________________
આ દલીલોને તર્કદષ્ટિએ તપાસીએ તો બન્ને પક્ષે તથ્થાંશ છે જ. સુકડિ પોતાને તરુવરશિરોમણિ અને પરિમલપૂર્ણ તથા ઓરસીયોને હીન, નિર્ગુણ જેના સંપર્કમાં આવે તેને ઘસીને ક્ષીણ કરનાર જડ પાષાણ કહે છે. જેનું અંગ ક્ષતભરપૂર છે, જે સંહારક છે, જલમાં જાતે ડૂબી અન્યને પણ ડૂબાડે છે. મૂઢને જેની ઉપમા અપાય છે તેનો સંગ ઉચિત નથી. અસમાન સંગનું પરિણામ કાગસંગહંસ જેવું આવે છે.
એ ઓરસીયો ઓથમીરે નિગુણ નિપટ એ હીણ;
મૂઢનઈ ઈમ કહઈ માનવીરે પ્રત્યક્ષ એહ પાષાણ. ઓરસિયો પોતાને ગિરિવંશનો સમર્થ સંત માને છે. ગિરિરાજ શેત્રુંજયનો વંશજ ગણે છે. ધીર ગંભીર ઘોષથી કટકી ચંદનતાણી થી ઉદ્બોધ કરી તેના ગર્વખંડનનો પ્રયાસ આરંભે છે. સુખડનું સંસ્કૃત નામ “શ્રીખંડ' નપુસકલિંગ અને વ્યવહારનામ સુકડિ “સ્ત્રીલિંગ' છે. નટની જેમ નામ જાતિ બદલનાર, સ્ત્રી જાતિ તરીકે માયા-મોસાની અધિકતાથી સત્તરમું પાપસ્થાનક ગણાનાર સુકડિ વળી તેમાં આવો અહંકાર ! ઉચ્ચતાની વાત તો દૂર રહી, આ તો નીચતાની ય પરાકાષ્ઠા ! સુકડિયાને કે સ્ત્રી જાતિના દુગુ દર્શાવી, અતાગ સ્ત્રીચરિત્ર અને સ્ત્રીઓએ કરેલાં હીન કૃત્યોનાં ઐતિહાસિક દષ્ટાંતો આપી
ઓરસી તેની હીનજાતિ સાબિત કરવા મથે છે. છતાં સ્ત્રીયોમાંય અપવાદરૂપ સોળ સતી, જિનમાતાઓ છે જ. તેમ સુગંધગુણને લીધે સુકડિનું મહત્વ છે ખરું!
પણ જો તે કારણ તજી, કાર્ય ઈચ્છે તો મૂર્ખતા છે. કાર્યસિધ્ધિ શક્ય તે જ બને છે તે કુહાડીથી કપાય, ઓરસીયા પર ઘસાય, ભાવિકજન દ્વારા પ્રયોજાય અને ત્યારે જ તે જિનપૂજન માટે ઉપયોગી બની શકે. વળી ઓરસીયાની જાતિ તો ઉચ્ચ છે. શૈલરાજપુત્ર તે ભારે છતાં ઉપકારી છે. તેના નામમાં આવતો “ઉરસ' યાને કે હૃદય તેને હૃદયવંત દર્શાવે છે. તેનો સંગ એ ભોગ નથી કેમકે તે અપૂર્વ બ્રહ્મચારી છે. ગંધની છાકી, ક્લેશની માટી, ક્લેશ વલ્લભ સ્ત્રી જાતિ સુકડિએ બૂરાં ફળ આપનાર કુસંપ ઝઘડો તજી દેવાં જોઈએ.
સુકડિને હીન જાતિ કહેવાથી થયેલો રોષ તેનાં પ્રત્યુત્તરમાં જણાવતાં તે ઓરસીયાને લિંબોળી અને પોતાને દ્રાક્ષ ગણાવે છે. ઓરસીયોના ખાનદાનને તુચ્છતાથી વર્ણવતાં તે શિલામાં, ગંડશશેલ પિતા, લોઢી બહેનના કુટુંબવાલો ગણાવે છે. પુષ્પરાવર્તમેઘ અને મગરોલના દ્રષ્ટાંતે ઉદંડતા અવગુણ દર્શાવે છે. તેનું સંસ્કૃત નામ અવકર્મક યર્થાથ છે કેમકે તે સ્ત્રી જાતિ સુકડિ માટે વિનાશકારી છે. કાર્યકારણની બાબત તો એવી છે કે પાણી ભરવા માટે કાર્યરૂપી ઘડો જ લેવાય, કારણરૂપી કુંભારના ચાકનો વિચાર પણ ન કરાય. ટાઢથી બચવા સહુ વસ્ત્ર ઓઢે, રેંટિયો ત્રાક નહિં. માટે કાર્ય સાથે જ સંબંધ ઉચિત, કારણને શું કરે !
સુકડિ વનસ્પતિ જાતિનું મહત્ત્વ અને ઉપકારિતા દર્શાવતાં સંખ્યાબંધ દષ્ટાંતો આપી પોતાનું
૧૯૧
ચકરિ ઓરસીયા સંવાદ Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org