SearchBrowseAboutContactDonate
Page Preview
Page 757
Loading...
Download File
Download File
Page Text
________________ કવિ જયશેખરસૂરિની એક લાક્ષણિકતા એ છે કે તેઓ પોતાની અનુભૂતિને ઓછા પણ સચોટ અને માર્મિક શબ્દોમાં અભિવ્યકત કરે છે. એથી એમની કેટલીક પંકિતઓ સુભાષિતાત્મક બની જાય છે. ઉ.ત. નીચેની કેટલીક પંકિતઓ જુઓ : આંબે છાંહ ભીતિ જાજરી, બેટી ધન ભોજનિ બાજરી; ઠાર ત્રહ અસતીનું નેહ, દેવ દેખાડઈ થહિલઉ છે. ૨૧ સઉકિ સમણ સરૂપિં સાપુ, વલગી મર્મિ કરછ સંતાપુ; વજંલ છાયા સાપુ ન ફિરઇ, મૂલ મંત્ર સઉકિયું નવિ ફરઇ. ૪૨ અઠ્ઠોત્તર સંય અધિકી વ્યાધિ, સઉકિ કહઊંતઉ હોઇ સમાધિ; કાઢઇ રોગ ન નિયડઉ થાઇ, કાઢઉ કહતાં સઉકિ ન જાઈ. ૪૩ સઉકિ-આગિ ભટકે પ્રજવલઇ, વિણસઈ વંસ ન ધું નીકલઇ; આગિ ઓલ્હાહઈ એક વારિ, સઉકિ સંતાપદ સાતે વારિ. ૪૪ પ્રિય વિણ નારી રાતિ અંધારિ, મેહી રૂડે કાજિ નિવારી: જઇ પણ સુત દીવઉ ઝલહલઇ, તઉદીવાલી સમ સુડિ તુલઇ. ૮૯ સ્ત્રી બેટા વિણ પકડ ગાઇ, ડીસઇની પણ કહઈન સુહાઈ; ઘરધણિઆણી થાઈ દાસ, જઈ બેટઉ હોઇ નવિ પાસિ. ૯૦ રાજા ટલ્યાનુ સિઉ કરતઉ, જઈ તૂ બેટઉ છઈ જીવત૬; એક અજીવિ માગસે કાઉ, રાખે કૂડસ માંડઇ રાઉ. ૯૧ જીણિ ગુફાં કેસરિ વસઇ, કરિફુલ કેરઉકાલ; આલિ સિયાલ તિહાં કરઇ, સીહ નહી તે આલ. ૯૯ જિણિ રુડાલઈ વસમિલે, ગુરુડ સુગુરુડ સમોડિ; ચિડી તે ચૂંથઈ એ હરિવહાણ ષોડિ. ૧૦૦ આવાસહ જિગિ ઓરડઇ, લલકઇ લહકઇ દીપ; તે જઇ તિમ રે ભૂલીઇ, દીઇપ તણી કુણ કીપ ? ૧૦૧ જે એક વયરી કરી, નર નિશ્ચંત સૂયંતિ; તે સૂત્તા તરૂસિહર જિમ, ઘર પડિયા જગંતિ. ૧૪૧ વિણ અવસર જે માંડઇ ગૂઝ, રાજ-તલઉંઝોડાં અબૂઝ; માલા પડયા ધાઊ ટીણાં, ધૂંબડ નામ સહૂ કો ભાગઇ. ૨૬૮ શ્રી વિજ્યાનંદસૂરિ સ્વર્ગારોહણ શતાબ્દી ગ્રંથ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.012023
Book TitleVijyanandsuri Swargarohan Shatabdi Granth
Original Sutra AuthorN/A
AuthorNavinchandra Vijaymuni, Ramanlal C Shah, Shripal Jain
PublisherVijayanand Suri Sahitya Prakashan Foundation Pavagadh
Publication Year
Total Pages930
LanguageHindi, English, Gujarati
ClassificationSmruti_Granth & Articles
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy