________________
પૂજ્ય ગુરુદેવ કવિલય પં. નાનચન્દ્રજી મહારાજ જનમશતાહિદ સ્મૃતિગ્રંથ
સાધના પથે-પત્રોની પગદંડી (વિવર્ય ગુરુદેવશ્રી નાનચંદ્રજી મહારાજ સાહેબનાં આધ્યાત્મિક પત્રો) (પૂ. ગુરુદેવે જુદી જુદી વ્યકિતઓ ઉપર લખેલા પત્રમાંથી, બહુજન સમાજને ઉપયોગી જણાતા પ્રત્રો તથા તેના અમુક ભાગ અહીં રજૂ કર્યા છે. અત્રેના સંબોધને અનાવશ્યક હોવાથી રદ કરેલ છે. જે જે વ્યક્તિઓએ આ પત્ર આપ્યા છે તે સૌનો અમે આભાર માનીએ છીએ – સં. )
: સંગ્રહ અને સંકલન : મહાસતી શ્રી દમયંતીબાઈ આર્યા મહાસતી શ્રી કલાવતીબાઈ આર્યાજી
તા. ૧૮-૯-૦૮ ૦ ૦ ૦ સમજવા છતાં મનુષ્ય શુભ પંથ તજી દઈ અશુભ પથે કેમ વળે છે? તે વિષે નીચેના વાકયે કોમળ હૃદયમાં કેતરી રાખવા ભલામણ છે :
માણસને જ્યાં સુધી આત્મિક સુંદરતાનું અવલોકન અને અપૂર્વ વસ્તુનો અનુભવ ન હોય, ત્યાં સુધી પગલ પરથી મનોવૃત્તિને પાછી વાળવી અશક્ય છે. કારણ કે જે સમજાય છે તે સામાન્ય અને પરોક્ષ છે અને લલચાવનારી બાહ્ય સુંદરતા પ્રત્યક્ષ છે. આત્મિક સુંદરતા ઊંડા પ્રદેશમાં અદશ્યપણે રહેલી છે. લોકે પથ્થરને મૂકી પારસમણિને સ્વીકારે એ સ્વાભાવિક છે, પરંતુ પારસમણિ તે દેખાતો નથી -- અત્યન્ત અદશ્યપણે રહેલ છે. માત્ર તેની કથની દષ્યમાન હોય એમ અનુભવાય છે. તે પણ એ આનંદનો ઝરો પ્રગટ કરવાનાં સાધને આપણી પાસે પરિપૂર્ણ છે. આત્મા અખૂટ ખજાનાને માલિક હોવા છતાં ભિખારી બનીને રખડે છે, પરંતુ દટાયેલ દેલત વડે બનેલ ભિખારીને શ્રીમંત થતાં કેટલી વાર અને શી મુશ્કેલી પડવાની છે?
આપણી સ્વાધીન રહેલ અપરિચિત શકિત માત્ર જ્ઞાનના અભાવે પરાધીનતા ભગવે છે. સૂર્ય જે પ્રકાશિત પદાર્થ અંધારામાં ઘેરાઈ ગયો છે. અખૂટ ખજાનો ખોલવાની ચાવી તમારી પાસેજ છે તેને લગાડતા શીખે.
પંથ ઘણે કાપવાને છે, મુસાફરી ઘણી લાંબી છે, સૂવાનું કે બેસી રહેવાનું આ સ્થળ નથી. યાદ રાખવું કે સાથે જોખમ ઘણું છે. રસ્તો વિકટ છે, અને જેમાં લૂંટારાઓ ઘણાં ઘૂમી રહ્યાં છે, જે સાધન વડે ધારેલ સ્થળે પહોંચવું છે તે જે ફંટાઈ ગયા તે આથમ્યા પછી અફસોસ ને ખૂટ્યા પછી ખેદ ને તૂટ્યા પછી તાણવા જેવું થશે.
તનું બીજ છે. નંગ જડેલાં સોનાના દાગીનાની લાલચે જિંદગીને કોયલા જેવી કરવી તે કરતાં સાદાઈ હજારગણી સારી છે. બનાવટી અત્તર કરતાં આત્માને અત્તર જે ખુબુદા૨ અને ઉત્તમ પ્રકારના ગુણરૂપ ભૂષણવાળા બનાવો એ આનંદદાયક છે.
પુરસદ વખતે ઉપરના દરેક વાક્ય વાંચશે. અધિકારી વિના બીજાને ન વંચાવશે. વાંચ્યા પછી મનન કરશે, નિદિધ્યાસન કરશે. આ પત્ર સાચવીને સદ્ પોગ કરશે. એજ. વિશેષ પ્રસંગે.
દઃ ભિક્ષુ
સાયલા,
તા. ૪ ૭-૨૪ ૦ ૦ ૦ પરમાત્માનું મરણ હદયમાં સ્થિર થાય તેટલા અધિકારવાળું હૃદય બનાવવું કે જેમાં નકામી કચરા જેવી ભાવના, વિચાર કે ઘટના ટકે નહિ. (યાદ જ ન રહે).
જ પૂ. ગુરુદેવ નાનચંદ્રજી મહારાજ જયારે કોઇને પત્ર લખતા, ત્યારે નીચે “દ: ભિક્ષુ” એ નામથી પોતાને ઓળખાવતા અને એ રીતે સહી
કરતા. અહીં પણ દરેક પત્રમાં, વાચકે એ રીતે સમજવું. સં.
સાધના પથે– પત્રોની પગદંડી
૨૧૯
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org