SearchBrowseAboutContactDonate
Page Preview
Page 82
Loading...
Download File
Download File
Page Text
________________ ધર્મવાણીનું પાન કરતાં લક્ષ્મીબહેનના વૈરાગ્યને વેગ મળ્યો. ગુરૂદેવને દીક્ષા લેવાની ભાવના જણાવતાં પૂજ્ય ગુરૂદેવની સમજાવટથી કુટુંબીજનો તરફથી રજા મળી ગઈ. આથી લક્ષ્મીબહેનના મનનો મયૂર નાચી ઉઠ્યો. વિ.સં. ૧૯૯૦ના માગસર વદ ૭ ને શુભદિને અઠ્ઠાઈ મહોત્સવપૂર્વક પૂજ્ય ગુરૂવર્યોને હસ્તક દીક્ષા આરોપિત થઈ. શ્રી પાર્શ્વચંદ્રગચ્છના પૂજ્ય શ્રી ભ્રાતૃચંદ્રસૂરિજીના હસ્તે દીક્ષિત સાધ્વી ચંદનશ્રીજી મહારાજનાં શિષ્યા સ્થાપી શ્રી મહોદયશ્રીજી નામ રાખવામાં આવ્યું. એ જ વર્ષે ફાગળ સુદ ૩ ને દિવસે ઉનાવાના કાલીદાસભાઈની સુપુત્રી ચંદ્રાબહેનને ૧૬ વર્ષની વયે દીક્ષિત કરી તેમના શિષ્યા રૂપે ઉદ્ઘોષિત ક૨વામાં આવ્યા અને સાધ્વી શ્રી ચારિત્રશ્રીજી નામ રાખવામાં આવ્યું. દીક્ષા ગ્રહણ કરીને ગુરૂશિષ્યા બંને જ્ઞાનસંપાદનમાં લાગી ગયાં. પરંતુ પૂજ્ય શ્રી મહોદયશ્રીજી મહારાજના સંયમીજીવનમાં ય આ સુખ લખેલું નહિ હોય, તે એક દિવસ અચાનક પૂજ્ય શ્રી ચારિત્રશ્રીજી મહારાજ ૨૨ વર્ષની વયે કાળધર્મ પામ્યાં. ગુરૂશિષ્યાની જોડી આમ એકાએક ખંડિત થઈ. પૂજ્ય શ્રી મહોદયશ્રીજી મહારાજ સમતા કેળવીને જ્ઞાન અને તપના માર્ગે આગળ વધ્યા. છ થી માંડીને માસક્ષમણ સુધી ઉપવાસ કર્યા. સિદ્ધિતપ, ચત્તારિઅઠ્ઠ, કર્મસૂદન, કર્મપ્રકૃતિ એક–બે-અઢી-ત્રણ-ચાર અને છમાસી તપ સાથે વીશસ્થાનક તથા વર્ધમાન તપની ૩૭ ઓળી કરી તપસ્વિની તરીકે આદરણીય બન્યા. સ્વ–૫૨ કલ્યાણની ભાવનાવાળાં પૂજ્યશ્રીએ સ્વકલ્યાણાર્થે જેમ તપસ્યાઓ કરી, તેમ ૫૨કલ્યાણાર્થે શાસનપ્રભાવનાનાં અનેક કાર્યો પણ કર્યાં. ગુજરાત, કાઢિયાવાડ, કચ્છ, મારવાડ, જેસલમેર, મુંબઈ આદિ પ્રદેશોમાં વિચરી અનેક આત્માઓને વ્રત-નિયમોમાં સ્થિર કર્યા, ખંભાત-અમદાવાદ આદિ શહેરોમાં મહિલા મંડળો સ્થાપ્યાં. ગોલવાડ આદિ શહેરના સ્થાનકવાસીઓને દહેરાવાસી બનાવ્યા. અનેક જિનમંદિરોના અને પાઠશાળાઓના નિર્માણ માટે પ્રેરણા આપી. મહોત્સવ સહિત શ્વસુર પક્ષ તરફથી નવ છોડ અને સંસારી બહેન સમરથબહેન તરફથી પાંચ છોડનું ઉજમણું કરાવ્યું. સંસારી દિયર શ્રી સુંદરલાલ ઝવેરીએ તેમની પ્રેરણાથી પાલિતાણામાં શ્રી મહાવીર સ્વામી પધરાવ્યા. પૂજ્યશ્રીની પ્રેરણાથી જ ભદ્રેશ્વર તીર્થમાં જમીન વિનામૂલ્યે મળી અને ત્યાં ગુરૂમંદિરની રચના કરવામાં આવી. અગાસી તીર્થમાં મુનિ સુવ્રત મહિલા મંડળની સ્થાપના કરવામાં આવી . વિ.સં. ૨૦૦૯ના જેઠ સુદ ૧૦ ને દિવસે કચ્છ કોડાયવાસી જેઠાભાઈ ગોવરની સુપુત્રી હીરબાઈ તથા વિ.સં. ૨૦૧૫માં શામળાની પોળમાં ત્રિકમલાલ વાડીલાલની પુત્રી ચંદ્રાબહેન પૂજ્ય શ્રી વૃદ્ધિચંદ્રજી મહારાજ હસ્તક તથા કચ્છ-મોટી ખાખરના સૂરજી માણેકની સુપુત્રી કુ. જયવંતીબહેન પૂજ્ય વિદ્યાચંદ્રજી મહારાજ અને પૂજ્ય રામચંદ્રજી મહારાજ હસ્તક દીક્ષિત બની, અને અનુક્રમે શ્રી હર્ષપ્રભાશ્રીજી, શ્રી ચંદ્રરેખાશ્રીજી અને શ્રી જ્યોતિપ્રભાશ્રીજી નામે ત્રણ શિષ્યાઓ થયાં પૂજ્યશ્રી પોતાનાં શિષ્યા-પ્રશિષ્યા પરિવાર સાથે ૮૦ વર્ષની વય થતાં સુધી વિચર્યા. વિ.સં. ૨૦૩૩માં શ્રી સંઘના અત્યંત આગ્રહને વશવર્તીને ખંભાત પધાર્યા અને અત્યંત વયોવૃદ્ધ પૂજ્ય શ્રી પ્રીતિશ્રીજી મહારાજની ખૂબ સારી સેવાભક્તિ બજાવી. વિ.સં. ૨૦૪૦ના મહા વદ અમાસને દિવસે અંત સમયની નિર્યામણા કરાવી, નવકાર મંત્રનું શ્રવણ કરતાં પૂજ્ય શ્રી પ્રીતિશ્રીજી મહારાજ કાળધર્મ પામ્યા. પૂજ્યશ્રી પણ વિહારની શક્તિ ક્ષીણ થવાથી ૯૩ વર્ષની વયે ખંભાતમાં જ સ્થિરવાસ રહ્યાં. પૂજ્યશ્રી આરાધનામાં જાગૃત રહેતાં. બે વાર નવલખો તેમ અરિહંતપદના સવા કોટી જાપ પૂર્ણ કર્યા. માનસિક જાપમાં સતત મગૢ રહી, મનવચનકાયાનું શુદ્ધિકરણ સાધતાં પર્વતિથિઓમાં વ્રતપચ્ચક્ખાણ ચૂકતા ન હતા. એવા એ પરમ પવિત્ર પુણ્યાત્માઓ આ પૃથ્વી ૫૨ અહોનિશ પૂજાપાત્ર છે! એવા એ ભવ્યાત્માને ભૂરી-ભૂરી વંદના! સંઘસૌરભ Jain Education International For Private & Personal Use Only ૭૧ www.jainelibrary.org
SR No.012018
Book TitleSangha Saurabh
Original Sutra AuthorN/A
AuthorBhuvanchandra
PublisherParshwachandra Gacch Jain Sangh Deshalpur Kutch
Publication Year2005
Total Pages176
LanguageGujarati
ClassificationSmruti_Granth & Articles
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy