SearchBrowseAboutContactDonate
Page Preview
Page 11
Loading...
Download File
Download File
Page Text
________________ પૂરા ગુરૂદેવ કવિલય પં. નાનચન્દ્રજી મહારાજ જન્મશતાહિદ સ્મૃતિગ્રંથ પ્રવચન પરિમલમાં પૂ. ગુરુદેવના પ્રવચને “માનવતાનું મીઠું જગતમાંથી પ્રેરણાત્મક કંડિકાઓનું પૂ. સંતબાલજીએ સંકલન કર્યું છે. પૂ. ગુરુદેવની વિચારધારાનું આ સત્વહનરૂપ ધ જિજ્ઞાસુ અને મુમુક્ષુઓ માટે ખૂબ જ મનનીય છે. - સંત શિષ્યની કાવ્ય સરિતામાં પૂ. ગુરુદેવના સ્વરચિત-આધ્યાત્મિક ભજનો, પ્રાર્થનાઓ, સ્તુતિઓ બેધદાયક કાવ્યો છે. જે વાંચતાં જાણે ગંગાના પાવન પ્રવાહમાં ન્હાતા હોઈએ એવો આનંદ અનુભવ થાય છે. આ કાવ્યથી તેમની અદ્દભુત કવિત્વશકિતને સાચો પરિચય મળે છે. ગુરુદેવની કાવ્યપ્રસાદીમાં મુનિશ્રી સંતબાલજીએ પદ પુષ્પાવલીમાં ગુરુદેવે પિતાનું હૃદય કેવું રેડ્યું છે, તેનું યથાર્થ વિવરણ આલેખ્યું છે. જેમાં ત્રિતત્વ-દેવગુરુ અને ધર્મનું ઘણું સચોટ અને સુંદર સ્વરૂપ બતાવ્યું છે, જે ખાસ ચિંતન અને મનનીય છે. “સાહિત્યની નજરે” માં પૂ. ગુરુદેવના રચેલા ભજનપદ પુપિકા, પ્રાર્થનામંદિર, અને આધ્યાત્મિક ભજનપદ પુપમાળાનું શ્રી નિજમે ફુલછાબમાં સમાલોચના કરી ભારે પ્રશંસા કરતાં કહ્યું છે કે, જનસમાજના ધર્મસંસ્કારનું સિંચન કરે તેવા આ પદે છે. તેમાં કયાં ય વાંચનારને કંટાળે કે શુષ્કતા લાગતી નથી. ત્યાર પછી આત્મલક્ષી. માનવતાને સંદેશ આપતું “માનવતાનું મીઠું જગત અને સાત્વિક સાહિત્ય પીરસતા અન્ય આઠ ગ્રંથે પ્રેરણું પિયૂષ, ચિત્તવિવેદ, પ્રાર્થના મંદિર, સિદ્ધિનાં પાન, ભકિત સુધારસ, સંસ્કૃત કાવ્યાનંદ ભાગ ૧-૨-૩ વિ.નું અવલેકન કર્યું છે. સાધના પથે પાની પગદંડ માં ગુરુદેવે જુદી જુદી સાધક વ્યકિતઓ ઉપર લખેલા આધ્યાત્મિક પત્રોમાંથી કેટલાક ચૂંટીને આપ્યા છે. જે દરેક સાધક-સાધિકાને તેમજ બહુજન સમાજને જીવનમાં ખૂબ જ ઉપયોગી માર્ગદર્શન પૂરું પાડે તેવાં છે. તેમજ છેલ્લે જીવન પાથેય રૂપે સંગ્રહીત સુવચનામૃત આપ્યા છે. બીજે વિભાગ “તત્વદર્શન છે તેમાં તત્વચિંતક પરમ સેવાભાવી પૂ. ચુનીલાલજી મહારાજ સાહેબે પિતાની આગવી શૈલી અને સૂઝથી પાંચ જીવન સાની અદભુત લીલાનું સુગમ આલેખન કરી જીવનશકત-પ્રાકૃત-માનવજીવનની શરૂઆત અને પાંચ ઈન્દ્રિય અને મનનું સ્વરૂપ વિજ્ઞાનિક દ્રષ્ટિકોણથી સમજાવ્યું છે. માનવજીવનની મહત્તા અને તેના ઉત્તરોત્તર ચઢતા પગથિયાનું ભારે રસપ્રદ વર્ણન કરી વિચાર અને વિવેક, ભાવપ્રતિક્રમણ, ધર્મ સંજીવની, મહામાનવની ભૂમિકા, જીવનદષ્ટિ, સદ્દગુરુની શોધ તેમજ હેતુલક્ષી પ્રાર્થના, ગુણસ્થાન કમાહ વિ. વિષને આવરી લઈ તાત્ત્વિક વિચારણા કરી છે. તેમાંથી અનુભવી ખેડૂત, અનુભવી વણકર, અનુભવી વીણાવાદક, અનુભવી દરજીનું કાવ્યમાં સુંદર વર્ણન કર્યું છે. ભગવાન મહાવીરને સંદેશ, મોક્ષમાર્ગનું વિધાન, કર્તવ્યધર્મ વિ. મુમુક્ષુઓ માટે ખૂબ ઉપયોગી ચિંતનધારા વહાવી છે. અંતે પૂર્ણ કરતાં કહ્યું છે કે આ બધાને સંક્ષિપ્ત સાર એ છે કે દુર્લભ એવો માનવદેહ પ્રાપ્ત કરી જે કંઈ કરવા જેવું હોય તો એ કે વર્તમાન જીવનમાં માણસે આત્મવિકાસની ભૂમિકાને ઉત્તરોત્તર વિકસિત કરી મહામાનવ અને અતિમાનવની દશાએ પહોંચવાનું છે. ત્યાંજ ખરી મુક્તદશા છે. ત્યાંજ જીવનની પરિપૂર્ણતા, પરમ સુખશાંતિ અને આનંદ છે. ત્યાર બાદ પ્રાસંગિક નિવેદનમાં પિતાની વિનમ્રતા દર્શાવી ઉપસંહારમાં સારીએ વિચારધારાનું દહન કરેલ છે. ત્યાર બાદ “ગુરુકુલવાસને અનેરો આનંદ'માં કાવ્યરૂપે ગુરુદેવ પ્રત્યે અપૂર્વ ભકિતભાવ દર્શાવેલ છે. અધ્યાત્મ ચિંતન'માં શ્રી સુશીલે જૈનદૃષ્ટિ અને–અરવિંદ દશનને સુમેળ કરી શાન્તિ : દિવ્યજીવનની પહેલી શરત, ‘હું થી મુકત થવા આધ્યાત્મિકતા’ ‘સાધનાની શરતે’ ‘સમત્વ, “સાધુ કેણ, “સંસારનું સ્વરૂપ અને મુ સુખદુઃખની સમજણ, વિષમય વિષયેથી નિલેપ કેમ રહેવાય વિ. વિષયે ઉપર ઘણું જ મનનીય વિવેચન કર્યું છે. તે વાંચતાં સાધકને પોતાના સાધના માર્ગની સાચી દિશા મળી શકે છે. “વિવેકબુદ્ધિમાં શ્રી અધ્યાયીએ વિવેકને સાચે સલાહકાર માની માનસિક ગુલામીમાંથી કેમ મુક્ત થઈ શકાય તે વૈજ્ઞાનિક રીતે સમજાવ્યું છે. “ચારિત્રગઠનમાં શ્રી સુશીલે ચારિત્રને કેમ ઘડવું તેનું માર્ગદર્શન કર્યું છે. એક નવીન પ્રષ્ટિ, વૈરાગ્ય, મૃત્યુમાં પણ શ્રી સુશીલે ગૂઢ વિષયના રહસ્યનું ભારે કનેથી ઉદ્દઘાટન કર્યું છે. “ધર્મવિકાસ' માં સ્વામી માધવતીર્થે ભારતમાં વર્તમાનમાં પ્રચલિત ધર્મોનું સ્વરૂપ અને તેમની સાધનાક્રમને સંક્ષેપમાં છતાં સુગમ વર્ણન કરેલ છે. કેટલાક મુખ્ય ધર્મોમાં મુખ્ય સાધન Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.012031
Book TitleNanchandji Maharaj Janma Shatabdi Smruti Granth
Original Sutra AuthorN/A
AuthorChunilalmuni
PublisherVardhaman Sthanakwasi Jain Shravak Sangh Matunga Mumbai
Publication Year
Total Pages856
LanguageGujarati, Hindi
ClassificationSmruti_Granth & Articles
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy