SearchBrowseAboutContactDonate
Page Preview
Page 159
Loading...
Download File
Download File
Page Text
________________ (પૂય ગુરુદેવ કવિવય પં. નાનચન્દ્રજી મહારાજ જન્મશતાદિ સ્મૃતિગ્રંથરે ભેદભાવ તે વાડાબંધીની ભાવનામાં જ છે. ધર્મ અને સાંપ્રદાયિકતાનો ભેદ બરાબર સમજ જોઈએ. ધર્મ એ તે સદા અને સર્વથા માનવજાતને જીવંત, પ્રાણવાન અને તેજસ્વી રાખનાર દિવ્ય પ્રકાશ છે. ત્યારે સાંપ્રદાયિકતા એ તો માનવ-માનવ વચ્ચે ભેદભાવની મોટી દીવાલ ઊભી કરનાર કિલ્લેબંદી છે. એટલે જ દરેક યુગમાં યુગપ્રધાન પુરુષેએ પોતપોતાનાં દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવ પ્રમાણે ધર્મના જ અમુક અંશની સ્થાપના કરી માનવજાતિમાં નવચેતન રેડ્યું હોય છે અને એ રીતે દરેક ધર્મનું જુદી જુદી ભૂમિકાઓથી પ્રસ્થાન થયેલું હોઈ તે દરેકનું ધ્યેય એક જ છે.” ધર્મોમાં વિકૃતિ કયારે? “પરંતુ જયારે એ પ્રાણપૂરક મહાપુરુષ પિતાનું કાર્ય પાર પાડી કુદરતને ખોળે પિતાની જાતને સમાવી દે છે, ત્યારે તેને ફેલાયેલ પ્રકાશ ધીમેધીમે અદશ્ય થવા માંડે છે. જેમજેમ એ મંડળના સભ્યોમાં વારસાગત ધર્મપ્રાપ્તિની ભાવના પ્રચાર પામે છે. તેમતેમ સમય વધતાં જતાં ગુણપૂજા મટી વ્યકિતપૂજા અને વ્યકિતપૂજા મટી છેવટ ક્રિયાકાંડનાં ખાંની પૂજા થવી શરૂ થાય છે. આ રીતે મૂળતત્ત્વ ભુલાય જવાથી સાંપ્રદાયિક ભાવથી સંકુચિત વૃત્તિનો ઉદ્દભવ થાય છે. અને પ્રેમ, ઉદારતા, સેવા અને તિતિક્ષાને સ્થાને દ્વેષ, ઈર્ષા, મૂઢતા, અભિમાન અને અસહિષ્ણુતા ઉદ્દભવે છે. લઘુતા અને નમ્રતાને બદલે દંભ, અભિમાન અને પાખંડ પોષાય છે. આ સાંપ્રદાયિકતાને પરિણામે (મૂળ) વસ્તુને ભૂલી જઈ માત્ર બહારનાં ખોખાને વળગવાની આદત પડી જાય છે. પછી સંપ્રદાયને મોહ એટલે બધે વધી જાય છે કે સંપ્રદાયનાં ઓઠાં નીચે જ એક જાતની મલિન મનોવૃત્તિ ઉપજે છે; એને પાછળથી એ મહાન પુરુષના નામનું ઓઠું લઈ એ સંપ્રદાયના માંહોમાંહે પણ અનેક પેટા વિભાગ ફેટી નીકળે છે અને પછે માનવસમાજ હંમેશના જૂના ચીલે ચાલે છે.” વિભૂતિએ ત્યારે જ પાકે છે! જયારે જયારે સામાજિક જીવન અત્યંત સ્વાર્થપરાય તેમ જ અસ્તવ્યસ્ત બની જાય છે ત્યારે ત્યારે આ વિશ્વના ઉદ્ધાર માટે મહાન વિભૂતિઓ, સર્વ, મહાજનો, પિગંબરો અને પરમ-પુરુષે ઉત્પન્ન થાય છે. એવી અનેક વિભૂતિઓ આ ભારતવર્ષને આજ સુધી મળી ગઈ છે.” ઈન્દ્રિ અને શકિતને સદુપયોગ સૌથી પહેલાં ત્વચા, જીભ, નાક, આંખ અને કાનનો દાખલો લઈએ. સ્પશેન્દ્રિયના વિષયમાં તો પાગલ બનીને મનુષ્ય શકિત, ઈજજત, પ્રતિષ્ઠા અને લક્ષમીનો અક્ષમ્ય દુરુપયેાગ કરે છે. એની ચાવી રસેન્દ્રિયમાં છે. રસેન્દ્રિયના દુરુપયેગમાં પાંચે ઈન્દ્રિયેને દુરુપયેગ આવી જાય છે. ન ખાવાનું ખાય, હદ ઉપરાંતનું ખાય, વગર ભૂખે ખાય, અનિયમિતપણે ખાય, ન પીવાનું પીએ; ન બોલવાનું બેલે, આ બધા જીભના દુરુપયેગે છે. એ જ પ્રમાણે ચામડી (ત્વચા) આખા શરીરનું વેષ્ણન છે. એનાથી શરીરને નિભાવ છે, એની ઉપગિતા પણ ઘણી છે, પણ મનુષ્ય એની ઉપગિતા નથી સમજ્યો; એટલે જ તે એ સાધનો દુરુપયોગ કરી ધાતુક્ષીણ અને હતવીર્ય બની વ્યાધિઓને આમંત્રે છે. પથ્યાપથ્ય ખેરાક પારખવા માટે, ખાવા માટે અને બોલવામાં મદદગાર થવા માટે જીભ છે. એને બદલે સ્વાદમાં ફસાઈ જાય કે તરતજ વ્યાધિ અને વિકાર ફાટી નીકળે છે. એ જ તેને દુરૂપયોગ છે. નાક મૂળે તો શ્વાચ્છવાસની ગળણી છે, પણ સુગંધીને નાદ લાગે એટલે ફૂલે, અત્તર કે મેગરાની કળીઓ જેવા સુગંધવાળા પદાર્થો પાછળ ગાંડાતૂર બની જાય છે. એવા ઉન્માદથી પણ અનેક અનર્થો પ્રગટે. અને આંખ તે અદ્દભુત યંત્ર છે. કુદરતના દિવ્ય સંદર્યને ઝીલી મનને હલકી ભૂમિકામાંથી ઉપરની ભૂમિકા પર લઈ જવા માટે તે એક સ ત્તમ સાધન છે. પણ જ્યાં-ત્યાં એંઠી દૃષ્ટિ નાખીએ, ન જોવાનું જોઈએ; એટલે તેનાથી મન વ્યગ્ર અને ભ્રષ્ટ થાય છે. આવેશ અને આવેગ બનને વધે છે અને આખરે અમૂલ્ય આંખ ગુમાવી બેસીએ છીએ અથવા તો આંખવડે આપણું પોતાનું જ અધઃપતન કરીએ છીએ. કાન ઉચ્ચ કોટિનું અમૃતકથન સાંભળવા માટે છે. એને બદલે ઝેરી પુદગલનો પ્રક્ષેપ કરીએ, નિંદા કે વિકારી શબ્દ સાંભળીએ એટલે કાનમાં કચરો ભરાય અને ધારણાનું સુંદર યંત્ર બગડે. ઘણની એકધારી ફરિયાદ હોય છે કે યાદશકિત જરાય નથી. ક્ષણે ક્ષણે ભૂલી જવાય છે. મન નબળું છે, પણ એ સવાગે સત્ય નથી. તમે જ વિચારે. શું કેઈએ કડવું વચન કહ્યું હોય કે ગાળ દીધી હોય, તે તે જિંદગી સુધી ભુલાય છે ખરી? પૈસા ગણતા હોઈએ ત્યારે તો મન થીજી જ જાય છે. મન Jain Eden International For Private & Personal Use Only જીવનઝાંખી www.ja nelibrary.org
SR No.012031
Book TitleNanchandji Maharaj Janma Shatabdi Smruti Granth
Original Sutra AuthorN/A
AuthorChunilalmuni
PublisherVardhaman Sthanakwasi Jain Shravak Sangh Matunga Mumbai
Publication Year
Total Pages856
LanguageGujarati, Hindi
ClassificationSmruti_Granth & Articles
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy