________________
પૂજ્ય ગુરૂદેવ કવિવ` પં. નાનચન્દ્રેજી મહારાજ જન્મશતાબ્દિ સ્મૃતિગ્રંથ
એ તેને મન તે સાચાં સંધ્યાવંદન જેવી ક્રિયા હતી. ઝાડુ મારવાના નજીવામાં નજીવા કામથી માંડીને રાત્રે પાતે ઊંઘી જાય ત્યાં સુધીના કેટલાંયે કામેામાં પેાતાને પ્રાણ રેડી દેવામાં પેાતાની ધન્યતા અનુભવતી હતી. આશ્રમની એ સ્વચ્છતા નિહાળીને ત્યાં આવનાર સર્વ કોઇના મનમાં આશ્ચર્ય ગાર રમી રહેતા હતા. ભકિતથી સલૂણું થયેલું હલકું ગણાતું કામ પશુ કેટલું સુંદર–કમનીય ખની રહે છે! એને અનુભવ કરવા જેવા છે. એવા દિન્ય વાતાવરણમાં રહેનારી શબરીને લગ્નને ખ્યાલ સરખે! પણ ન આવે એ સ્વાભાવિક હતું. ઋષિએ તેની મનેાદશાને અવલેાકી લીધી હતી. એટલે એ શખરીનાં માબાપ તેની વહાલસેાઇ પુત્રીને ઘેર તેડી જવા માટે આવ્યાં, ત્યારે એ માતંગઋષિએ તેમની સઘળાંની રૂપરૂમાં એ ભીલકુમારીને મેલાવીને શિખામણ આપી ‘બેટા ! સ્રીજાતિ માટે યેાગ્ય વયે પરણવુ એ પણ જીવનની એક દિવ્ય કળા છે, એટલું જ નહિ, પણ જીવનનું ઘડતર કરવાની સાચી દીક્ષા છે, અને ગૃહસ્થધર્મ પણ સાચી રીતે પાળવામાં આવે તે પણ સંસારસાગરને તરી જવાય છે. અને એ રીતે આદર્શને પહાંચી શકાય છે’ એ પ્રમાણે શખરીને ચેાગ્ય શિખામણ આપીને તેનાં માળાપ સાથે તેને વળાવી. એ રીતે આશ્રમના નિર્દોષ વાતાવરણમાંથી નીકળીને સાંસારિક વાતાવરણમાં તેણે પ્રવેશ કર્યા.
.:
લગ્નનેા દિવસ નજીક માવતા ગયા તેમ તેમ મગળ ગીતાના સૂર સંભળાવા લાગ્યા. એ રીતે ધામધૂમપૂર્વક તૈયારી કરતાં કરતાં છેક છેલ્લે દિવસે શખરીની ગડમથલ વધી ગઈ. તેના મકાનની આસપાસ પાડાં, ઘેટાં, બકરાં, મરઘાં, કૂકડાં વગેરે અનેક પ્રાણીઓને રાખવામાં આવ્યાં હતાં. તેમની ચીસાચીસ તથા શાર – ખકારભર્યા આર્તનાદ સાંભળીને શબરી તેનાં માતા-પિતા પાસે દોડી ગઇ અને ખેલી : “આ, માપા! આ પશુએ અને મરઘાં વગેરે કેમ ચીસેા પાડ્યા કરે છે? તેમને કેમ પકડયાં છે અને શા માટે છૂટાં મૂકવામાં નથી આવતાં?” માતાએ ખુલાસા કર્યાં ‘આવતી કાલે તારાં લગ્ન છે એટલે તે માટેની મહેફિલમાં એ સઘળાં ઠેકાણે પડી જશે.' શખરીએ પૂછ્યું: ‘શું એ સઘળાને વધ કરવામાં આવશે? જવાબ મળ્યા ‘હા! એમાં નવાઇ જેવું શું છે? આપણે ત્યાં લગ્ન હેાય ત્યારે આપણી ઇજ્જત અને મેલાને સાચવવા સારું એ સઘળું કરવું જ પડે.' શખરી તે આભી જ મની ગઈ. કોઈ પણુ પ્રાણીને અજાણતાં પણ દુભાવાય નહિ એવું શિક્ષણ મળેલું હાઇ એ ભીલપુત્રી એ પશુઓના વધની વાતને કેમ સહન કરી શકે? તેણે મનમાં નિશ્ચય કરી લીધે કે તેનાથી એ વાતાવરણમાં રહી શકાશે નહિ. માડી રાત સુધી ચિંતાતુર રહીને માનસિક ગડમથલના અનુભવ કરી રહેનારી એ શખરી સૌ કોઇ ઊંઘી ગયા પછી ત્યાંથી ગુપચૂપ ચાલી નીકળી અને આશ્રમે પહોંચી ગઈ. ઋષિપત્નીએ તેને જોતાં વાર જ એ શખરીથી રહેવાયું નહિ અને તે ધ્રૂસકે ધ્રૂસકે રોઈ પડી. માતગઋિષએ પણ તેને ધીરજ આપીને સમજાવી : બેટા! તારાથી હવે ત્યાં રહી શકાશે નહિ તે હુ સમાયા છું.' છેવટે તપાસ કરતાં કરતાં તેના માખાપ પણ આશ્રમમાં આવી પહાંચ્યાં. તેમને પણ ઋષિએ સાચી વસ્તુની સમજ પાડી. મહેનત તે ખૂબ કરવી પડી, પણ છેવટે શમરીનાં માખાપ તથા તેનાં સાસશ્યિાં વગેરે સમજી ગયાં અને શખરીની જગ્યાએ ખીજી ભીલકન્યાને પરણાવવાની ચેાજના થઈ ગઈ અને તેના ચારિત્ર્ય - ઘડતરને પરિણામે વખતના વહેવા સાથે એ શખરી પ્રત્યે આશ્રમ-વાસીએ તેમજ ઇતરજને। આદરભાવ દર્શાવવા લાગ્યા.
એ જ શખરીને કાળક્રમે રામચંદ્રજીને ભેટો થઇ જવા પામ્યા હતા અને શરીનાં એઠાં એર રામે આરોગ્યાં હતાં એ રામાયણની કથા તમે કયાં નથી જાણતા ? શખરીની ભકિતના પારા તે સમયે કેટલા ઊંચા ગયેા હશે તે વાત તે ઘટના પરથી સહેજે સમજાય છે. પછી તે શખરી મેાટી તપસ્વિની બની ગઇ અને ચારે ય દિશામાં તેની ખ્યાતિ રામનાં ભકત તરીકે પ્રસરી જવા પામી. એકઢા પપા સરાવર બગડી જવા પામ્યું. અનેક ઉપાયા કરવા છતાં તે ફરી સ્વચ્છ થયું નહિ, ત્યારે કાઈકે કહ્યું કે હવે રામચંદ્રજી પધારે અને તેમના પગને સ્પર્શ થતાં જ એ સરોવર સુધરી જશે. અમુક સમય વીત્યા બાદ શ્રી રામચંદ્ર પોતે એ પ્રદેશમાં પધાર્યા અને તેમને વિનંતી કરવામાં આવી. શ્રી રામ પેાતે સમજતા હતા કે તેના કરતાં તેના ભકતા ચઢે છે એવું બતાવવાના એ ખરેખર મેકે હતા. કારણ કે શખરીની અનેાખા પ્રકારની ભકિત હાવા છતાં પણ રામને માનનારા મનુષ્યેામાંના કેટલાયે એ શખરીને ૠષિકન્યા તરીકે સ્વીકારવા તૈયાર નહાતા. પર ંતુ કુદરતની કરામત કાંઈ ઓર જ છે. જૈન સૂત્રેા તે કહે જ છે કે પાંચ સમવાયે (પ્રારબ્ધ, પુરુષાર્થ, નિયતિ, સ્વભાવ ને કાળ) મળે ત્યારે કાર્ય પરિપૂર્ણ થયા વગર રહે જ નહિ.
પ્રવચન અંજન
Jain Education International
For Private Personal Use Only
૭૧ www.jairnelibrary.org