SearchBrowseAboutContactDonate
Page Preview
Page 760
Loading...
Download File
Download File
Page Text
________________ રૂપકો લખાયાં છે, પણ તેમાનું કોઇ જયશેખરસૂરિના ઉકત કાવ્યની બરાબરી કરી શકે તેમ નથી.+ - સ્વ. કેશવલાલ ધ્રુવ આ રૂપકકાવ્યથી એટલા પ્રભાવિત થયા હતા કે એમણે લખ્યું છે કે સંસ્કૃત કવિ તરીકે જયશેખરસૂરિનું જે સ્થાન હોય તે હો, પણ ગુજરાતી કવિ તરીકે તો તેમનો દરજ્જો ઊંચો છે. આ એક જ ગુર્જર કાવ્યથી જૈન કવિ પ્રથમ પંકિતના સાહિત્યકાર બને છે. જૈનેતર સાહિત્યની જેમ જૈન સાહિત્ય અકલેચૌટે ગવાયું હોત તો જયશેખરસૂરિએ પણ ભાલણ અને પ્રેમાનંદના જેવી પ્રસિદ્ધિ લોકમાં મેળવી હોત.' ભોગીલાલ સાંડેસરાએ આ રૂપકકાવ્યની મહત્તા દર્શાવતાં લખ્યું છે કે “રૂપકગ્રન્થિની મર્યાદામાં રહીને આવી સુદીર્ઘ રચના કરવા છતાં કાવ્યરસ અખલિત વહ્યો જાય છે. એમાં કર્તાની સંવિધાનશકિતનો,ભાષાપ્રભુત્વનો તથા કવિપ્રતિભાનો વિજય છે. કાવ્યનો છંદોબંધ દુહા, ચોપાઇ, વસ્તુ, છપ્પય આદિ માત્રામેળ છંદોમાં તથા ગીતોમાં થયેલો છે. કાવ્ય નામે ઓળખાતા અશુદ્ધ ભુજંગીનો પણ કોઈ ઠેકાણે પ્રયોગ છે. અક્ષરના, રૂપના,માત્રાના અને લયના બંધનથી મુકત, છતાં એમાં લેવાતી છૂટ ભોગવતું પ્રાસયુકત ગદ્ય-જે બોલી નામે ઓળખાય છે તે પણ એમાં પ્રસંગોપાત્ત આવે છે.' આમ, ત્રિભુવનદીપક પ્રબંઘ એ પ્રબોધચિંતામણિ નું અનુસર્જન છે એ તો સ્પષ્ટ જ છે તેમ છતાં મહાકવિની પ્રતિભા ધરાવનાર કવિ જયશેખરસૂરિનું ગુજરાતી ભાષા ઉપરનું પ્રભુત્વ પણ એટલું જ અસાઘારણા છે એ ત્રિભુવનદીપક પ્રબંધ વાંચતાં આપણને પ્રતીત થાય છે. કદાચ કોઈને જો પ્રબોધચિંતામણિની વાત કરવામાં આવી ન હોય અને તેવી અધિકારી વ્યકિત ત્રિભુવનદીપક પ્રબંધ વાંચે તો આ કૃતિ એક સ્વતંત્ર સમર્થ સર્જનકૃતિ છે એવું તેને જણાયા વગર ન રહે. એટલે કે કવિની મૌલિક સર્જકપ્રતિભા સહજ રીતે જ આ ત્રિભુવનદીપક પ્રબંધ માં ખીલી ઊઠી છે. આમ, ત્રિભુવનદીપક પ્રબંધ આપણા મધ્યકાલીન ગુજરાતી સાહિત્યની એક મહત્ત્વની, માર્ગ સૂચક સ્તંભ જેવી ઉતમ કાવ્યકૃતિ છે અને સુદીર્ધ, સવિસ્તાર રૂપકકથા કાવ્યમાં એની તોલે આવે એવી બીજી કોઇ કૃતિ હજુ જોવા મળતી નથી. m ૨૨૧ ત્રિભવન દીપક પ્રબંધ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.012023
Book TitleVijyanandsuri Swargarohan Shatabdi Granth
Original Sutra AuthorN/A
AuthorNavinchandra Vijaymuni, Ramanlal C Shah, Shripal Jain
PublisherVijayanand Suri Sahitya Prakashan Foundation Pavagadh
Publication Year
Total Pages930
LanguageHindi, English, Gujarati
ClassificationSmruti_Granth & Articles
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy