SearchBrowseAboutContactDonate
Page Preview
Page 236
Loading...
Download File
Download File
Page Text
________________ મધ્ય ગુમ0 કવિલય પર તાનસન્ટજી મહારાજ જન્મશતાબિલ અતિથી ટૂંકામાં, જૈન તત્વષ્ટિના વિશદીકરણનું આ એક ચિત્ર છે. આ ચિત્રને નજર સામે રાખી હવે તેનું વિગતથી સ્પષ્ટીકરણ કરીએ, તે પહેલાં - અહીં નેંધ કરવી જરૂરી છે કે, પૂજ્ય ગુરુદેવનું પદ્યસાહિત્ય નીચેનાં બે પુસ્તકમાં પ્રસિદ્ધ થયેલ છે - ૧ - સુબોધ સંગીતમાળા – ભાગ ૧ - ૨ - ૩ ૨ - ભજનપદ પુપિકા – આવૃત્તિ ૭ મી લગભગ ૪૦૦ ઉપર પદ - પુષ્પોની રચના કરેલ છે. જેમાં પ્રાર્થના, સ્તુતિ, સદગુરુ, વૈરાગ્ય, અધ્યાત્મ, ઉદબોધન, સમાજસુધાર, આલેચના વગેરે વિવિધ વિષયોને આવરી લઈ, શાસ્ત્રીય સંગીત તેમ જ પ્રચલિત રાગો (તે સમયના) અને ભજનોના ઢાળમાં પોતાના હૃદયભાવોની અભિવ્યકિત કરેલ છે. સમગ્ર રીતે એ પદપુષ્પની સમાલોચના કરીએ તે એક મેટ ગ્રંથ થવા પામે. તેથી અહીં તે હું જે હેયે ચડ્યું તે લઈને ઉપર જણાવેલ “ત્રિતત્વની સહજભાવે કયાં ગોઠવણ થવા પામી છે તેનું અવલોકન કરું છું. આ ચિત્રમાં દેવ તરીકે વીતરાગ તીર્થકર વગેરે અવતારો, એમ મુખ્ય બે પ્રકાર લીધા છે. જ્યારે ગુરુઓમાં (૧) અપ્રમત્ત, (૨) માર્ગદર્શક અને (૩) સર્વ સામાન્ય સાધુસંતે મુખ્યત્વે લીધા છે. અપ્રમત્ત ગુરુઓ કરતાં પૈગંબર વગેરે અવતારોનું મૂલ્ય એ દષ્ટિએ વિશેષ છે કે વીતરાગ તીર્થકરના અભાવમાં પૈગંબર વગેરે અવતારે જ પ્રત્યક્ષરૂપે અભિનવ દર્શન કરાવે છે. અપ્રમત્ત ગુરુઓ પ્રવૃત્તિલક્ષી નિવૃતિમાં પ્રાયઃ રહેતા જણાય છે, જ્યારે પૈગંબર વગેરે નિવૃત્તિલક્ષી પ્રવૃત્તિમાં જ મશગુલ રહેતા હોય છે. અનાસકિતયોગ એ જ એવા પૈગંબર વગેરેનો આત્મા છે. ધર્મના અહીં મુખ્યત્વે ત્રણ પ્રકારે લીધા છેઃ- (૧) નીતિપ્રધાન, (૨) માનવતાપ્રધાન અને (૩) સર્વાગી મ તે ધર્મમાં આસ્તિકતા આવી જાય છે; પણ આસ્તિક-નાસ્તિક પ્રકરણ અલગ લીધું છે. જેમ ભૌતિકવાદ એ સીધી નાસ્તિકતા છે તેમ સાંપ્રદાયિક કરતા, રાષ્ટ્રીય ઝનૂન, અંગત મૂઢ સ્વાર્થ અને સામાજિક ઝનૂન પણ નાસ્તિતાને જ પ્રકાર છે અને તેના ઉપર કવિવર્ય મુનિશ્રી નાનચંદ્રજીએ અજબ પ્રહાર કર્યો છે. એવું જ આસ્તિકતા વિષે(૧) આત્મદર્શનની તાલાવેલી, (૨) પુનર્જન્મ- પૂર્વજન્મની યાદી, (૩) અવસ્થાઓનું ઊંડું નિરીક્ષણ અને (૪) ગુરુ સમર્પણ એ ચારે ય આસ્તિકતાનાં સૂચક અગે છે. ઊંડાણથી જોઈએ તે ઈશ્વર કન્યવાદ એ પણ નાસ્તિતાનું જ એક લક્ષણ છે. અહીં એક ચોખવટ જરૂરી છે. જ્યાં સાચેસાચ ગુરુસમર્પણ હોય ત્યાં ઈશ્વરકર્તવવાદ આશીર્વાદરૂપ બની શકે ખરો. કારણ કે ત્યાં અહંતા-મમતા, રાગ-દ્વેષ અને સ્વચ્છેદ-પ્રતિબંધ દૂર કરવાના આધારરૂપે ગુરુ પોતે જ પરમાત્મા સ્વરૂપ બની ઈશ્વરકર્તવવાદ માત્ર અવલંબન પૂરતો જ લેવડાવે છે. આથી ત્યાં અનેકાંતવાદનો અને પાંચ સમવાય (પ્રારબ્ધ, પુરુષાર્થ, નિયતિ, કાળ અને સ્વભાવ)ની એક યા બીજા પ્રકારે હસ્તી આબાદ રહે છે. ગીતાના પાંચમા અધ્યાયના ચૌદમા–પંદરમાં બ્લેકમાં સાચેસાચ સદગુરુ- સમર્પણ અર્જનમાં નથી દેખાયું, ત્યાં સુધી શ્રીકૃષ્ણ ગુરુ ઈશ્વરકતૃત્વવાદને યથાર્થ રીતે છેદ ઉડાડે છે. પરંતુ જ્યાં સાચું સમર્પણ જરા પણ નિહાળે છે ત્યાં દશમા અધ્યાયના આઠમાં શ્લેકના પ્રારંભમાં જ “મટું સર્વસ્ત્ર પ્રમવો, મર: સર્વ પ્રવર્તત” કહી જ દે છે. અને તે અધ્યાય પૂરો થાય ત્યાં અગિયારમાં અધ્યાયના પ્રથમ શ્લોકમાં અર્જુનનો મોહ નષ્ટ થયે, એમ અર્જુનના સ્વમુખે જ કહેવાયું છે. પ્રત્યક્ષ સદ્દગુરુગ અથવા સાચું સમર્પણ ન થાય ત્યાં લગી ઈશ્વરક ત્વથી જ પ્રારબ્ધવાદ આદિ નિષ્ક્રિયતાઓનું જાળું આધ્યાત્મિક શુદ્ધિની આડું આવે છે, અને ઘણીવાર માનવી કર્તવ્ય અને પુરુષાર્થ ચૂકી જાય છે. આવું જ જોખમ વ્યક્તિગત મેક્ષવાદમાં છે. ખરી રીતે તે વ્યક્તિ, સમાજ અને સમષ્ટિની સમતુલા સાચવીને સર્વાગીપણું પામી મેક્ષ પમાય છે અને મોક્ષમાર્ગ સૌને માટે આથી ઉઘાડ થઈ જાય છે. તે શક્તિ કર્મવાદની યથાર્થતામાં છે. એથી કર્મવાદ એ દષ્ટિએ આસ્તિકતાનું લક્ષણ છે. પણ ગુરુદેવનાં કાવ્યોમાં ઈશ્વશ્ક ત્વવાદને ઈન્કાર હોવા છતાં સાચા સમર્પણ માટે એક યા બીજી રીતે ઈશ્વરીય પ્રેરણાવાદને સ્વીકાર તો છે જ, અને તે અતિશય જરૂરી છે. તે દ્વારા વ્યકત – અવ્યકતની ભક્તિ પણ આવી જાય છે અને સમાજસેવાની સમતુલા જળવાય છે. આથી કર્મવાદ અને ઈશ્વરવાદનાં તેવાં વાસ્તવિક મથાળાં નીચે પણ થોડી કાવ્યવાનગી અહીં ટૂંકમાં આપી છે. ગુરુદેવની કાવ્યપ્રસાદી Jain Education International ૧૯૩ www.jainelibrary.org For Private & Personal Use Only
SR No.012031
Book TitleNanchandji Maharaj Janma Shatabdi Smruti Granth
Original Sutra AuthorN/A
AuthorChunilalmuni
PublisherVardhaman Sthanakwasi Jain Shravak Sangh Matunga Mumbai
Publication Year
Total Pages856
LanguageGujarati, Hindi
ClassificationSmruti_Granth & Articles
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy