________________
પૂષ્ય ગુરૂદેવ ફવિષય પં. નાનચન્દ્રજી મહારાજ જન્મશતાબ્દિ સ્મૃતિગ્રંથ
રોડ ઉપર મુંબઈ પાલઘરના રસ્તામાં અને મોકાની જગ્યાએ છે. આજે ત્યાં લાયબ્રેરી છે, વાચનાલય છે, ઔષધાલય છે. હવે તે એ દવાખાનાનું પણ બરાબર રસ્તા પર મેટું વિશાળ મકાન થઈ ચૂકયું છે. અનેક પ્રકારની અદ્યતન સામગ્રી અને વિભાગ ખોલાયા છે અને ખેલાતા જાય છે. આયંબિલખાતું, જૈન પાઠશાળા વગેરે તે છે જ. હમણાં સર્વોદય ઉદ્યોગશાળાના પડખેના હોલમાં શ્રાવિકા હુનરશાળા પણ મરુદેવી માતાનું નામ સાથે જોડીને ખેલી છે.
મને તો એટલા પૂરત બોરીવલીની આ કાર્યવાહીમાં રસ છે કે તે સંઘે આટઆટલાં વિશાળ કામે કેઈનાય નામની ઉપાશ્રયમાં તક્તી ચડયા સિવાય આરંભ્યાં, કર્યા અને પરિપૂર્ણ કરી રહ્યો છે.
બેરીવલીને અભિનવપંથ જેકે આ કામો અભિનવપંથે બોરીવલીના સ્થા. સંઘે કર્યા છે, પણ એ મધ્યમવર્ગીય માનવીઓએ પિતાના પગ ઉપર કર્યો છે, ખભેખભા મેળવીને કર્યા છે. આ વસ્તુ જ ભાવિ જગતનો મહા દિલાસો છે. આજ સુધીની દુનિયા રાજકીય દષ્ટિએ બે ભાગમાં વહેંચાયેલી છે. (૧) સામ્યવાદ, (૨) મૂડીવાદ કે સંસ્થાનવાદ. દુનિયાની માનવજાતની દષ્ટિએ સત્તા બે વિભાગમાં વહેંચાયેલી છે. (૧) મજુરસત્તા અને (૨) પંજસત્તા. અને આ બંનેએ સજર્યો છે, બે મોટા વિશ્વયુદ્ધ, અને ઠંડા યુદ્ધોનો તો પાર નથી. ચૂસાય છે માત્ર આ બન્નેની સાઠમારીમાં એલે મધ્યમવર્ગ.
ટૂંકામાં સંવત ૨૦૧૩નું ચાતુર્માસ ઘાટકોપરમાં આનંદ અને ઉલ્લાસપૂર્વક પૂરું થયું. દરમિયાન શ્રી બોરીવલી વર્ધમાન સ્થાનકવાસી જૈન સંઘ ઉપર મુજબ તૈયાર થઈ ગયે હતો. એમાં પણ ગુરુદેવના આશીર્વાદે પૂરો ભાગ ભજળ્યો હતો. એટલે બેરીવલી સંઘ અનેકગણુ ઉત્સાહમાં આવી ગયો હતો તેથી પૂજ્ય ગુરુદેવનું આગામી ચાતુર્માસ (સંવત ૨૦૧૪ની સાલનું) બોરીવલીમાં જ મંગલાચરણરૂપે કરાવવું એ જાતને મક્કમ નિર્ણય શ્રી સંઘે કર્યો અને એ જાતની વિનંતી ગુરુદેવ પાસે પેશ કરી. દરિયાવ દિલના ગુરુદેવે મધ્યમવર્ગની પીઠ થાબડી અને વિનંતીને સ્વીકાર કર્યો. પ્રય ગુરુદેવ અને પૂ. મહા. શ્રી ચુનીલાલજીસ્વામી ઠા. ૨ તથા સેવાભાવી ભાઈ અંબાલાલ મંડળી સહિત બોરીવલીના નૂતન ઉપાશ્રયે ચાતુર્માસ રહ્યા. તે દરમિયાન સમાજોત્થાનની અનેક પ્રવૃત્તિઓ તેમ જ ધાર્મિક અનુષ્ઠાને સાથે ત્યાંનું વાતાવરણ ઉત્સાહમય બની રહ્યું હતું. એમ એ ચાતુમાંસ પણ પરિપૂર્ણ થયું અને વિદાયની ઘડી આવી.
૩૫ બીજુ ચાતુર્માસ-બોરીવલી-કૃષ્ણકુંજમાં સંવત ૨૦૧૪ની સાલમાં બેરીવલીમાં પ્રથમ ચાતુર્માસ રંગેચંગે પરિપૂર્ણ થયું અને પછી ગુરુદેવની ભાવના દેશ તરફ પાછા ફરવાની હતી, એટલે બોરીવલીથી વિદાય લઈ ગુરુદેવ ઠાણું છે અને મેઘજીભાઈ તથા ભાઈ અંબાલાલ અને ડેલીવાળાની મંડળી એમ સર્વ વિહાર કરતાં-કરતાં વજેશ્વરી પહોંચ્યા ત્યારે ત્યાં થોડા દિવસ રોકાવાનું મન થયું. એક તે ત્યાં એક પ્રસિદ્ધ આશ્રમ હતો અને બીજુ ત્યાં કુદરતી ગરમ પાણીના કુંડ હતા. એટલે વાતાવરણ સુંદર હતું. ઉપરાંત કછી સમાજની ધર્મશાળા કે સેનેટોરિયમની પણ સગવડ હતી. એટલે લગભગ સવા મહિને ત્યાં રોકાયા. દરમિયાન પૂ. ગુરુદેવને ત્યાંના હવા - પાણી અનુકૂળ ન થયા. શરદી થઈ ગઈ. ખુબ અશકિત આવી ગઈ તેથી બોરીવલીવાળાને જાણ કરી. 3. સૂચક જે પૂર્વ પરિચિત અને ગુરુભકત હતા તેને પણ ખબર પડી એટલે બોરીવલીવાળા સંઘના સભ્યો અને ડે. સુચક વગેરે બધા તરત જ વજેશ્વરી આવી પહોંચ્યા. ડોકટરે શરીર તપાસ્યું. શરદી અંગે જરા ગંભીર પરિસ્થિતિ જણાઈ એટલે બધાનું સૂચન થયું કે હવે આપે આગળ વધવાનું નથી પણ બેરીવલી પાછા ફરવાનું છે. જેમ બને તેમ જલદી બોરીવલી પધારો, ત્યાં સારી ટ્રીટમેન્ટ થશે. તે વખતે ગુરુદેવ ડેલીના સાધનથી વિહાર કરતાં હતાં. વજેશ્વરીમાં તબિયત લથડી છે એવા સમાચાર ગુજરાત અને સૈરાષ્ટ્રમાં ફેલાઈ જતાં, ગુરુદેવ પ્રત્યેની ભકિત અને લાગણીને વશ થઈ, વિદુષી મહા. શ્રી હેમકુંવરબાઈ સાધ્વીજી, બા. બ્ર. પુષ્પાબાઈ સાધ્વીજી તથા બા. બ્ર. હંસાકુમારીબાઈ સાધ્વીજી ઠાણું ૩ અમદાવાદથી ઉગ્ર વિહાર કરી વજેશ્વરી આવી પહોંચ્યા.
૫૮ Jain Education International
જીવન ઝાંખી
www.jainelibrary.org
For Private & Personal Use Only