SearchBrowseAboutContactDonate
Page Preview
Page 630
Loading...
Download File
Download File
Page Text
________________ આત્મા મૌનથી પણ પર છે તેથી મુનિ શબ્દ લક્ષ્ય અર્થથી બહુ મહત્ત્વનો હોઈ સાધુના સ્થાને અત્રે પ્રયોજ્યો છે અને સાધુને મુનિ તરીકે પણ ઓળખવામાં આવે જ છે. લિપિભેદે ઓમ બે પ્રકારે લખાય છે. આ ૐ નું બીજું રહસ્ય એ છે કે સચરાચર વિશ્વ-બ્રહ્માંડ અસીમ ગોળાકાર છે. આમ અંત્યસીમાંત અને અસીમ ઉભય ગોળાકાર રૂપનું ૐ લિપિમાં આલેખન થયેલ છે. સ્વરૂપમંત્રથી સ્વરૂપપદે પહોંચેલ પરમાત્માને નમસ્કાર થાય છે જે નમસ્કારના ત્રણ ભેદ છે. (૧) કાયયોગથી ચરણ, ઘૂંટણ, હસ્ત, નાસિકા અને મસ્તક એમ પાંચ અંગ ધરતી સરસા અડાડી થતો પંચાગ પ્રણામ-નમસ્કાર. (૨) વચનયોગથી પરમાત્મ્ય ભગવંતની સ્તુતિ કરવા દ્વારા થતો નમસ્કાર. (૩) અને મનોયોગથી પરમાત્માના શુદ્ધ સ્વરૂપના જ્ઞાન ધ્યાનમાં લીન થવા દ્વારા અતિ સૂક્ષ્મતાએ શૂન્ય બનવા દ્વારા થતો પ્રણિધાનરૂપ સર્વોત્કૃષ્ટ નમસ્કાર કે જે ત્રીજા પ્રકારના નમસ્કાર વિષે જ કહેવાયું છે. ઈકકોવિ નમુક્કારો જિનવર વ સહસ્સ વદ્ધમાણસ્સ પંચપરમેષ્ઠિના ભાવપદને ત્રણે યોગથી નમસ્કાર કરવા દ્વારા સર્વ પાપનો પ્રણાશ એટલે કે મૂળથી નાશ અર્થાત્ ક્ષય થાય છે. તેથી જ સવ્વ પાવપ્પણાસણો કહેલ છે. નમસ્કાર કરવા દ્વારા સર્વ પાપના ડુંગરોને ઓળંગવાના છે. ખતમ કરવાના છે. પંચપરમેષ્ઠિની આરાધના એટલે પુણ્યના ડુંગરો ખડકવા એમ નથી સમજવાનું, પરંતુ પંચપરમેષ્ઠિને નમસ્કાર એટલે પાપોના ડુંગરોનો નાશ. સ્વરૂપ મંત્ર સંસાર સાગરાઓ તારેઈ નરં વા નારી વા.... નમસ્કાર એટલે કે નમન અને નમન એટલે નમવું અર્થાત્ ઊલટવું. મનને ઊલટાવવું એટલે નમ. તેમ મનને ઊલટાવવું એટલે કે મનને અમન કરવું. આમ નમવું એટલે પરિણમવું-તરૂપ થવું. અમન થવું એટલે ઈચ્છા રહિત થવું નિરિહિ થવું. વ્યાકરણશાસ્ત્રના નિયમ પ્રમાણે મન શબ્દનો અર્થ વિચારવું એટલે કે બુદ્ધિ તત્ત્વ છે. તે જ પ્રમાણે મનની ચંચળતાના અર્થમાં મન એ વિકલ્પ અને ઈચ્છાનું પોટલું છે આમ નમસ્કાર એટલે કે નમન એ અમન-ઈચ્છારહિત-નિરિહિ-પૂર્ણકામ બની પરમાત્મ સ્વરૂપનું પ્રાગટ્ય કરવાની ક્રિયા છે. એથી જ તો શ્રીમદ્જીએ ગાયું છે કે... શુભ ભાવ વડે મન સુદ્ધ કરો, Jain Education International નવકાર મહાપદને સમરો, નહિ એ સમાન સુમંત્ર કહો, ભજીને ભગવંત ભવંત લહો. For Private & Personal Use Only ૯૧ www.jainelibrary.org
SR No.012023
Book TitleVijyanandsuri Swargarohan Shatabdi Granth
Original Sutra AuthorN/A
AuthorNavinchandra Vijaymuni, Ramanlal C Shah, Shripal Jain
PublisherVijayanand Suri Sahitya Prakashan Foundation Pavagadh
Publication Year
Total Pages930
LanguageHindi, English, Gujarati
ClassificationSmruti_Granth & Articles
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy