SearchBrowseAboutContactDonate
Page Preview
Page 13
Loading...
Download File
Download File
Page Text
________________ }પર ગુરુદેu ફવિવય પં. નાનચન્દ્રજી મહારાજ જન્મશતાહિદ સ્મૃતિગ્રંથ પ્રકાશકીય નિવેદન ભગવાન મહાવીરે અન્ત સમયે આપેલ આત્મહિતકારી ઉપદેશમાં કહ્યું છે કે માનવભવ અત્યન્ત કિંમતી રત્નચિંતામણિ જેવો છે. માનવદેહ તે ઘણાં છે પામે છે પણ “માનવતા તે મોક્ષપ્રાપ્તિ માટે એ દુર્લભ અંગ છે કે જે જીવને સ્વ. પુરુષાર્થ વગર પ્રાપ્ત થતું નથી. આવી “માનવતા કેવી રીતે પ્રાપ્ત કરવી અને મનુષ્યજન્મ કેવી રીતે સાર્થક કરે તેની સ્પષ્ટ રૂપરેખા આ યુગમાં જેણે જીવન અને કાર્યથી બતાવી હોય તે તે સૌરાષ્ટ્રમાં જન્મેલ પણ વિશ્વસંતના પદને પામેલ એવા પૂ. ગુરુદેવ કવિવર્ય શ્રી નાનચંદ્રજી મહારાજ હતા. સંવત ૨૦૩૩ માં તેમના જન્મને ૧૦૦ વર્ષ પૂરા થાય છે. આથી પૂ. ગુરુદેવની જન્મશતાબ્દિ સં. ૨૦૩૩ ના માર્ગશિર્ષમાં ઉજવવા માટે રચાયેલ પૂ. ગુરુદેવ શ્રી નાનચંદ્રજી મહારાજ જન્મશતાબ્દિ ટ્રસ્ટ દ્વારા તિયારી ચાલતી હતી તે વખતે માટુંગા સંઘના આંગણે મહાવિદુષી પ્રખરવક્તા પૂ. દમયન્તીબાઈ મહાસતીજી આદિ ઠા. ૪નું સં. ૨૦૩૧ માં ચાતુર્માસ થયું તે વખતે તેમના સાન્નિધ્યમાં પૂ. ગુરુદેવની ૧૧મી પુણ્યતિથિ તપ-ત્યાગ અને સંયમથી ભવ્ય રીતે ઉજવવામાં આવી હતી અને તે ચાતુર્માસ યાદગાર બની ગયું હતું. આ જન્મશતાબ્દિના એક મુખ્ય ભાગ તરીકે ‘પૂ. ગુરુદેવ કવિવર્ય પં. નાનચંદ્રજી મહારાજ જન્મશતાબ્દિ સ્મૃતિ ગ્રંથ” બહુજન ઉપયોગી સુંદર સ્વરૂપે પ્રસિદ્ધ કરવાની યોજના આકાર પામેલ. જેમાં પૂ. મહારાજસાહેબનું જીવન-કવન તેમજ જૈન તત્વજ્ઞાનને લગતું રુચિકર અને આધુનિક સરળ ભાષામાં પ્રાંજળ સાહિત્ય આપવું એમ નકકી થયું. આવા માનવતાના પુરસ્કર્તા અને વિશ્વસંત મુનિપુંગવ જેમને સમગ્ર માનવજાત ઉપર અને સવિશેષ સ્થાનકવાસી જૈન સમાજ ઉપર મહાન ઉપકાર છે. તેમની જન્મશતાબ્દિમાં અમારે કાંઈક રચનાત્મક સમાજોપયોગી કાર્ય કરવું જોઈએ એવું અમને લાગ્યું. તેમાં વળી પૂ. મહાસતીજી દમયન્તીબાઈ મ. ની પ્રેરણા મળી તેથી આ અંગે વિશેષ વિચારણા થઈ અને પરિણામે આ ભવ્ય સ્મૃતિગ્રંથના પ્રકાશનની જવાબદારી અમેએ સહર્ષ સ્વીકારી. પૂજ્ય મહારાજ સાહેબની જન્મશતાબ્દિ મહોત્સવ પ્રસંગે સં. ૨૦૩૩ ના માગસર સુદ ૧ ના દિવસે આ સ્મૃતિગ્રંથનું પ્રકાશન કરતાં અમે ગૌરવપૂર્વક આનંદ અનુભવીએ છીએ. આવા વિશ્વસંતના અનંત ઉપકારોના ત્રાણુમાંથી ઉત્રણ થવાની અને જે અણમેલ સુવર્ણ તક મળી છે તેથી અમે ધન્યભાગી થયા છીએ. આ સ્મૃતિગ્રંથના વિભાગ ૧ લા માં ‘વિશ્વસંતની જીવન ઝાંખી’ જેના લેખક રાષ્ટ્રસંત પૂ. મુનિશ્રી સંતબાલજી છે, જેમણે પોતાની આગવી શૈલીથી સરળ ભાષામાં જીવનકાવ્ય લખેલ છે. તેમાં પૂ. શ્રીના પ્રવચને, ઉપદેશ અને કાવ્ય રચનાઓ પણ છે. વિભાગ ૨ જા માં “તવદર્શન છે જેમાં પં. રત્ન તત્વચિંતક પૂ. ચુનીલાલજી મ. ‘ચિત્ત મુનિ એ જૈન તત્ત્વજ્ઞાનની મનનીય વિચારધારા પિતાની લાક્ષણિક પદ્ધતિથી વહેવડાવી સુંદર બોધ આપ્યો છે, તેમજ સમર્થ સાહિત્યકાર પૂ. શ્રી દેવેન્દ્ર મુનિ શાસ્ત્રીએ લખેલ અપૂર્વ ૩ર આગમને સાર તથા અન્ય વિદ્વાનોના લેખે પણ છે. વિભાગ ૩ માં “વ્યક્તિત્વ દર્શન” માં પૂ. મહારાજશ્રીના સંખ્યાબંધ સંસ્મરણ, શ્રદ્ધાંજલિઓ, પૂ. ગુરુદેવનું સમાજને પ્રદાન (એટલે કે પૂ. ગુરુદેવની પ્રેરણાથી સ્થપાયેલ માનવતાલક્ષી સંસ્થાઓને પરિચય) તેમજ પૂ. મહારાજશ્રીના ચાતુર્માસની યાદી વિ. છે. આ બધું અનુપમ સુંદર સાહિત્ય તૈયાર કરવામાં સંપાદક મંડળના સભ્યોએ અવિરત પરિશ્રમ લીધે છે. અમારી ભાવના હતી કે આપણું સ્થા. સમાજને માન્ય બત્રીસ આગમને સાર કે જેની સ્થા. સમાજમાં ઘણા વખતથી માગણી હતી. આ બાબત માટુંગા સંઘના પ્રમુખ શેઠ શ્રી ગંભીરભાઈ ઉમેદચંદભાઈએ પ્રેરણા આપી કે જે સમૃતિ ગ્રંથમાં બત્રીસ સૂત્રોને સાર આપવામાં આવે તે આ કાર્ય સર્વોત્તમ થશે. તેથી શ્રી ચીમનલાલ ચકભાઈની વિનતિથી પૂ. દેવેન્દ્ર મુનિએ નાદુરસ્ત તબિયત છતાં ઘણું સુંદર રીતે ઘણા ટૂંક સમયમાં આ કાર્ય પૂરું કરી આપ્યું છે તે બદલ તેઓશ્રીના અમે ઘણા વાણી છીએ. સંપાદક મંડળના દરેક સભ્યને આ તકે અમે હૃદયપૂર્વક આભાર માનીએ છીએ. આપણા સમાજના સર્વમાન્ય નેતા મુ. શ્રી ચીમનલાલ ચકુભાઈ શાહે આ કાર્યમાં સતત માર્ગદર્શન આપ્યું છે. તેઓશ્રીના પણ અમે જાણી છીએ અને અંતઃકરણપૂર્વક તેઓશ્રીનો આભાર માનીએ છીએ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.012031
Book TitleNanchandji Maharaj Janma Shatabdi Smruti Granth
Original Sutra AuthorN/A
AuthorChunilalmuni
PublisherVardhaman Sthanakwasi Jain Shravak Sangh Matunga Mumbai
Publication Year
Total Pages856
LanguageGujarati, Hindi
ClassificationSmruti_Granth & Articles
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy