SearchBrowseAboutContactDonate
Page Preview
Page 708
Loading...
Download File
Download File
Page Text
________________ આ સ્થળની પૂર્વમાં પર્વતના ઉપરના ભાગમાં ભૌગોલિક પરિસ્થિતિ બદલાય છે. બે ધાર વચ્ચે, પવનથી ઊડેલી રેત પથરાયેલી કંઈક ત્રિકોણાકાર ખીણ છે. આ ખીણના નીચાણવાળા ભાગો પ્રમાણમાં ઓછા ઢાળવાળા છે. અહીં ઉત્તર તથા દક્ષિણની ધાર પરથી ચોમાસામાં વહેતાં નાળાંથી બનેલી ખીણ આશરે બસો મીટર પહોળી છે. તેની બન્ને બાજુના ખડકોની તળેટીના ઢાળ પણ સરળતાથી સમતલ બનાવાય એવા છે. આમ તારંગાની આ ખીણ માનવ વસવાટને માટે કંઈક અનુકૂળ પરિસ્થિતિ દર્શાવે છે. આ સ્થળની ભૌગોલિક પરિસ્થિતિનો લાભ લઈને માનવ વસવાટ શરૂ થયો હોય એમ માનવામાં કોઈ બાધા નથી. અહીંના વિવિધ પુરાવયવો તે વાત પુષ્ટ કરે છે. તેની ભૌગોલિક પરિસ્થિતિ જોતાં તારંગાના પાણીના પ્રવાહો સાબરમતીમાં જવાને બદલે ઈશાનથી નૈઋત્યની સામાન્ય દિશામાં વહીને ઉત્તર ગુજરાતની રૂપેણ નદી બનાવે છે, તે અહીંની જમીનના ઢોળાવની પ્રક્રિયા છે. સાબરમતીના પાસેનાં આ પ્રદેશ તારંગાનું અજિતનાથનું દહેરાસર સોલંકીવંશના કેન્દ્રસ્થ સારસ્વતમંડળનો ભાગ હોય એમ ઉપલબ્ધ પ્રમાણ દર્શાવતા નથી. પરંતુ તે આબુના પરમાર અને ત્યાર બાદ ચૌહાણોને પ્રદેશ હોવાનું લાગે છે. તારંગા પુરાવયવો પાણીના પુરવઠાની તારંગાની આ ખીણમાં સારી સગવડ હોવાથી અહી વસતી હોવાના કેટલાંક પ્રમાણો મળે છે. તેમાં મકાન તથા માર્ગના અવશેષો, માટીકામ, પ્રતિમાઓ તેમજ દુર્ગની રચના આદિની ગણના થાય એમ છે. મકાન અને વાસણો અજિતનાથની ખીણનાં વિશિષ્ટ લક્ષણોમાં પર્વતની તળેટીના ધીમા ઢોળાવો છે. આ ઢોળાવોને સમતલ કરીને મકાનોની રચના થઈ છે. તેથી તે મકાનોનું બાંધકામ કરવા માટે નાના ટેકરાની આજુબાજુ પથ્થરોની ભીત બનાવી જમીન સમતલ કરવામાં આવી છે. આવી સમતલ કરેલી જમીનના તથા ભીતોના અવશેષ અજિતનાથના દહેરાસરની બન્ને બાજુએ અને તથા પશ્ચિમમાં ઘણી જગ્યાએ દેખાય છે. આ અવશેષોમાં સ્થાનિક ગ્રેનાઈટના પથ્થર તોડીને તે ગોઠવીને બનાવેલી ભીંતો એકબીજાને કાટખૂણે મળતી દેખાય છે. તેમાં કેટલીક વાર નીચે મોટી ભીંતથી જમીન સમતલ કરી તેની ઉપર પ્રમાણમાં નાની ભીતો બાંધેલી દેખાય છે. આ ભીંતો પથ્થરની તેમજ ઈટોની બનાવેલી છે. અહીંની ઈટોની ભીતો મોટે ભાગે છિન્નભિન્ન થયેલી છે. પરંતુ કેટલીક જગ્યાએ તેના કેટલાક થો વ્યવસ્થિત રીતે સચવાયેલા છે. આ ઘરોનું ચણતર માટીનું છે. અહીં વપરાયેલી ઈટો ૪૫ x ૩૦ x ૭ સેન્ટીનાં કદની છે. તેથી તેની સરખામણી કરતા દેવની મોરીના સ્તુપ તથા તેના સમકાલીન જૈન તીર્થ તારંગા : એક પ્રાચીન નગરી ૧૬૯ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.012023
Book TitleVijyanandsuri Swargarohan Shatabdi Granth
Original Sutra AuthorN/A
AuthorNavinchandra Vijaymuni, Ramanlal C Shah, Shripal Jain
PublisherVijayanand Suri Sahitya Prakashan Foundation Pavagadh
Publication Year
Total Pages930
LanguageHindi, English, Gujarati
ClassificationSmruti_Granth & Articles
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy