SearchBrowseAboutContactDonate
Page Preview
Page 161
Loading...
Download File
Download File
Page Text
________________ પજ્ય ગુરુદેવ કવિલય પં. નાનચંદ્રજી મહારાજ જન્મશતાહિદ સ્મૃતિગ્રંથ નિયમની જરૂર પ્રતિજ્ઞાને બરાબર સમજી લેવી એ આવશ્યક છે. જીવનને નિયમિત બનાવવું જોઈએ. ખાવા-પીવાની વસ્તુઓ, શરીર પર રાખવાની, પહેરવાની કે ઓઢવાની ચીજો પર પણ અંકુશની જરૂર છે. જે ફાવે તે ખાવું, ગમે તેવી પવિત્રઅપવિત્ર વસ્તુને ઉપયોગ કરે, તેમાં લેશ પણ સંકોચ ન રાખે; એ શારીરિક, આર્થિક, ધાર્મિક દ્રષ્ટિએ ભારે હાનિકારક છે. આ સ્વછંદતાના જમાનામાં નિયમને પણ પરતંત્રતા ગણી કાઢવામાં આવે છે, પણ તે મહાન ભૂલ છે.” કૌટુંબિક કર્તવ્ય માનવી ત્યારથી જમે ત્યારથી એનાં બૌધિક અને શારીરિક અને પ્રકારનાં બળને લાભ જે એની પિતાની જાતને બાદ કરીએ તે કુટુંબને મળે છે. માનવી જાત જંગલી દશામાં હતી, ત્યારે પણ કુટુંબવ્યવસ્થા હતી જ. પ્રાણીમાત્રને કૌટુંબિક કર્તવ્ય હોય છે. આ રીતે (શરૂઆતમાં) “મૂઢ સ્વાર્થત્યાગ ” એ જ જો ધર્મની વ્યાખ્યા લઈએ તે મનુષ્યના વિકાસનું પ્રથમ પગલું કુટુંબને અર્થે “મૂઢ સ્વાર્થ ત્યાગ નું છે. વિશ્વવ્યાપકતા સુધી જે ધર્મની વ્યાખ્યા લંબાવીએ તો પ્રથમ પોતાના દેહની સંકીર્ણતામાંથી નીકળી, એ કુટુંબ જેટલો વ્યાપક બને છે અને એ વર્તુલ પણ વધી આ કૌટુંબિક કર્તવ્યની પૂર્ણતાએ તે મનુષ્ય ત્યારે જ પહોંચે છે કે જ્યારે એ જગત એટલે વ્યાપક અને ઉદાર બને છે. “૩ારતાનાં 7 વસુધૈવ દુ ” એ ભૂમિકાએ ન પહોંચે ત્યાં લગી એના કુટુંબકર્તવ્ય અપૂર્ણ હાઈ કર્તવ્ય બજાવવામાં કઈ ને કઈ દોષ રહેવાને કે જે દ્વારા એ પોતાના આત્માને અને વિશ્વને બાધક થઈ પડે. હું તમારી સામે રામાયણમાંથી એ કૌટુંબિક આદર્શ ખડે કરવા માગું છું કે જે આદર્શ સામે રાખી તમે ક્રૌટુંબિક કર્તવ્યને વફાદાર રહી શકે અને છતાંય આત્મહિત અને વિશ્વહિતને આંચ ન આવે. કુટુંબ પછી અનુક્રમે સમાજ, દેશ અને વિશ્વ સુધી કર્તવ્યનું ક્ષેત્ર વિસ્તરે છે. જ્યાં લગી કુટુંબ, સમાજ અને દેશ લગી એની મર્યાદા રહે ત્યાં લગી એને કર્તવ્ય, ફરજ અથવા (ધર્મલક્ષ) નીતિ કહેવાય છે, પણ જ્યારે એ કર્તવ્ય અનહદ એટલે કે વિશ્વવ્યાપક બને છે, ત્યારે તેને ધર્મ કહેવાય છે. દાંપત્ય “કૌટુંબિક ફરજેની સાથે જ અનેકવિધ કસોટીએ ચઢતાં–અનુભવની સાથે ચઢતાં-એનું જીવન સુશોભિત અને ખુશનુમા બને છે. ત્યારે એ કઈ પણ આત્મીય સહચાર વિના રહી શકતું નથી. એ ભૂમિકાના નરહદયનું નારીહૃદય સાથે જોડાવું તે લગ્ન. પાનીની પતિમાં અને પતિની પત્નીમાં સમર્પણતા તે દાંપત્ય. જાયા (પત્ની) અને પતિ બને શબ્દ ઓતપ્રોત થઈને જ દંપતી શબ્દ બને છે. એ દંપતી ધર્મ તે જ દાંપત્ય. આથી દાંપત્ય એ (આદર્શ) ગૃહસ્થજીવનને પાયો છે. પતિ-પત્ની વચ્ચે જે એકરસતા હોય તો પરસ્પરની પ્રેરણાથી એમને અંગત વિકાસ ઝડપી થાય અને જગતને પણ એ ઉપયોગી થઈ પડે. આવી એકરસતા તો ત્યારેજ જામે કે જે વિકારપૂર્તિને બદલે દાંપત્યને આદર્શ બ્રહ્મચર્ય હોય; વીર્યની કિંચિત ખલના પણ એને શલ્યની જેમ સાલે; “ના ધનાએવી ગૃહસ્થાશ્રમની સ્વ-વિષયક મર્યાદાથી અધિક છૂટ લેવામાં આવે તો તે પણ એટલે અંશે એ દાંપત્યની શુદ્ધતા ખંડિત થયેલી માને; એવાં દંપતીની ભૂમિકા પ્રણયકોટિની ગણાય.” સમાધમને પાયો : સંગઠન * સમાજ એટલે સમાન ગુણધર્મ ધરાવતાં માનવીઓનું મંડળ, મનુષ્ય જેમ જેમ સુધરતું જાય છે તેમ તેમ વ્યાપક થતો જાય છે. એ તો દેખીતી જ વાત છે કે વ્યાપકતા અને વ્યવસ્થાથી એને પિતાને અને જગતને લાભ થાય છે. જડ પદાર્થો પણ સજાતીય પદાર્થોની સાથે સંગઠિત થઈ એકરૂપ બની જાય છે. તો વિવેકબુદ્ધિને ધારણ કરનાર માનવી જે સંગઠનબળ ન કેળવે અને જીવનમાં ન ઉતારે તે માનવ પિતાના મનની શકિતને કેટલો દુરુપયોગ કરે છે, એ સહેજે કળી શકાય છે. વિવેકબુધિને જે મનુષ્ય સદુપયોગ કરે તે એકમાંથી એકવીસ વ્યકિતઓનું બળ પોતામાં પ્રગટાવી શકે છે. એ રીતે સમાજને અખંડ અને અવિભકત બનાવી, જનકલ્યાણ સાધવામાં માનવતાને વિકાસ અને વિજય છે. માનવી માનવશરીરે, વણે કે ગુણે ભલે જુદો હોય, પણ હાર્દિક બંધુતાની ગાંઠે એ બંધાયેલ હોવો જોઈએ. ૧૧૮ જીવનઝાંખી www.jainelibrary.org Jain Education International For Private & Personal Use Only
SR No.012031
Book TitleNanchandji Maharaj Janma Shatabdi Smruti Granth
Original Sutra AuthorN/A
AuthorChunilalmuni
PublisherVardhaman Sthanakwasi Jain Shravak Sangh Matunga Mumbai
Publication Year
Total Pages856
LanguageGujarati, Hindi
ClassificationSmruti_Granth & Articles
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy