલણ છે. મૂલ્યાંકન, ભાન મેં નથી કરાવ્યું પણ તમારામાં આપોઆપ ઉઘાડ થયે છે. તમારામાં એ ગ્યતા છે. હું તો નિમિત્ત છું. વ્યવહારિક કાર્યોમાં મિશ્રતા છે. તદ્દન નીરસતા નથી. એમાં પણ ક્રમ છે. ધીમી ગતિએ ચલન થાય છે. કાર્યમાં ઉદય તો ખરો, પણ તે સાથે તણાવામાં જેટલે રસ એટલી સ્વાર્થની ગંધ. નિઃસ્વાર્થતા પ્રગટે એટલે બંધ જ નથી. કુટુંબી કાર્ય છોડી ન શકવામાં લેણ-દેણમાં પણ થોડા કારણે ગૂંથાયા હોય છે. એની ચિંતા ન કરવી. સ્થિતિ પાક કાળે આપોઆપ સત્સંગ, અનાસકતતા પ્રગટશે લક્ષ ન ચૂકાય. એકની જ બધી રમત છે. દેખાતા દશ્યમાં પ્રલોભન જેવું કશું જ નથી. ઘણું કાળની ભ્રમણું, ટેવ, અભ્યાસ છે. તેને છોડવા ખૂબ ધ્યાન, ચિંતન, મનન કરવું. એ તમે કરો છો.
દ: ભિક્ષુ
૩૭
સાયલા,
તા. ૫-૨-૫૫ ૦ ૦ ૦ ધાર્યું ધણીનું થાય. તમે ૨સ વિના કાર્ય કરે છે પણ પ્રભુ અર્થે–રસથી ડ્રખ્યા સિવાય-કામ કરતાં થાઓ. પ્રસન્નતા ને આનંદને ન ગુમાવશે. મુશ્કેલીમાં જ સાચી કસોટી થાય છે. એમાં જ વિકાસ સધાય. મુશ્કેલી પણ એણે જ મોકલી છે. એ રાખે તેમ રહેવું અને મેજમાં રહેવું. અણગમે, બેચેની એ મારા નાથને પસંદ નથી. એની રમત જ એવી છે. માટે એ રમતને રમત સમજી જોડાવું અને વગર ખેંચે સુંદર કામ કરી બતાવવું ૦ ૦ ૦ પાસે તમારા સંભારણા થયા હતાં. તમારા માટે જે છે તે બરાબર છે. જરાય મુંઝાવું નહિ. આનંદથી જાવું. કેઈ દુશમન કે પર નથી. અંદરના દશમને બરાબર ખ્યાલ રાખી ચેતતા રહેવું. તમારી અંતરદશા માટે સંતેષ લેવા જેવું છે. વ્યવહારના દરેક કાર્યમાં ઓતપ્રોત ન થતાં મધ્યસ્થવૃત્તિ રાખવાથી બધી મૂંઝવણ ધીમે ધીમે શાંત થઈ જશે. જે વાતાવરણમાં તમારે વસવાનું છે તે ચારેકોરથી લૌકિક ભાવનાથી રંગાયેલ છે. અને તમને લોકોત્ત૨ ભાવનાને ચેપ લાગે છે એટલે શરૂઆતમાં અકળામણ થવાની જ. પરંતુ જેમ જેમ આંતરિક ભાવનાથી, નિજ સામર્થ્યથી લકત્તર ભાવ છે કરણમાં મજબૂત બનતો જશે તેમ તેમ તમારું વિશિષ્ટ સ્થાન નકકી થતું જશે. પણ એ બધો આધાર તમારા પુરુષાર્થ ઉપર જ છે. કંટાળવાની કોઈ જરૂર નથી. જરૂર છે માત્ર નિજ રમણતા માટે સંકલ્પબળની. જે લક્ષ જાગ્રત થયું છે તે કાળક્રમે એ બળ પણ આવી જશો. નિરાશ થવાની પણ જરૂર નથી. જીવનશોધન, ગીતામંથન ફરી ફરીને વાંચશે, એ પ્રેરક ગ્રંથ છે. એ જ. અમે શાંતિમાં છીએ. ઘરમાં બધાને પ્રભુસ્મરણ.
દઃ ભિક્ષુ
૨૪૦ Jain Education International
જીવનઝાંખી www.jainelibrary.org
For Private & Personal Use Only
For Private & Personal Use Only