SearchBrowseAboutContactDonate
Page Preview
Page 728
Loading...
Download File
Download File
Page Text
________________ કડિ - ઓરસીયા સંવાદ ડૉ. દેવબાળા સંઘવી મધ્યકાલીન ગુજરાતી સાહિત્યની સંવાદાત્મક કૃતિઓની પરંપરાનુસાર આ કૃતિ સુખડ અને ઓરસીયાના સંવાદને આલેખતી રચના છે. સંવાદાત્મક કૃતિઓની પરંપરામાં માનવીઓના પરસ્પર સંભાષણને આલેખતી, માનવીનાં અંગો અને અવયવો અરસપરસ બોલતાં હોય એવું દાખવતી અને આ સૃષ્ટિના વિવિધ પદાર્થો વચ્ચેના કોઈ બે પદાર્થોના સંવાદને આલેખતી કૃતિઓ એમ વિષયાનુસાર વિભાગ પાડી શકાય છે. પ્રથમ વિભાગમાં નેમ રાજુલસંવાદ, ગુરુ-શિષ્ય સંવાદ, રાવણ-મંદોદર સંવાદ તો બીજા વિભાગમાં લોચન કાજલ સંવાદ, જીભ દાંત સંવાદ, આંખ-કાન સંવાદ, ડાબા જમણા હાથનો સંવાદ રચાનાવિષય બન્યા છે. ત્રીજા વિભાગમાં સમુદ્ર-વહાણ, મોતી-કપાસિયો, સમુદ્ર-ક્લશ, સૂર્ય-દીપક, સુખડ ઓરસીયો આદિનો સંવાદ આલેખાયેલ છે. - જરા ઉપલબ્ધ સંવાદ કૃતિઓમાં સોળમાં શતકમા મુનિ લાવણ્યસમય કૃત રાવણમંદોદરી સંવાદ, કરસંવાદ, ગોરી - સાંવલી વિવાદ તથા સૂર્ય - દીપ સંવાદ તથા કવિ સહજસુંદરકૃત યૌવન સંવાદ અને આંખ-કાન સંવાદ નોધપાત્ર છે. સત્તરમાં શતકમાં અજિતદેવસૂરિષ્કૃત સમક્તિ - શીલ સંવાદ, જયવંતસૂરિકૃત લોચન-કાજલ સંવાદ, હીરકલશકૃત જીભ દાંત સંવાદ, કવિ સમયસુંદર રચિત દાન-શીલ તપ-ભાવના સંવાદ, શ્રીસારકૃત મોતી - કપાસીયા સંવાદ, ઉપા. કુશલધીર રચિત ઉદ્યમ કર્મ સંવાદ ધ્યાનાર્હ કૃતિઓ છે. અઢારમાં શતકમાં ઉપા. યશોવિજયજીકૃત સમુદ્ર - વહાણ સંવાદ, ઉદયવિજયજીકૃત સમુદ્ર કલશ સંવાદ ને આચાર્ય ભાવપ્રભસૂરિષ્કૃત સુકડિ - ઓરસીયા સંવાદ સં. ૧૭૮૩ ઉલ્લેખનીય છે. આ અપ્રકટ કૃતિની સ્વહસ્તાક્ષર લિખિત હસ્તપ્રત ગ્રંથભંડારમાંથી ઉપલબ્ધ થતાં તેનો પરિચય અત્રે કરાવવાનો ઉદ્દેશ છે. સુકડિ ઓરસીયા સંવાદ - ભાવપ્રભસૂરિની આ સંવાદ રચના ૧૬ ઢાલ અને ૩૫૪ કડીની ૭૬૪ પંક્તિઓમાં પથરાયેલી સહુથી દીર્ધ સંવાદકૃતિ છે. આ કૃતિનું નામ સંવાદ છે છતાં તેમાં આલેખાયો છે વિવાદ. સુખડીની લાકડી અને ઓરસીયા વચ્ચે આ વિવાદ નારી-નર વચ્ચેનો, વનસ્પતિકાય અને પૃથ્વિકાય વચ્ચેનો હુંસાતુંસીભર્યો વિવાદ છે. અરસપરસના એકમેકથી મૂઠી ઊંચેરા સાબિત કરવાના પ્રયત્નની પરાકાષ્ઠા સર્જી સામાના દોષદર્શન અને પોતાના ગુણગાન સુધી પહોંચી જઇ આખરે સમાધાન અને સંવાદમાં પૂર્ણ થતી આ રચના કવિની ફળદ્રુપ કલ્પનાશક્તિ, ઊંડી વિચારશક્તિ અને તીક્ષ્ણ દલીલકિતનો પરિચય કરાવે છે. શત્રુંજયતીર્થ પર જિનપ્રભુની અંગપૂજા માટે ઓરસીયા પર સુખડ ઘસવા જતાં એ બે વચ્ચેના સંભાષણને આલેખતી કૃતિમાં કવિએ નીતિ-બોધ-ઉપદેશની સુંદર ગૂંથણી કરી છે. Jain Education International - For Private & Personal Use Only ૧૮૯ www.jainelibrary.org
SR No.012023
Book TitleVijyanandsuri Swargarohan Shatabdi Granth
Original Sutra AuthorN/A
AuthorNavinchandra Vijaymuni, Ramanlal C Shah, Shripal Jain
PublisherVijayanand Suri Sahitya Prakashan Foundation Pavagadh
Publication Year
Total Pages930
LanguageHindi, English, Gujarati
ClassificationSmruti_Granth & Articles
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy