SearchBrowseAboutContactDonate
Page Preview
Page 723
Loading...
Download File
Download File
Page Text
________________ ગુણરત્નાકરછેદ કથાત્મક કૃતિ હોઈ અહીં કથાનો દોર છે ખરો, પણ ખૂબ જ પાતળો. કથાનકને નિમિત્ત બનાવીને સહજસુન્દર કવિત્વની ખરી છોળો ઉછાળે છે તે તો એનાં અલંકૃત વર્ણનોમાં, કથા એ કવિનું મુખ્ય પ્રયોજન રહ્યું નથી. પ્રથમ અધિકાર સરસ્વતીદેવીનું મહિમાગાન, ધૂલિભદ્ર-પ્રશસ્તિ અને પાડલપુર નગરીના વર્ણનમાં સમાપ્ત થાય છે. બીજા અધિકારમાં સ્થૂલિભદ્રનો જન્મોત્સવ, બાળ સ્થૂલિભદ્રનો લાલનપાલન સાથે થતો ઉછેર, સ્થૂલિભદ્રની બાલચેષ્ટાઓ, યૌવનમાં એમની સંક્રાન્તિ અને પછી યુવાન બનેલા ધૂલિભદ્રનો કોશા સાથે ભોગવિલાસ - આમ એક પછી એક આવતાં વર્ણનોના પ્રવાહમાં ભાવક તણાય છે. - ત્રીજા અધિકારમાં આરંભે, ધૂલિભદ્રના પિતા શકટાલના રાજ ખટપટથી થયેલા મૃત્યુનો તો કવિ સંક્ષિપ્ત ઉલ્લેખ જ કરે છે. કવિને વિશેષ રસ છે, રાજ્યનું તેડું આવતાં સ્થૂલિભદ્ર માનસિક વિમાસણના ચિત્રાલેખનમાં. સ્થૂલિભદ્રનો વૈરાગ્ય, કોશાનો પીંખાયેલ મનમાળે, એની સાથે વિરહદશા - આ વર્ણનોમાં ત્રીજો અધિકાર રોકાય છે. ચોથો અધિકાર ચોમાસુ ગાળવા આવેલા સ્થૂલિભદ્રનું મન રીઝવવા માટે કોશાના પ્રયાસોના ચિત્ર વર્ણનમાં રોકાય છે. છેવટે સ્થૂલિભદ્રનો કોશાને બોધ અને કોશાનું હૃદય પરિવર્તન - ત્યાં કૃતિ સમાપ્ત થાય છે. આંતરપ્રાસ, અન્યાનુપ્રાસ, શબ્દાલંકાર, ઝડઝમક, સ્વાનુસારી શબ્દપ્રયોજના, ચારણી છટાવાળો લયહિલ્લોળ અને કવચિત્ કંઠ્ય-વાદ્ય સંગીતની સૂરાવલી-આ બધામાંથી એક વિશિષ્ટ નાદસંગીત નીપજે છે. કેટલાંક વર્ણનો અહીં સંગીતબદ્ધ બની આપણને વિશિષ્ટ લયપ્રવાહમાં ખેંચી જાય છે. પ્રથમ અધિકારમાં સરસ્વતીની પ્રશસ્તિ સાંભળશો : ઘમઘમ ઘૂઘર ઘમઘમ કંતય, ઝંઝર રિમઝિમ રણરણકંતય, કરિ ચૂડિ રણકંતિ કિ દિખઈ, તુહ સિંગાર કીઉંસહ ઊપઈ. કવિ સ્થૂલિભદ્રની પ્રશસ્તિ આ શબ્દોમાં કરે છે : ગુણરોલ લોલ કલોલ કરતિ ચપલ ચિહું દિસ હિંસએ, ઝલહલઈ સિરિ સુહ ઝાંગ, સીકરિ શીલભૂષણ દીસએ. પાટલીપુત્ર નગરીનું વર્ણન ચિત્રાત્મક બન્યું છે. પાડલપુરનાં પ્રજાજનો, એની પૌષધશાળાઓ અને ધર્મશાળાઓ, બાગબગીચા, વાવસરોવરફૂપ આદિ જળાશયો, એના રાજવી અને મંત્રી - આ બધી વિગતોને સમાવી લેતું પ્રાસયુકત નગરવાન કવિએ કર્યું છે. એમાં કયાંક કયાંક કવિ શબદચાતુરીભર્યા ચમકપ્રયોગ પણ કરે છે : મોટે મંદિર બહુકોણી, નયણિ ન દીસઈ તિહાં કો રણીઓ, સૂર વહઈ નિતુ કરી કોદંડહ, કહ તીરઈ નવિ દેહ કો દંડહ. ૧૮૪ શ્રી વિજયાનંદસૂરિ સ્વર્ગારોહણ શતાબ્દી ગ્રંથ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.012023
Book TitleVijyanandsuri Swargarohan Shatabdi Granth
Original Sutra AuthorN/A
AuthorNavinchandra Vijaymuni, Ramanlal C Shah, Shripal Jain
PublisherVijayanand Suri Sahitya Prakashan Foundation Pavagadh
Publication Year
Total Pages930
LanguageHindi, English, Gujarati
ClassificationSmruti_Granth & Articles
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy