SearchBrowseAboutContactDonate
Page Preview
Page 700
Loading...
Download File
Download File
Page Text
________________ કંડારેલી લટકતા હાથ સાથે ઊભેલી આકૃતિ કાયોત્સર્ગમાં હોઈ જૈન હોવાની તેમજ ત્યાંની એક બીજી મુદ્રામાં કંડારેલી પશુપતિ જેવી આકૃતિ ઋષભદેવ જેવા તીર્થકરની હોવાની માનવા તરફ અમુક વિદ્વાનોનું મંતવ્ય છે. આવી આકૃતિઓ, રેખાકૃતિઓ કે પ્રતિમા જૈન તીર્થકરોની હોવા વિશે માનવાના કોઈ પ્રતીતિકારક લક્ષણ તેમાં રહેલ નથી. શિલ્પકૃતિઓના ઉપલબ્ધ અવશેષોમાં તીર્થકરની પ્રતિમાનો સહુથી પ્રાચીન નમૂનો મગધના પાટનગર પાટલિપુત્ર (પટના) ના વિસ્તારમાં આવેલ લોહાનીપુરમાં પ્રાપ્ત થયો છે. રેતિયા પથ્થરની એ ખંડિત પ્રતિમા મસ્તક તથા પગ વિનાની છે. તેના બંને હાથનો ઘણો ભાગ નષ્ટ થયો છે છતાં એ હાથ કાયોત્સર્ગ અવસ્થામાં હતા એ જાણવા જેટલી સ્પષ્ટ નિશાનીઓ તેમાં રહેલી છે. આ પ્રતિમા ઉપરનું પોલિશ મોર્યકાળ (ઈ.પૂ. ૩૨૨-૧૮૫) જેવું હોવાનું માલૂમ પડે છે. આ સ્થળેથી મળેલી ઈ.પૂ. પહેલી સદીની ખંડિત પ્રતિમાના હાથ કાયોત્સર્ગ અવસ્થામાં રહેલ પૂરેપૂરા જળવાઈ રહ્યા છે. તીર્થકરની પ્રતિમાનું સ્વરૂપ યક્ષની પ્રતિમા પરથી ઘડાયું હોય એમ માનવામાં આવે છે. મોર્ય રાજા અશોકના પૌત્ર સંપ્રતિએ અનેક જિનાલય બંધાવ્યાં એવી અનુશ્રુતિ છે, પરંતુ એમાંના કોઈ અવશેષ ઉપલબ્ધ નથી. કલિંગના રાજા ખારવેલના હાથીગુફા - લેખમાં નંદરાજા વડે અપહરત થયેલી જિનપ્રતિમા પાછી મેળવ્યાનો ઉલ્લેખ છે તે ઉપરથી જિનપ્રતિમાનું નિર્માણ મોર્યકાળ પહેલાંના નંદકાળમાં થયું હોવાનું ફલિત થાય છે. મથુરાના પુરાવશેષોમાં ઈસ્વીસનની પહેલી સદીથી આયાગપટોમાં તીર્થકરોની આકૃતિઓ કંડારાઈ છે; ઉપરાંત કૃષાણકાલની અનેક પ્રતિમાઓ મળે છે. આ પ્રતિમાઓ સામાન્યતઃ વિસ્તઃ હોય છે, તેમાં તીર્થકરની છાતી પર શ્રીવત્સનું ચિહ્ન અને મુખની પાછળ પ્રભાચક હોય છે. તીર્થકર પદ્માસનવાળીને હાથને યોગમુદ્રામાં રાખીને ધ્યાનમાં બેઠા હોય છે અથવા તો કાયોત્સર્ગ અવસ્થામાં તપ કરતા ઊભા હોય છે. તીર્થકરની પ્રતિમામાં લાંછન ન હોવાથી પ્રતિમા ક્યાં તીર્થંકરની છે એ ઓળખવું મુશ્કેલ છે. પાછળનાં વાળનાં ઝુલફાને લીધે ઋષભનાથની અને સર્પફણાના છત્રને લીધે પાર્શ્વનાથની પ્રતિમા જ ઓળખી શકાય છે. હવે ચાર બાજુ ચાર તીર્થકરોની પ્રતિમાં મૂકવાની પ્રથા પ્રચલિત થઈ. એને ચૌમુખ પ્રતિમા કહેવાય છે. આ ચૌમુખ પ્રતિમામાં ઋષભદેવ, નેમિનાથ, પાર્શ્વનાથ અને મહાવીરની પ્રતિમાઓ વધુ લોકપ્રિય છે. બિહારમાં મળેલી પ્રાફ-કુષાણકાલથી ગુપ્તકાળ સુધીની તીર્થકરોની ધાતુ પ્રતિમાઓ પણ મથુરાની પાષાણપ્રતિમાઓ જેવી છે. ચંદ્રગુપ્ત બીજાના સમય (ઈ.સ. ૩૭૬-૪૧૫)ની નેમિનાથની પ્રતિમાની પીઠિકા પર શંખનું લાંછન જણાય છે. એવી રીતે ચંદ્રપ્રભની ટોચ ઉપર ચંદ્રનું લાંછન આપેલું છે. ગુજરાતમાં અકોટાની ધાતુ પ્રતિમાઓમાં પાંચમી સદીની ઋષભદેવની પ્રતિમામાં તીર્થકરને જૈન મર્નિયાની પ્રાચીનતા અને જૈન મંદિરોનું સ્થાપત્ય ૧૬૧ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.012023
Book TitleVijyanandsuri Swargarohan Shatabdi Granth
Original Sutra AuthorN/A
AuthorNavinchandra Vijaymuni, Ramanlal C Shah, Shripal Jain
PublisherVijayanand Suri Sahitya Prakashan Foundation Pavagadh
Publication Year
Total Pages930
LanguageHindi, English, Gujarati
ClassificationSmruti_Granth & Articles
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy