SearchBrowseAboutContactDonate
Page Preview
Page 755
Loading...
Download File
Download File
Page Text
________________ - - - - એવી જ રીતે કામદેવ અને વિવેક વચ્ચે જે યુદ્ધ થાય છે તેનું ઓજસવતું શબ્દચિત્ર જુઓ: ઓ આવઇ ઓ આવઇ અરિ અપ્લાલિય ભંજાઇ ભુજિ... વિકરાલ; મહિ મહિ મંડલિ મંડલિ મયણ, મહાભડ કુણતું અસિઉ સુડતાલ; ક્ષણિ મેઇણિ મંડલ ક્ષણિ ગયગંગણિ, ક્ષણિ ગુજઇ પાયાઇ; જે ભૂઇબલિ છલિહિ, અવગૂલ તીહ સરિસી તું આલિ. ૨૮૨ વિવેકકુમાર રાગદ્વેષરૂપી સિંહનું કેવી રીતે દમન કરે છે તે પ્રસંગનું વર્ણન પણ કવિએ કેવી સરસ છટાથી ચિત્રાત્મક શૈલી એ કર્યું છે તે જુઓ: રાગદ્વેષ ડરઅરતા સીહ, બે ઉઠયા તઉ અકલ અબીહ; નખર જિસિચા કુદાલા પાઈ, ભંઇ કંપાવઇ પુચ્છ નિહાઈ. ૩૨૧ ધૂબડ ધૂણ કેસરવાલિ, લોક ચડિયા ભુંઈ માલિ અટાલિ; તે બેવઇ તિણિ આંગી ગમ્યા, સમતા ગુણે સાહી નઇ દા. ૩૨૨ અવિદ્યા નગરીના રાજા મોહરાયના પરલોકગમન પ્રસંગે એની માતા પ્રવૃતિ કેવી શોકમગ્ન બની જાય છે તેનું વર્ણાનુપ્રાસ તથા ઉપમાદિ અલંકાર સાથે કવિએ દોરેલું શબ્દચિત્ર જુઓ : મોહ પતઉજવ પરલોક, પ્રવૃતિ પડી તુ પૂરાં શોકિ; વંસ વિણા ન હિયઇ સમાઇ, સૂકી જિમ ઊન્હાલઇ જઇ. ૪૦૧ કુલ ક્ષય દેશી ઘાગઉંચલચલઇ, તડકઇ મંકણ જિમ ટલવલઇ, મનું વિલવાં મૂકી નીસાસ, આજ અભ્યરી ત્રટી આસ. ૪૦૨ ત્રિભુવનદીપક પ્રબંધ પોતે રૂપકકથાના પ્રકારની કૃતિ હોવાથી એમાં રૂપકો તો સ્થળે સ્થળે જોવા મળશે. રૂપક અલંકારો કવિ જયશેખરસૂરિનો એક પ્રિય અલંકાર છે. તેવી જ રીતે ઉપમા અલંકાર પણ કવિનો પ્રિય અલંકાર છે. ત્રિભુવનદીપક પ્રબંધમાંથી તેનાં નીચેનાં થોડાક ઉદાહરણો જુઓ : કાઠિ જલાણુ જિમ ધરણિહિં 2હુ, કુસમિહિં પરિમલ ગોરિસ નેહ: તિલિહિં તેલ જિમ તાઢિક નીરિ, તિમ તે નિવાસઈ જગત્ર શરીર. ૩ બાલપાણા લગઇ મઝનઇ તેહ, ઉદિર સાપ સરીષકુનેહ, તે નિતુ દેતઉ મઝ રહઈ રાડિ, તાસુ ન પ્રાણ અમ્હારાં પાડ. ૧૩૬ તે આગલિ હું હૂતુ તિસિઉ, કેસરિ આગલિ જંબુક જિસિઉ. તેઉ ગૃધ નિશ્ચિઈ હઉંમસઉ, સાચઇ લેક હસઈ તુ હસઉ. ૧૩૭ અવર કુણનાં વાદિ વિનાગિ, જણ જાય જાણઈ ઠાકુરનઈ પ્રાણિ; ધરની કલિ કુણ આગ કઈ? ચોર માઈ જિમ છાની રોઇ. ૧૮૬ ઘરડી પુડ જિમ બે ધરણિ, કાગહ સરીષ કંતુ ; કહઉ આષ9 કિમ ઊગરઇ? ભરડી ગઈ અંત. ૧૮૮ ૨૧૬ શ્રી વિજ્યાનંદસૂરિ સ્વર્ગારોહાગ શતાબ્દી ગ્રંથ . Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.012023
Book TitleVijyanandsuri Swargarohan Shatabdi Granth
Original Sutra AuthorN/A
AuthorNavinchandra Vijaymuni, Ramanlal C Shah, Shripal Jain
PublisherVijayanand Suri Sahitya Prakashan Foundation Pavagadh
Publication Year
Total Pages930
LanguageHindi, English, Gujarati
ClassificationSmruti_Granth & Articles
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy