SearchBrowseAboutContactDonate
Page Preview
Page 154
Loading...
Download File
Download File
Page Text
________________ ૫ગુરૂદેવ ડવિલય પં. નાનાસજી મહારાજ જન્મશતાહિદ સ્મૃતિગ્રંથ પ્રવચન – પરિમલ પ્રવચનકાર :- , કવિવર્ય શ્રી નાનચંદજી મહારાજ સંકલન – મુનિશ્રી સંતબાલજી [ પૂજય ગુરુદેવના પ્રવચનો, “ માનવતાનું મીઠું જગત” ભાગ ૧/૨ માં તથા ભાગ- ૩/૪માં સંયુકતરૂપે સંપાદિત થયેલ છે. તેમાંથી પ્રેરણાત્મક, સુવાસિત કંડિકાઓનું અહીં સંકલન કરેલ છે. બીજા શબ્દોમાં કહીએ તે પૂજય ગુરુદેવની વિચારધારાનું આ એક જાતનું દહન કે સત્તવ છે. સંપાદક] સુખની શોધમાં “લક્ષમી અને અધિકાર (સત્તા) ને યોગે તે સુખ વેદે છે, એ વાત ખરી પણ જેમ ઝાંઝવાનાં જળ દૂરથી પાણીરૂપે દેખાય છે, છતાં તે અસલ પાણી નથી; તે જ પ્રમાણે “થોડી વાર છે, હમણાં જ ઈષ્ટ વસ્તુ પ્રાપ્ત કરી લઈશ.” એમ માની આશામાં ને આશામાં જીવ પદાર્થ પાછળ દોડી રહ્યો હોય છે. પણ છેવટ સુધી દુઃખ મટતું નથી, સુખ ટકતું નથી. અને છતાં ય જમણું ભાંગતી નથી. આનું કારણ એ છે કે સુખ બહારના પદાર્થોમાં નથી. સુખ આપવું એ એમનો સ્વભાવ જ નથી. જે પદાર્થથી એક પ્રાણી સુખ અનુભવે છે; તે જ પદાર્થથી બીજુ પ્રાણી દુઃખને અનુભવ કરે છે એ અનુભવની બીના છે.” લેકપ્રવાહ જેમ આચરતો હોય તેમ જીવ આચરે છે. મારી ભૂમિકા, મારી ગ્યતા, મારી ફરજ કે મારે માર્ગ કયે? એનો વિચાર જીવ ભાગ્યે જ કરે છે અને કરે છે તો તે પણ સ્વતંત્ર રીતે નહીં. એને લીધે જ તે કર્તવ્ય ભૂ, માર્ગ પણ ભૂલે, સુખનાં સાધનો જ બંધનરૂપ થયાં. જે શકિત અંતરના દુશ્મનોને હણવા માટે હતી, તેનાથી તે પોતે જ હ . જે ઈન્દ્રિય વિજય માટે મેળવી હતી તેનાથી તે પોતે જ પરાજય પામ્યો. સુખ મેળવવા જતાં દાવાનળ દુઃખ પ્રગટાવ્યું. એનું કારણ એ છે કે એના જીવનનું એને લક્ષ હોતું નથી. સુખ સાચી સમજણથી જ પ્રગટે છે. દુઃખ અજ્ઞાનનો નાશ થવાથી મટે છે.” પ્રભુને આધાર અમારા દુઃખી જીવનથી આજે અમે નિરાશ થયા છીએ. અનેક નિરાશાઓમાં હે પ્રભુ! તારું એક શરણ જ આશાકિરણ પ્રગટાવનાર છે. અંધકારમાંથી પ્રકાશ તરફ અને મૃત્યુમાંથી અમરતાને પવિત્ર માગે લઈ જનાર છે. દુઃખી અવસ્થામાં માતાની જેમ મમતા બતાવી તું જ અમારા જીવનને શાંત કરે છે; પિતાની જેમ પ્રેમળતા બતાવી પ્રબુદ્ધ કરે છે; ભાઈની જેમ ભાતૃત્વ બતાવી પૈર્ય આપે છે. વાસ્તવમાં હે પ્રભુ! અમારે માટે તું જ માતા, પિતા, ભાઈ, મિત્ર જે કહો તે છે. અશરણને શરણ, અશાન્તને શાંતિ આપનાર અને સંસારનાં બંધનમાં જકડાયેલાને મુકત કરનાર પણ તું જ છે.” પ્રભુનું સ્વરૂપ વાસ્તવિક ભૂમિકાએ પ્રભુના સ્વરૂપને વિચાર કરીએ તે સત્ય એ જ સાચા ભગવાન છે. બુદ્ધ, મહાવીર, જિન, હરિ, હર, બ્રહ્મા, ખુદા, ક્રાઈસ્ટ, અહુરમજદ એ બધાં સત્ય - ભગવાનના જ જુદા - જુદા દેશ, કાળ અને જુદી જુદી માનવપ્રજામાં પોતપોતાની કક્ષા પ્રમાણે થયેલા ઉદ્ધારકરૂપે જુદા - જુદા આવિષ્કારે છે. વિષમદષ્ટિને કારણે અથવા આત્મભાનના અભાવે સત્ય ભગવાનનાં સંતાનોને (સત્યના જ આવિષ્કારોને) આપણે પરસ્પર વહેંચી લીધા અને ભગવાનને નામે કલેશકંકાસ કરવા લાગ્યાં. જે દિવસે આપણે વિષમદષ્ટિના ચશમા ઉતારી, સમ્યગદષ્ટિથી જોતાં શીખીશું તે જ દિવસે આપણને સત્યધર્મની - સત્યમાર્ગની - સત્ય ભગવાનની સમજ આવશે.” જીવનનું રહસ્ય અને તે જ દિવસે જીવનનું રહસ્ય અને સત્યભગવાનનું સ્વરૂપ સમજી શકીશું. સત્ય ભગવાનનાં સ્વરૂપ બે ન પ્રવચન પરિમલ Jain Education International ૧૧૧ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.012031
Book TitleNanchandji Maharaj Janma Shatabdi Smruti Granth
Original Sutra AuthorN/A
AuthorChunilalmuni
PublisherVardhaman Sthanakwasi Jain Shravak Sangh Matunga Mumbai
Publication Year
Total Pages856
LanguageGujarati, Hindi
ClassificationSmruti_Granth & Articles
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy