SearchBrowseAboutContactDonate
Page Preview
Page 670
Loading...
Download File
Download File
Page Text
________________ અહીં સર્વવિરતિ હોવા છતાં પ્રમાદ સંભવે છે. ક્યારેક ક્યારેક કર્તવ્ય-કાર્ય ઉપસ્થિત થવા છતાં આલસ્યને લીધે જ અનાદરબુદ્ધિ પેદા થાય છે, તે પ્રમાદ છે. પરંતુ જેમ ઉચિત માત્રામાં ભોજન કે ઉચિત માત્રમાં નિદ્રા પ્રમાદ ગણાતી નથી, તેમ કષાય પણ મંદ દશામાં હોતાં અહીં પ્રમાદ ગણવામાં આવ્યો નથી પણ જો તીવ્રતા ધારણ કરે, તો તે પ્રમાદ છે. વળી અહીં સંજવલન કષાયોનો ઉદય પણ હોય છે. એને કારણે વિકથા આદિ પ્રમાદનો આત્મા પર પ્રભાવ રહે છે. માટે આ ગુણસ્થાનકનું નામ પ્રમત્ત સંયત છે. એમ તો કષાયોદય આગળ સાતમામાં પણ છે, દશમાં ગુણસ્થાનક સુધી છે. પણ મંદ થતો જતો હોઇ તે પ્રમાદ કહેવાતો નથી. શ્રી પ્રવચન સારોદ્ધાર ગ્રંથમાં પ્રમત્ત સંયત શબ્દની વ્યુત્પતિ આ પ્રમાણે કરવામાં આવી છે. संयच्छति स्म - सर्वसावद्ययोगेभ्य: सम्यगुपरमति स्मति स्येत : । प्रमाद्यति स्म - मोहनीयादिकर्मोदयप्रभावत: संज्वलन कषायनिद्राद्यिन्यतमप्रमाद योगत: संयमयोगेषु सीदति स्मेति प्रमत्त: स चासौ संयतश्च प्रमत्तसंयतः ॥ સર્વ સાવદ્ય યોગોથી વિરામ પામે તે સંયત, મોહનીયાદિ કર્મોના ઉદયથી તથા નિદ્રાદિ પ્રમાદનાં કારણે સંયમયોગોમાં અતિચાર લગાડે માટે પ્રમત્ત સંયત કહેવાય. આ ગુણસ્થાનક આત્મગુણોના વિકાસની એક ઉચ્ચ ભૂમિકા છે. અહીં આત્મા ક્ષમા-આર્જવમાર્દવ-શૌચ-સંયમ-ત્યાગ-તપ-સત્ય-બ્રહ્મચર્ય-આર્કિચન્ય આ દસ યતિધર્મોનું પાલન કરે છે. અનિત્યાદિ ભાવનાઓથી આત્માને ભાવિત કરી, વિષય-કષાયોને વશ રાખે છે. સર્વ પાપોના ત્યાગરૂપ પવિત્ર જીવન જીવે છે. કોઈપણ જીવને તે દુ ખ આપતો નથી. સમ્યગ્દર્શન અને સમ્યજ્ઞાન પ્રાપ્ત થવાં સરળ નથી. એ પ્રાપ્ત થયા પછી પણ તદનુસાર સભ્યશ્ચારિત્ર ઘડવું એ પણ ઘણું દુષ્કર છે. પ્રમાદ એમાં મહત્ત્વનો ભાગ ભજવે છે. મોહનીય કર્મ જીવને ભગાડે છે. સૂક્ષ્માતિસૂક્ષ્મ રાગ જીવથી છૂટતો નથી. વીતરાગપણું સહેલાઈથી મેળવી શકાતું નથી. અથવા મેળવ્યું હોય, મેળવ્યું હોવા છતાં પ્રમાદને કારણે ન મેળવ્યા જેવું ઘડીએ ઘડીએ ચાલ્યા કરે છે. ગુણસ્થાનકે જીવ પ્રમાદના કારણે જ સ્થિર થઈ શકતો નથી. અને છઠ્ઠા તથા સાતમા ગુણસ્થાનક વચ્ચે જીવ અનેકવાર ચઢ-ઊતર કર્યા કરે છે, ઝૂલ્યા કરે છે. સાતમા અપ્રમત્તગુણસ્થાન માટે કહ્યું છે : -.-.-. Jain Education International For Private & Personal Use Only . www.jainelibrary.org
SR No.012023
Book TitleVijyanandsuri Swargarohan Shatabdi Granth
Original Sutra AuthorN/A
AuthorNavinchandra Vijaymuni, Ramanlal C Shah, Shripal Jain
PublisherVijayanand Suri Sahitya Prakashan Foundation Pavagadh
Publication Year
Total Pages930
LanguageHindi, English, Gujarati
ClassificationSmruti_Granth & Articles
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy