SearchBrowseAboutContactDonate
Page Preview
Page 74
Loading...
Download File
Download File
Page Text
________________ શકરીબહેન નામે બે કન્યાઓએ ખાસી લડત ચલાવી દીક્ષાની અનુમતિ મેળવી. સં. ૧૯૯૧માં પૂજ્ય શ્રી જગતચંદ્રજી મહારાજ અને પૂજ્ય શ્રી સાગરચંદ્રજી મહારાજના હસ્તે એમની દીક્ષા થઈ. ચંદનબહેન ચારિત્રશ્રીજી એવા નામે સાધ્વી મહોદયશ્રીજીના શિષ્યા બન્યા અને શકરીબહેન સુનંદાશ્રીજી એવા નામે સાધ્વી ખાંતિશ્રીજી મહારાજના શિષ્યા જાહેર થયા. સં. ૧૯૯૨માં કચ્છના નેણબાઈની દીક્ષા થઈ એ સાધ્વી નિશ્ચલશ્રીજી નામે સાધ્વી પ્રધાનશ્રીજીના શિષ્યા દાનશ્રીજીના શિષ્ય બન્યા. માંડલના જાસુદબહેનને સં. ૧૯૯૪માં દીક્ષા આપી તેઓ જયશ્રીજી નામે સાધ્વી સૌભાગ્યશ્રીજીના શિષ્ય બન્યા. સં. ૨૦૧૦માં કચ્છ-કોડાયના હીરાબહેનની દીક્ષા થઈ. એમનું નામ પડ્યું હર્ષપ્રભાશ્રીજી. પૂજ્ય ચંદન શ્રીજી મહારાજના પુણ્યપ્રભાવે તેમની પાસે અનેક દીક્ષાઓ થઈ. અગિયાર શિષ્યાઓ તથા બીજા પ્રશિષ્યાઓ મળીને ત્રીસ ઉપર સાધ્વીજીઓ એમના સંઘાડામાં થયા. તેઓશ્રી ગુજરાત, કાઠિયાવાડ, મારવાડ, મેવાડ, દક્ષિણ, ખાનદેશ, માળવા, કચ્છમાં ખૂબ વિચર્યા, જળગાંવ, મુંબઈ, વઢવાણ, ગંભીરા, સાણંદ જેવા અન્યગચ્છીય ક્ષેત્રોમાં પણ ચોમાસાં કર્યા. આ વિગતો પરથી મનોબળ, ઉપદેશભક્તિ, વિશાળ દૃષ્ટિ વગેરે ગુણો તેમના જીવનમાં સારા પ્રમાણમાં વિકસિત થયા હશે એ જણાઈ આવે એમ છે. પાછલાં વર્ષોમાં ખંભાતમાં વધુ સ્થિરતા કરેલી, કેમકે વાત વ્યાધિના કારણે વિહાર ન હોતા કરી શકતા. સં. ૨૦૧૧માં તેઓશ્રીને મગજનો કોઈ રોગ થઈ આવ્યો. ભાન ચાલ્યું જતું. એમ કરતાં સાવ પથારીવશ થયા. કોઈને ઓળખી ન શકે. અભાન અવસ્થામાં પોતે બોલી શકતા હતા. પણ બોલે ત્યારે ગુરૂદેવના નામ સિવાય બીજું કંઈ ન બોલે. સભાન હતા ત્યારે દવાની ના જ પાડતા. દોઢેક મહિનો પથારીવશ રહ્યા. અંતે ચૈત્ર સુદ ત્રીજની રાત્રે તેમનો આત્મા દેહપિંજર છોડી ગયો. શિષ્યાવર્ગ દુઃખી થયો, સંઘમાં શોક પ્રસર્યો. સાધ્વી શ્રી પ્રીતિશ્રીજી દીક્ષાથી લઈને સતત તેમની સાથે જ સેવામાં રહ્યા હતા. પોતાના જીવનમાં હમેશાં ગુરૂને ભાવથી યાદ કરતા રહેતા. ખંભાત સંઘે ગુરુણીજીની ઉત્તમ રીતે સેવા કરેલી. અંતિમયાત્રા બહુ ઠાઠથી નીકળી. શ્રી સંઘે તથા કુટુંબીજનોએ પૂજ્યશ્રીના જીવનની અનુમોદના રૂપે સુંદર જિનભક્તિ મહોત્સવ કર્યો. સરળ અને સ્નેહાળ પ્રકૃતિ, ચારિત્રનિષ્ઠા, તપ-ત્યાગ, જ્ઞાનરુચિ અને પરોપકારની ભાવના એવા ઉત્તમ ગુણોથી તેમનું જીવન ચંદન જેવું સુવાસિત હતું. શ્રી પાર્શ્વચંદ્રગચ્છના એ અગ્રણી સાધ્વીવર્યાને ભક્તિપૂર્વક વંદન! આ સ્થળે જણાવવું જરૂરનું છે કે આજકાલ કેટલાક લોકો પોતાનાગચ્છના મમત્વમાં લીન થઈ દષ્ટિરાગના આવેશથી હિતાહિતનો વિવેક ભૂલી જઈ સભ્યતા અને સમતાનું ઉલ્લંઘન ફ્રી ફ્લેશ વઘારવા બીજા ગચ્છવાળાઓની અનેક રીતે નિંદા કરવાના પ્રયત્નમાં હરહમેશ મગ્ન રહે છે, પણ એમ કરવું એ ઘર્માનુરાગી સજ્જન પુરુષને તો તદ્દન અઘટિત છે. કારણ કે આજકાલ સર્વજ્ઞ તો કોઈ છે જ નહિ માટે નક્કી અમે જ ખરા છીએ' આવો દુરાગ્રહ કેમ કરી શકાય? શાસ્ત્રકાર તો કહે છે કે છઘરથની બુદ્ધિ અવરથ ખલિત થાય છે. પંચ પ્રતિક્રમણ સૂત્ર' - સંવિજ્ઞપક્ષીય ભિક્ષુ ભ્રાતૃચંદ્ર પ્રસ્તાવનામાંથી, સં. ૧૯૫૦ સંઘસૌરભ ૬૩ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.012018
Book TitleSangha Saurabh
Original Sutra AuthorN/A
AuthorBhuvanchandra
PublisherParshwachandra Gacch Jain Sangh Deshalpur Kutch
Publication Year2005
Total Pages176
LanguageGujarati
ClassificationSmruti_Granth & Articles
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy