SearchBrowseAboutContactDonate
Page Preview
Page 62
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રખરવક્તા સાધનાનિષ્ઠ પૂજ્ય મુનિરાજશ્રી પુન્યરત્નચંદ્રજી મહારાજ લેખિકાઃ પૂ.પ્ર.સા.શ્રી ૐકારશ્રીજી મ.ના શિષ્યા સા. પારેખાશ્રીજી બુંદેલખંડની ઘરતી પર વિરાંગના રાણી લક્ષ્મીબાઈની નગરી ઝાંસીમાં ધંધાર્થે આવીને વસેલા પાર્થચંદ્રસૂરિદાદાના પરમભક્ત, રાજસ્થાન પ્રાંતના નાગૌર જિલ્લાના રૂણ ગામના વતની શ્રી ઉમેદમલજી કટારિયાના કુળમાં માતા પીસ્તાદેવીની કુશીથી વિ.સં. ૨૦૧૧ માગશર સુદી પના તા. ૩/૧૨/૧૯૫૪ના શુભદિને પૂજ્યશ્રીનો જન્મ થયેલ. એમના દાદાજી જૌહરીમલજીએ અતિવ્હાલથી પોતાની જીવનદોરી સમા પૌત્રનું નામ રાખ્યું જીવનચંદ્ર. જન્મથી જ અતિ ચંચળ અને ચપળ જીવનકુમાર ભણવામાં પણ એટલા વિચક્ષણ નીકળ્યા. બી.એ. સુધી વ્યવહારિક શિક્ષણ ગ્રહણ કર્યા બાદ ઈન્દોરમાં દાલમિલનો ઉદ્યોગ કર્યો, પ્રારબ્ધ ખૂબજ યારી આપી- પણ દાલના ધંધામાં જીવહિંસાને જોઈ હૃદય પીડાવા લાગ્યું અને થોડા જ સમયમાં આર્થિક લાભ, ધંધામાં મળતા માન-પ્રતિષ્ઠા સઘળાને છોડીને પોતાના દાદાજી જૌહરીમલજી સાથે એમની સેવામાં પાલિતાણા ચાલ્યા ગયા. એમના દાદાજી પાર્જચંદ્રગચ્છમાં અત્યંત પ્રીતિવંત, ઉત્કૃષ્ટ બાર વ્રતધારી સેવાભાવી નિસ્પૃહી શ્રાવકરત્ન હતા. છેલ્લા કેટલાય વર્ષોથી વલ્લભવિહારમાં કનકબેનના રસોડે સાધુ-સાધ્વીજીની ભક્તિભાવે વૈયાવચ્ચ કરતા હતા. એવા ધર્મનિષ્ઠ દાદાની સાથે રહીને તેમજ સંતોના સમાગમે અંતરમાં વૈરાગ્યનો પ્રકાશ થયો. દિનોદિન સંસારથી વિરક્તિ અને ત્યાગધર્મની અનુરક્તિ વધતી ચાલી. સાત વર્ષ સુધી વૈરાગ્યભાવનામાં ઝીલતા રહી શાસ્ત્રાભ્યાસ, વર્ષીતપ, ઉપધાન તપ, અઠ્ઠાઈ, સોળભત્તા આદિ તપસ્યાઓથી જીવનને રંગી દીધું. ગૃહસ્થપણામાં એકવાર લોચ પણ કરાવેલ. ભોજન પણ એકસાથે જ લઈ, મિશ્ર કરીને વાપરતા અને તે પણ એકાસણાના વ્રત સાથે. ઘર્મભાવનાથી અંતર રંગાયા પછી પોતાના છ ભાઈ-ભાભી-ભત્રીજા-ભત્રીજી આદિ સમ્પન્ન પરિવાર છોડીને ૩૨ વર્ષની યુવાવસ્થામાં અમદાવાદ નગરે અધ્યાત્મયોગી શાંતમૂર્તિ ગુરુદેવ રામચંદ્રજી મ.સા.ના હાથે ભાગવતી દીક્ષા અંગીકાર કરી વિ. સં. ૨૦૪૨ જેઠ સુદ નોમના જીવનચંદ્રભાઈ મુનિ પુન્યરત્નચંદ્રજી બન્યા. સંઘસૌરભ ૫૧ કે www.jainelibrary.org Jain Education International For Private & Personal Use Only
SR No.012018
Book TitleSangha Saurabh
Original Sutra AuthorN/A
AuthorBhuvanchandra
PublisherParshwachandra Gacch Jain Sangh Deshalpur Kutch
Publication Year2005
Total Pages176
LanguageGujarati
ClassificationSmruti_Granth & Articles
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy