SearchBrowseAboutContactDonate
Page Preview
Page 148
Loading...
Download File
Download File
Page Text
________________ S" :બઝાઘવય પ. નાનચંદ્રજી મહારાજ જમશતાહિદઅલિjથી) પરંતુ આજે આપણે જૈન જગતમાં મુખ્યત્વે શું નિહાળીએ છીએ? સંવત્સરી થતી કે પાંચમની-એને માટે કેટલા બધા ઝઘડાઓ અને કેટલો બધે લક્ષમીને ધુમાડો થઈ રહેલ છે? એક જમાનામાં શાલિવાહન નામના નૃપતિના મહોત્સવના પ્રસંગને અનુલક્ષીને કાલિકાચાર્ય નામના જૈન આચાર્યે થનું સંવત્સરી પ્રતિક્રમણ સકારણ કર્યું હતું. એટલે પછી તે એ પરંપરા ચાલી તે ચાલી છે. પરંતુ સામાન્ય રીતે મતિપૂજક સંપ્રદાય ઉદિત તિથિને ૨ દષ્ટિએ પણ પાંચમને દિવસે સંવત્સરી આવે છે એ વાત ભૂલી જવાય છે, પણ એ ઝઘડામાં પડવા જેવું નથી. જેથને અને પાંચમને માનનારાં ભાઈ - બેને તેમ જ સાધુ- સાધ્વીઓ ડીક સમજણને અપનાવી લેવા જેટલું ડહાપણ દાખવે તે બાહ્ય એકતા થવામાં છેડીશી બાધા કે અડચણ ભાગ્યે જ નડે તેવું છે અને એમ થાય તો આંતરિક એકતા સ્થાપવામાં પણ સરળતા થઈ રહે તેમ છે. પરંતુ દિલગીરીની વાત એટલી જ છે કે જૈનશાએ પ્રરૂપેલા અનેકાંતવાદના સિદ્ધાંતને આશરો લેવામાં આવતો નથી, અને બીજો પક્ષ પોતપોતાના દુરાગ્રહને સચોટપણે વળગી રહેતા દેખાય છે. એ રીતે કદાગ્રહનું સામ્રાજ્ય જૈન સમાજમાં સ્થપાઈ ગયું છે. પરિણામ શું આવ્યું છે તે જાણે છે? તેને પરિણામે જૈન સમાજમાં અહિંસાને સ્થાને હિંસા વર્તાઈ રહી છે અને એકતાને સ્થાને વેર-ઝેર વધતાં જાય છે. ખરી રીતે તપાસવામાં આવે તે ચેથ કે પાંચમ એ બને તિથિઓ એક દષ્ટિએ સાપેક્ષ છે. આગમ પરંપરામાં સમવાયાંગ આદિમાં પૂર્ણિમા પછી સાત સપ્તાહ વીતી જવા જોઈએ, તેવું વિધાન હોઈ પાંચમનું સ્થાન યથાયોગ્ય માલૂમ પડે છે. છતાં પણ ચોથને તેમ જ પાંચમને માનનારા બન્ને પક્ષે સાથે મળીને ઐક્યના સાચા દષ્ટિબિંદુને અપનાવી લે અને સંવત્સરીની ઉજવણી માટે એક દિવસની યોજના કરીને એ મહોત્સવ ઉજવાય તે ખોટું છે? પરંતુ એમ બનવું સૌ કોઈને શકય ન લાગતું હોય તે ચેથને માનનારા ભલે ચોથ ઊજવે અને પાંચમને શ્રદ્ધનારા ભલે પાંચમ ઊજવે, પરંતુ સામુદાયિક રીતે જુદાં જુદાં પારણાં ઉજવાય છે તેને બદલે છઠને જાહેર પારણાં દિન તરીકે બન્ને પક્ષ સ્વીકારે એ એને ઉકેલ કે તેમ છે. ચોથને માનનારા ઘરગથુ રીતે કે વ્યકિતગત રીતે ભલે પાંચમને દિવસે પારણું કરે, પરંતુ સામુદાયિક સમારંભ છઠ્ઠને દિવસે ઊજવાય તે એ રીતે સમન્વય સાધી ઐકય સાચે ઝંડો સરળતાથી ફરકાવી શકાય. કદાચ એટલી હદનાં ઉદ્દામ પગલાં માટે તાત્કાલિક અવકાશ ન રહે તે પણ દરેક પક્ષ એકમેકનાં દૃષ્ટિબિંદુને મોકળા મનથી સમજી લઈને સમન્વય સાધવાની દષ્ટિને અપનાવે તોયે ઘણું છે. ભલે દરેક પક્ષ જુદા જુદા દિવસોને પર્વ તરીકે અપનાવે અને એ પ્રમાણે ઊજવે, તે ચે એકમેકનાં પર્વનો મહિમા પરસ્પર સમજી લેવામાં આવે અને બન્ને દિવસે માટે નિખાલસતાપૂર્વક સાચે આદર તેમજ અદબ જાળવવામાં આવે તોયે સુંદર સમન્વય સધાયેલો ગણાશે. અનેકાન્તવાદ કે સાપેક્ષવાદનાં તત્વજ્ઞાનને આ રીતે આચરણમાં ઉતારી શકાય તેમ છે. જે વેતામ્બર મૂર્તિપૂજક સમાજના અંદર અંદરના તિથિનિર્ણયના ઝઘડાની પતાવટ ચોગ્ય રીતે થઈ જવા પામે છે. દરમિયાન પર્યુષણના દિવસે ઊજવનારા દિગંબર બંધુઓનો સમન્વય સાધવાનાં કઈ પગરણનો સાચે ઉકેલ નીકળી શકે ખરો. જો કે હવે એ ત્રણે ફિરકાઓ સાથે મળીને ચિત્ર સુદ તેરસને ભગવાન મહાવીરના જન્મદિન તરીકે સ્વીકારીને જન્મ-મહોત્સવ ઊજવવા લાગ્યા છે એ આશાસ્પદ છે. હજુ યે એ દિશામાં પ્રગતિ સાધવા માટે પૂરેપૂરે અવકાશ છે. બીજી બાજુએ જૈન સમાજ સાધારણ રીતે તેરાપંથી, રસ્થાનકવાસી, તામ્બર મૂર્તિપૂજક ને દિગમ્બર–એ ચાર ફિરકાઓમાં વહેંચાઈ ગયેલે આજે દેખાય છે. તેમની વચ્ચે જે જે મતભેદે પ્રવર્તે છે તે સઘળાને જે સાપેક્ષવાદની દૃષ્ટિએ વિચારાય તે તે એવા અનેક મતભેદ આપે આ૫ ઓગળી જવા પામે. દાખલા તરીકે તેરાપંથી જેને કાર માર્ગ ઉપર વધુ જોર આપે છે અને દયા-દાનના મૂળભૂત સિદ્ધાંતોને ગૌણ પદ આપે છે. તેઓ કહે છે કે દાન તે સાધુઓને જ કરાય અને તે પણ તેમના સંપ્રદાયના સાધુઓને જ સાધુ માનીને કરવું. દયા તો ભાવદયા જ કરાયદ્રવ્યદયા નહિ. જેમ કે એક જીવ બીજા જીવને મારતો હોય તે એને બચાવવા માટે આત્મલક્ષી વિચારે કરવા, ૫રંતુ કઈ પ્રકારની સક્રિય પ્રવૃત્તિ કરવાથી સ્વ–પર બનેને મહાબંધન થાય છે. નિશ્ચયનય એટલે કે એકાંત તત્ત્વજ્ઞાનની અપેક્ષાએ વિચારીએ તે એમની એ જીવનદષ્ટિ સાચી લાગશે. પરંતુ વ્યવહા૨-નયની અપેક્ષાએ નિશ્ચયને અનુરૂપ કઈ મધ્યસ્થ માર્ગ કાઢીને જ બનને વચ્ચે સમન્વય સાધી શકાય, પરંતુ વર્તમાન સમયે સંપ્રદાયવાદની આંધી એવા ઉદાત્ત પ્રવચન અંજન Jain Education International ૧૦૫ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.012031
Book TitleNanchandji Maharaj Janma Shatabdi Smruti Granth
Original Sutra AuthorN/A
AuthorChunilalmuni
PublisherVardhaman Sthanakwasi Jain Shravak Sangh Matunga Mumbai
Publication Year
Total Pages856
LanguageGujarati, Hindi
ClassificationSmruti_Granth & Articles
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy