SearchBrowseAboutContactDonate
Page Preview
Page 125
Loading...
Download File
Download File
Page Text
________________ bપજ્ય ગુરુદેવ કવિવર્ય પ. નાનચન્દ્રજી મહારાજ જન્મશતાબ્દિ સ્મૃતિગ્રંથ અશ્વનું સ્મારક હજુ મોજૂદ છે. અમે એ કિલે અને અશ્વનું સ્મારક જોયું છે. એ પશુઓની કૃતજ્ઞતા અને પરગજુવૃત્તિ કેટલી? એની સેવામાંથી માણસેને કેટલું શીખવાનું મળે છે? હાથીનું અદ્ભુત સમર્પણ આવું જ છતાં વધુ ભવ્ય એક ઉદાહરણ જૈન આગમમાંના જ્ઞાતાસૂત્રમાં છે. એના મૂળથી માંડીને અંત સુધી વાર્તા–વૃત્તાંત ઘણે જ પ્રેરક અને રસપ્રદ છે, પણ એ પ્રકારનો ઘણોખરે વિષય મેં ‘કમઠ મરુભૂત” તથા “ચિત્તપ્રદેશી” ના દ્રષ્ટાંતમાં કહી દીધું છે. એટલે અહીં તે માત્ર પ્રસંગ પૂરતી વાત કરું છું. વાત એમ છે કે, “એકદા વિધ્યાટવીમાં ચોમેરથી દાવાનળ લાગે છે અને પંખીઓ દૂર ને દૂર ઊડી જાય છે. વનચર પશુઓ બચવા માટે આમથી તેમ નાસવા માંડે છે. એક સંસ્કારી હાથીને પૂર્વાનુભવના સ્મૃતિસંસ્કાર દ્વારા સ્વયં પ્રેરણા થવાથી અગાઉથી જ એણે જંગલને એક પ્રદેશ ખૂબ પ્રયત્ન કરીને નિવૃક્ષ કરી સપાટ બનાવી મૂકે છે. એટલે અગ્નિ ફેલાવાને ભય ન હોવાથી તે ભાગમાં હાથીની પાછળ બીજી અસંખ્ય પશસૃષ્ટિ દેડે છે, અને એ મર્યાદિત ભાગ સહેજે સાંકડો બની રહે છે. ભારી ભીડ વખતે પેલે હાથી અંગ ખજવાળવા ખાતર પોતાને એક પગ ઊંચકે છે ત્યાં ભીડથી હડસેલાતું હડસેલાતું એક સસલું એ પગની નીચેના ખાલી ભાગમાં સરકીને બેસી જાય છે. હાથી જેવો પગ ખજવાબીને નીચે મૂકવા જાય છે, તેવું જ નીચે કમળ કમળ જણાવાથી હાથીને ખ્યાલ આવે છે કે “કંઈ જીવ છે. જે પગ મૂકું તે પળવારમાં એ પ્રાણીના અહીં જ રામ રમી જાય. હમણાં માર્ગ થશે ને બિચારું સસલું સરકી જશે. માટે પગ ઊંચે જ રાખું.’ એના હૃદયમાં છુપાયેલી દૈવીવૃત્તિ જાગવાથી હાથી પિતાને પગ ઊંચો રાખે છે. પણ એની કટી તે પૂરેપૂરી થાય છે. આગ ઠેઠ અઢી દિવસ સુધી બુઝાતી નથી અને પશુઓની ભીડ જેમને તેમ રહે છે. હાથી એમને એમ ત્રણ પગે ઊભો. રો. એની વેદના ક્ષણે ક્ષણે વધતી હતી. શરીર અકડાઈ જતું હતું. પણ દૈવીવૃત્તિનાએ એને બરાબર ટકકર ઝીલે એવું સક્ષમ બળ આપ્યું. આખરે જંગલની આગ બુઝાઈ ગઈ અને વનચરો ચાલ્યા ગયા. સસલે સરકી ગયો, અને હાથીએ હળવેક રહીને પગ મુકવા માંડે, પણ એ તો થાંભલે થઈ ગયો હતો. લેહીનું હલનચલન બંધ થયું હતું. પગ મૂકતાંની સાથે જ નસ તૂટતાં મહાકાયા ગબડી પડી. ત્રણ દિવસ સુધી અસહ્ય વેદના વેઠવા છતાં એ છેવટ સારા પરિણામથી કાળધર્મ પામ્યો. એની અંતિમ પળા માનવતાથી તરબોળ હતી. એટલે એ કર્મના અચૂક નિયમ પ્રમાણે ઉચ્ચ કેટને મનષ્ય બન્યા. એ રાજગૃહનગરમાં શ્રેણિક રાજાને ત્યાં ધારિણી રાણીની કુક્ષીએ ઉત્પન્ન થયે એનું નામ મેઘકુમાર. ત્યારે માનો કેવા? પશમાં આવી કેવળ વફાદારીભરી સેવા દેખાવ દે છે, જ્યારે માનોમાં માટે સમુદાય તે “ગીવો નીવર્યા માજ” એવી અગાઉ કહી ગયો એ નીતિમાં જીવતો હોય છે. સેવાભાવને બીજો પ્રકાર એ છે, કે જેને આપણે હાસ્યાસ્પદ દાનેશ્વરી” વૃત્તિાવાળો વર્ગ કહી શકીએ. આ વર્ગ ચૂપણનીતિનાં પાપ ઢાંકવા માટે કહે, કે સમાજમાં પોતાનું સ્થાન ટકાવવા માટે કહે, કોઈ પણ રીતે સેવા કરવાનો પ્રયત્ન કરતો હોય છે. એને જ લગતો બીજો એ વર્ગ છે કે જેને હું “ઓઘદષ્ટિવાળા દાતાવર્ગ” તરીકે ઓળખાવીશ. આવા વર્ગમાં અંધ અનુકરણ જ હોય છે. કેઈ કહે આટલું કરવું પડકરવાની ઈચ્છા છે કે સમજણ ન હોય, પણ બીજાએ કર્યું છે માટે કરવું જોઈએ; અગર નહિ કરું તે મારું ખરાબ ગણાશે, અગર મોટા લેકેનું દબાણ હોય એટલે મને કે કમને કરવું પડે ને કરે. પણ પિતે શું કરે છે? શા માટે કરે છે? એનું ફળ શું? એને વિચાર જ ન કર્યો હોય. માત્ર લોકો કરે છે, કહે છે, માટે જ કરે છે. મૃત્યુની શય્યા પર પડેલા રસનેહીજનને છેલ્લે છેલવે ધમાં દો સંભળાવે તેમાં પણ રિવાજ મુજબ સંભળાવે અને કર્યા કરે ! અને એ ચાલતી આવતી ક્રિયાને જ અનુસરે. એ ક્રિયા પાછળનાં હિતાહિતને ન વિચારે કે ન વિચારવા છે કે આ સમયે શાની જરૂર છે. પિતાને માટે એ કિયા ગ્ય છે કે કેમ તે પણ ન ચિંતવે, અને ગતાનુગતિક કર્યો જ જાય. એ જ ઓઘદષ્ટિ. ઓઘદૃષ્ટિનું દૃષ્ટાંત કોઈ બીજાને ત્યાં ખરખરે (દિલાસ અથે) જાય ત્યારે તેને સારું લગાડવા ખોટું ખોટું રડે, સામાને આવાસન આપવાને બદલે રડાવવાનો પ્રયાસ કરે, હૃદયમાં જરાય ધ્રાસકો કે અસર સરખીયે ન હોય, પણ ખૂબ દુઃખ સેવાને રાહy.org Jain Education International For Private & Personal Use Only
SR No.012031
Book TitleNanchandji Maharaj Janma Shatabdi Smruti Granth
Original Sutra AuthorN/A
AuthorChunilalmuni
PublisherVardhaman Sthanakwasi Jain Shravak Sangh Matunga Mumbai
Publication Year
Total Pages856
LanguageGujarati, Hindi
ClassificationSmruti_Granth & Articles
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy