SearchBrowseAboutContactDonate
Page Preview
Page 64
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી પાર્શચંદ્રગચ્છના સાધ્વીરત્નો લેખિકા : સાધ્વીશ્રી વસંતપ્રભાશ્રીજી “સુતેજ' આ સદીના આરંભથી જ સંવેગી ગીતાર્થ તરીકે પૂજ્ય શ્રી કુશલચંદ્ર ગણિવર્યજી મહારાજ શ્રીમન્નાગપુરીય બૃહદ્ તપાગચ્છ, વર્તમાન શ્રી પાર્થચંદ્રગચ્છ પર છવાઈ ગયેલા. પરમ તેજસ્વી રત્ન સમ જેમનો અનોખો આત્મા ઝળહળી રહ્યો છે, જેમનું તપોમય અને વૈરાગ્યપૂર્ણ જીવન દરેક માટે ઉપકારી અને પ્રેરક બની રહ્યું છે, લોકો જેમનાં ગુણગાન ગાતાં થાકતાં નથી, તે પૂજ્યશ્રીના શ્રમણ સંઘ પર બહુ ઉપકાર છે. - સાધુ અને સાધ્વીના જીવનમાં પરમ હિતકારી બને તેવા નિયમો સમજાવવા; સાધુ સમાચારીનું શાન, ઊન વણીને દશીઓ બનાવી ઓઘો તૈયાર કરવો, પાત્રા રંગવા આદિ સામાન્ય જ્ઞાન–સમજણ પણ કાળબળે કમ બની ગઈ હતી, ત્યારે સાધુઓને યોગ્ય માર્ગદર્શન ગણિવરશ્રીએ પૂરું પાડ્યું હતું. અભણ બહેનોને બારાક્ષરી શીખી લખવા-વાંચવાનું જ્ઞાન આપવું, સૂત્રાભ્યાસ કરી સ્વાધ્યાયમાં મસ્તી કેળવવી એવી ઘણી બાબતોમાં પૂજ્ય શ્રી કુશલચંદ્રગણિવર્યજીનું અનુપમ યોગદાન છે. તેઓશ્રીએ સાધ્વી સંસ્થાને પુનર્જીવિત કરી. - પુરુષપ્રધાન ધર્મ એટલે આત્મપ્રધાન ધર્મ, આત્માની શક્તિ અનંત છે. દેહધારી મનુષ્યો જ્ઞાનના ક્ષયોપશમથી અને પ્રબળ પુરુષાર્થથી એ શક્તિ ખીલવી શકે છે એમાં બે મત નથી. સાધ્વીસંઘની રચના : - શ્રી પાર્થચંદ્રગચ્છમાં તે વખતે સાધ્વીજી વર્ગ નામશેષ હતો. ત્યારે કચ્છના કાશી'નું બિરુદ પામેલા કોડાય ગામમાં પૂજ્યશ્રીની પ્રેરક વાણીથી પ્રતિબોધિત થયેલાં ત્રણ શ્રાવિકા બહેનો દીક્ષા લેવા તૈયાર થયાં. અને શ્રી પાર્શચંદ્ર ગચ્છમાં સાધ્વીસંઘને સુસ્થિત કરવાનો પૂર્ણયશ કચ્છ પ્રદેશના કોડાય ગામની ધરતીને ફાળે ગયો! કોડાય ગામના વતની આ ત્રણે બહેનોની દીક્ષા જામનગરમાં થઈ. આ દીક્ષાઓ વિ.સં. ૧૯૪૭માં થઈ. શ્રી પાર્શચંદ્રગચ્છના આ શતાબ્દી વર્ષના સમયગાળામાં જે સાધ્વીરત્નો પ્રકાશ્યાં અને ગચ્છના તેમજ શાસનના ગગન મંડળને ઓજસ્વી બનાવ્યું, તેમના યોગદાનને યાદ કરવાનો આ અનોખો અવસર છે, એ એક રોમહર્ષિણી બીના છે...... | વિદ્વાન મુનિપ્રવર પૂજ્ય શ્રી ભુવનચંદ્રજી મહારાજ આજે પૂજ્ય કુશલચંદ્ર ગણિવર્યજીના તેજસ્વી રત્ન સમાન પટ્ટ પ્રભાવક બની પ્રત્યેક કાર્યમાં પૂર્ણ કુશળતા ધરાવે છે. જ્ઞાનપૂરક જ્ઞાનગષક બની રહ્યા છે. ગચ્છની સારણાવારણામાં ઉત્તમ કાર્યો એમનાં હસ્તક થતાં રહે, દીર્ઘ સંયમી તરીકે વિચરી આત્મકલ્યાણ રૂપ પ્રેરકબળ તેઓશ્રી તરફથી મળતું રહે એવી અમારી મનોકામના પરિપૂર્ણ થાઓ! પૂજ્યશ્રીને “શાસનના શ્રમણીરત્નો' ગ્રંથ વિષે જાણ થતાં, પૂર્વકાલીન અને વર્તમાનમાં વિચરતા સમુદાયની સાધ્વીજીઓની નામાવલિનું સંપાદનકાર્ય મને સુપ્રત કર્યું, અને મુખ્ય નામાવલિ સાથે ઉપયોગી સૂચનો તથા તેને લગતું સાહિત્ય પણ સાથે મોકલ્યું. પૂજ્યશ્રીનો આ આત્મીયભાવ અનુમોદનીય છે. એવી જ રીતે, ટૂંકા સમયગાળામાં અન્ય સાધ્વીજીઓ તરફથી ઘણો સારો સહકાર સાંપડ્યો તેથી આ સંપાદન કાર્ય બન્યું છે. અહીં રજૂ થયેલી વિગતોમાં કોઈ હકીકત બાકી રહી હોય તો તે મારી અધૂરી જાણકારીને લીધે હશે. - શ્રી ડુંગરશી સોજુભાઈ મોતા, કચ્છ-બિદડાવાલા (હાલ મુંબઈ) તરફથી તેમજ ગ્રંથના પ્રકાશક શ્રી નંદલાલ સંઘસૌરભ પડે કે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.012018
Book TitleSangha Saurabh
Original Sutra AuthorN/A
AuthorBhuvanchandra
PublisherParshwachandra Gacch Jain Sangh Deshalpur Kutch
Publication Year2005
Total Pages176
LanguageGujarati
ClassificationSmruti_Granth & Articles
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy