SearchBrowseAboutContactDonate
Page Preview
Page 234
Loading...
Download File
Download File
Page Text
________________ પૂજ્ય ગુરુદેવ કવિવય પં. નાનચન્દ્રજી મહારાજ જન્મશતાબ્દિ સ્મૃતિગ્રંથ ગુરુદેવની કાવ્યપ્રસાદી વિવરણ મુનિશ્રી સતબાલજી “કવિ જન્મે છે, થતા નથી ” એ કવિવ્યાખ્યા જોઇએ કે વેદોની ઋચાએમાં વિર્મનીષી રિમૂ: સ્વયંમૂ: એ આદૃષ્ટારૂપ કવિનું સ્વરૂપ જોઇએ; એ બન્ને વાતેા ગુરુદેવના પદ પુષ્પામાં મળી આવે છે. શ્રી કેદારનાથજી ગુરુદેવનું ‘માનવતાનું મીઠું જગત' વાંચીને જે અભિપ્રાય આપે છે, તેમાં “સમાજમેં ચલતે હુએ આધ્યાત્મિકતા કે ગલત ખયાલ બદલને ચાહિએ. ચેાગ્ય ઉપદેશસે યહ કા હૈ! સકતા હૈ.” એમ જ્યારે કહે છે; ત્યારે ખાતરી થાય છે કે ગુરુદેવે પેાતાની કાવ્યમય વાણીમાં આખુયે આધ્યાત્મિક જગત ધરમૂળથી નવારૂપે રજૂ કરી દીધું છે. અને સ્વામી વિવેકાનંદ જે ફરિયાદ રજૂ કરે છે - “મૈને ભારતમેં ચારે ઓર મુસાફિરી કરકે દેખા તે સત્ર દેશાચાર કા હી પ્રાબલ્ય માલૂમ હોતા હૈ.. લેાકાચાર, દેશાચાર ઔર સ્ત્રી – આચારને ઇસ યુગમેં શ્રુતિસ્મૃતિયોં કા સ્થાન છીન લિયા હૈ. કોઇ કિસીસે કુછ કહને જાતા હૈ તે! ભી સુનને કી કેાઈ પરવાહ નહીં કરતા. ભટ્ટાચાર્ય બ્રાહ્મણાં ક થડે પૈસે મિલે કિ ચાહે જૈસે વિધિ-નિષેધ લિખ દેતે હૈ...” ભારતની દુર્દશાની તે ફરિયાદ જૈનધર્મની વ્યાસપીઠ પરથી દૂર કરવા ગુરુદેવે પ્રમળ પુરુષાર્થ કર્યો છે; તે તેમનાં પપુષ્પામાં સ્પષ્ટ દેખાઈ રહે છે. ગાંધીજીએ ‘ભારતદ્વારા જગતને! ઉદ્ધાર થશે' એમ જે ભાખેલુ તે ગુરુદેવને હૈયે ખરાખર વસી ગયેલું અને તેથી જ ભારતદ્વારા વિશ્વને દરવામા જે પૈગામ ગાંધીજી લાવેલા તેને તેમણે પ્રખળ પુરસ્કાર કરેલેા; તે પણુ આપણે એમની ‘ જીવનઝાંખી’માં જોઈ શકીશુ એ વાંચ્યા પછી પૂ॰ ગુરુદેવની કાવ્યપ્રસાદી રૂપે ‘પદ્મપુષ્પાવલી' માં પોતે પેાતાનું હૃદય કેવુ રસેલુ છે તે સમજવા માટે જૈન તત્ત્વૠષ્ટિને જરા વિશરૂપે સમજી લેવાની જરૂર છે. 144 જૈન પરિભાષા મુજબ દેવ, ગુરુ અને ધર્મ એ ત્રણ શબ્દો સાચા જ્ઞાનના પ્રખળ કારણરૂપ છે. પૂર્વાચાર્યાએ એને ‘ત્રિતત્ત્વની આરાધના કહેલ છે અને એને અં પણ એ રીતે સમજાવેલ છે. અર્થાત્ સાચા દેવ, સાચા ગુરુ અને સાચે! ધર્મ એ ‘ત્રિતત્ત્વ’ની ઉપાસના એ જ જૈન તત્ત્વદ્રષ્ટિનું અંતિમ લક્ષ્ય છે. અહીં હું એ જ ‘ત્રિતત્ત્વ’ને પાયામાં રાખી માત્ર જૈન પૂરતું જ નહિ પણ વિશ્વ વિશાળ માનવસમાજ પણ એ ‘તત્ત્વ'ને સમજીને અપનાવી શકે એવુ વ્યાપક બનાવવામાં, પૂ. ગુરુદેવે પદ્મ-પુષ્પાના માધ્યમથી કેવા ઉદાત્ત અને ભવ્ય પુરુષાર્થા કરેલ છે તે હું યકિચિત્ સ્વરૂપે, અહીં આ વિવરણુ દ્વારા રજૂ કરવા માગું છું. 5. મધુકરવૃત્તિ અવલેાકન કરવાથી જાણી શકાય છે કે પુષ્પ-પરાગનારસના ભોગી ભમરા, બગીચામાં ઘૂમી ઘૂમીને દરેક પુષ્પના મધ્ય ભાગ પર બેસી, તેના સત્ત્વરૂપી પરાગનું, કાળજીપૂર્વક ઉત્ખનન કરે છે અને પછી પરાગરસનું આસ્વાદન કરી પેાતાને તૃપ્ત કરે છે. તે જ પ્રકારે અત્યારે હું મારા પૂજ્ય ગુરુદેવની સર્જનાત્મક શકિતએ રચેલા ‘પદ્મ-પુષ્પા’ના સત્ત્વનું મધુકરવૃત્તિથી ઉત્ખનન કરી, તેનેા આસ્વાદ ચાખવા માગું છું અને પરોક્ષ રીતે તેના અનુરાગી વને એ રસના સ્વાદ ચખાડવા માગું છું. અસ્તુ....અહીં જે મધુકરવૃત્તિ'ના ઉપનય રજૂ કર્યો છે તે તે। પ્રસંગવશાત્ જણાવેલ છે. પરંતુ મારે જે વસ્તુ પૂરગરૂપે અહીં રજૂ કરવી છે તે તે‘ જૈન તત્ત્વદ્રષ્ટિ'નુ વિશઢીકરણ છે. ખીજા શબ્દોમાં કહું તે! એ જ સદર્ભમાં પદ્મપુષ્પામાંથી પરાગરસ ખેંચવાની આ એક પ્રકારની ઉત્ખનન ક્રિયા છે. C જૈન તત્ત્વદૃષ્ટિનું વિશદીકરણ '' ગુરુદેવની કાવ્યપ્રસાદી "3 તેથી સાથી પહેલાં, હું પેલા ‘ ત્રિતત્ત્વ ’ ને કયી રીતે વિશદ કરવા માગું છું – એટલે કે તેને વ્યાપકરૂપે તેમ જ ઊંડાણથી કેવી રીતે સમજયા છું તેનુ એક સુરેખચત્ર નીચે મુજબ દારુ છું: Jain Education International For Private Personal Use Only ૧૯૧ www.jainel|brary.org
SR No.012031
Book TitleNanchandji Maharaj Janma Shatabdi Smruti Granth
Original Sutra AuthorN/A
AuthorChunilalmuni
PublisherVardhaman Sthanakwasi Jain Shravak Sangh Matunga Mumbai
Publication Year
Total Pages856
LanguageGujarati, Hindi
ClassificationSmruti_Granth & Articles
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy