SearchBrowseAboutContactDonate
Page Preview
Page 109
Loading...
Download File
Download File
Page Text
________________ પર Jદવ ડવિવય પં. નાનયજી મહારાજ જન્મશતાદિ જ જીવનનું ઘડતર વહાલાં આત્મબંધુઓ અને માતાએ ! આજે હું તમને જીવનના ઘડતર વિષે કંઈક કહેવા ઈચ્છું છું. “જીવનનું ઘડતર” એ વિષય જ પૂરેપૂરો ગહન છે. “ઘડતર' વિષે વિચારતાં પહેલાં “જીવન” વિષે જાણવાની સૌ કોઈને ઈરછા થાય એ તદ્ન સ્વાભાવિક છે, પરંતુ એ સંબંધી મેં અનેક વખત સ્પષ્ટતાપૂર્વકની સમજણ આપવા વ્યાખ્યાનોની મદદ લીધી છે, છતાં પણ એ “જીવન”ના વિષયમાં જ એટલું બધું ઊંડાણ સમાયેલું છે કે તેની ગહનતાને તમે સહુ સ્પશીલ રહો એવું કરવા માટે તે મારે જુદું જ વ્યાખ્યાન આપવું પડે. આમ હોવાથી જુદાં જુદાં વ્યાખ્યાનો દ્વારા જીવનને સારગર્ભ સમજાવવા માટે જે સંસ્કાર તમારા મગજ પર પડવા પામ્યા હોય તે સંસ્કારના મદાર પર જ આજે તે ઘડતર વિષે વિચારણું કરીશું. સાથે સાથે એ પણું ખરું છે કે ઘડતરની વાત કરતાં કરતાં જીવન વિષે પણ સ્પષ્ટ ખ્યાલ આપવો જોઈએ. “ઘડતર” નો વિચાર કરતાં સૌથી પહેલાં જગતના પદાર્થ માત્ર પર થઈ રહેલાં ઘડતરનો ખ્યાલ આવવા પામે છે, કારણ કે દરેકે દરેક પદાર્થની કિંમત તેના પર જાણતાં કે અજાણતાં થવા પામેલાં ઘડતર પરથી જ અંકાય છે. અને સાચી વાત પણ એ છે કે, પ્રત્યેક પદાર્થને સાચો ઉપયોગ એવાં ઘડતર પછી જ થઈ શકે છે. એ વસ્તુને સાચી રીતે સમજી લેવા માટે થોડી ચેખવટ કરી લેવાની જરૂર છે. પૃથ્વભરમાં પથરાઈ રહેલી માટી તે તમે સૌએ જોઈ હશે. એ માટી વેરવિખેર પડી હોય ત્યારે કેવી દશામાં હોય છે તે તે તમે સૌ જાણે છે. પરંતુ એ માટીને જરૂરિયાત પ્રમાણે એકઠી કરી, તેને પાણી સાથે મિલાવીમસળીને માટીને પિંડે તૈયાર કરવામાં આવે ત્યાં સુધી ઘડતરની એક પ્રકારની ક્રિયા થાય છે. અને પછી તેના જુદા જહા ઘાટ બનાવી તેને પકાવવાની ક્રિયા થાય એ ઘડતરને બીજો પ્રકાર છે. આમ માટીથી માંડીને પરિપકવ ઘાટ તૈયાર થવાની આખી પ્રક્રિયાને ઘડતર કહેવામાં આવે છે. બીજા શબ્દોમાં કહીએ તો ઘડતર એટલે નવસર્જન. કઈ કઈ એને નવરચના તરીકે પણ ઓળખાવે છે. તમે સહુ સમજી શક્યા હશે કે માટીને બંદી બંદીને, ટીપી – ટીપીને સંસ્કાર પાડીને તેના જુદા જહા ઘાટ ઘડવામાં આવે છે. ત્યારે જ એ માટીને સાચો તેમ જ સુંદર ઉપયોગ થયો કહેવાય છે. ભારતવર્ષમાં પ્રાચીન કાળમાં પ્રથમ રાષભદેવ તીર્થકરના સમયમાં જુદી જુદી વસ્તુઓનું વિધવિધ પ્રકારે અને વિવિધ રીતે ઘડતર થયું હતું. એ ભગવાને પોતે જ જીવન ઉપયોગી તમામ વિદ્યાકળાનું નિર્માણ કર્યું હતું. એ યુગને કર્મ યુગ તરીકે ઓળખાવી શકાય. સાચી વાત પણ એ છે કે, કર્મક્ષેત્ર જ મોક્ષમાર્ગનો ઉઘાડ કરી રહે છે. દરેક ધર્મનાં શાસ્ત્રનાં ફરમાનનો એ જ સાર છે. માટીનાં ઘડતરનું દેખીતું મૂલ્ય ઓછું આંકનારા ભલે તેમ કરે. પરંતુ આજના વિજ્ઞાનયુગમાં પણ તૃષા છિપાવવા માટે. માટીને ટીપી -ટીપીને તેમાંથી ઘડાયેલાં માટલાંનો જ ઉપગ કરવામાં આવે છે એ જાણીતી હકીક રીતે હી ખાણમાં પડેલે હેય છે ત્યાં સુધી તેનું મૂલ્ય ભાગ્યે જ અંકાય છે, પરંતુ એ જ હીરાને ખાણમાંથી ખેદી કાવ્યા પછી તેના પર ઘડતર થાય છે, એટલે કે તેના પર પાસાં પાડવામાં આવે છે, ત્યારે તે જ હીરાનું મૂલ્ય અનેકગણું વધી જવા પામે છે, એટલું જ નહિ, પણ તેવા કેટલાયે હીરાઓનું સ્થાન રાજમુગટમાં સ્થાપિત તઈ ગયાનું આપણે જાણીએ છીએ. હીરાનું એ મૂલ્ય અને એ ઉચ્ચ સ્થાન શેને આભારી છે તે જાણો છો? માત્ર ઘડતરને જ, સંસ્કરણને જ આભારી છે. એવું જ જાનવરોનાં જીવનનાં ઘડતર વિષે બને છે. કેઈ કૂતરાને કેળવ્યા પછી તે કેટલું ઉચ્ચ કેટિનું કામ આપી શકે છે એ કંઈ તમને સમજાવવું પડે તેવું નથી. એ જ રીતે કેળવાયેલે ઘડો કેવું અને કેટલું કામ આપી શકે છે તે તે રાણા પ્રતાપના ચેતકની વાતે આપણને સમજાવ્યું જ છે. સરકસના ખેલો તો તમારામાંથી ઘણાખરાએ જોયા હશે. ત્યાં પશુ-પક્ષીઓનાં અદ્ભુત કામ નજરે જોઈ શકાય છે. એ બધાંનું મુખ્ય કારણ શું છે? માત્ર કેળવણી અગર તાલીમથી જ એ સઘળું થઈ શકે છે. એ કેળવણી અને તાલીમ એટલે જ ઘડતર–બીજું કશું નહિ. ને જાણીતી હકીકત છે. એવી જ જીવન ઝાંખી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.012031
Book TitleNanchandji Maharaj Janma Shatabdi Smruti Granth
Original Sutra AuthorN/A
AuthorChunilalmuni
PublisherVardhaman Sthanakwasi Jain Shravak Sangh Matunga Mumbai
Publication Year
Total Pages856
LanguageGujarati, Hindi
ClassificationSmruti_Granth & Articles
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy