SearchBrowseAboutContactDonate
Page Preview
Page 58
Loading...
Download File
Download File
Page Text
________________ પૂજ્યશ્રી આટલા વિવિધ કાર્યો માટે સમય કેવી રીતે ફાળવી શકતા હશે એવો પ્રશ્ન કોઈને પણ થાય. પરંતુ સમયનો સદુપયોગ કેવી રીતે કરવો તેની કળા પૂજ્યશ્રીને વરેલી છે. બધું સહજભાવે કરતા રહે છે. પૂજ્યશ્રી સાહિત્ય અને સાધનામાં સવિશેષ રસરુચિ ધરાવે છે તેમ છતાં સંઘ-સમાજ પ્રત્યેની જવાબદારી પૂરી સજ્જતાથી નિભાવે છે. પૂજ્યશ્રીની નિશ્રામાં સં. ૨૦૬૦ કી.વ.૭ના મોટીખાખર તીર્થથી તેરા તીર્થ સુધીનો કચ્છની પંચતીર્થીનો ૧૫-દિવસીય છ'રિપાલિત સંઘ નીકળ્યો. આ સંઘ અનેક રીતે વિશિષ્ટ બની રહ્યો. પૂજ્યશ્રીની નિશ્રામાં ગયા વર્ષે સં. ૨૦૫૯ના વૈશાખ મહિનામાં મોટી ખાખર ગામે એકાદશાહ્નિકા મહોત્સવ, જેમાં શત્રુંજયાવતાર શ્રી આદિનાથ જિનાલયની ૪00મી વર્ષગાંઠ, આદીશ્વરદાદાની પુનઃ પ્રતિષ્ઠા તથા વર્ષીતપના સામુદાયિક પારણાં–આ ત્રિવેણીસંગમરૂપ ઉત્સવ ભવ્ય રીતે ઉજવાયો. નાની ખાખર, દેશલપુર, ભાડિયા આદિ ગામોના શતાબ્દી મહોત્સવો તેઓશ્રીના માર્ગદર્શન હેઠળ ઉજવાયા છે ને યાદગાર બની ગયા છે. ટુન્ડાના દેરાસરનો જીર્ણોદ્ધાર, કોડાયના સદાગમ ટ્રસ્ટના જ્ઞાનમંદિરનો જીર્ણોદ્ધાર, ભદ્રેશ્વરના નૂતન ગુરુમંદિરનું નિર્માણ, નાની ખાખરમાં નૂતન જ્ઞાનમંદિર, ખંભાત-વીરમગામ-કોડાયના હસ્તલિખિત ભંડારોનો ઉદ્ધાર આદિ શાસન સંબંધી કાર્યો માટે તેઓ સમય-શક્તિનો ભોગ આપતા રહે છે. વસઈ (વીરારોમાં પાર્થચંદ્ર ગચ્છનો ઉપાશ્રય સ્થપાયો તેમાં તેઓશ્રીની પ્રેરણા તથા પૂ. શ્રી મનોશચંદ્રજી મ.સા.ના પુરુષાર્થનો મુખ્ય ફાળો છે. પૂજ્યશ્રીની પ્રેરણાથી “કચ્છ પ્રદેશ પાર્થચંદ્રગચ્છ સમિતિનું નિર્માણ થયું છે. જેથી સંઘનું કાર્ય વ્યવસ્થિત ચાલતું રહે છે. વળી દેશલપુર ગામે પૂજ્યશ્રીની પ્રેરણાથી “ઘર્માલયમ્' નામની સંસ્થા આકાર પામી રહી છે. આ સંસ્થાના ઉપક્રમે બાળકો માટે “સંસ્કાર શિબિરો યોજાય છે જે ઉત્તરોત્તર લોકપ્રિય બની રહ્યા છે. પૂજ્યશ્રીનું સંયમજીવન દર્પણ જેવું નિર્મળ છે. તેઓશ્રીના સંપર્કમાં આવનાર આગળ પૂજ્યશ્રીનાં સરળતા, નિઃસ્પૃહતા, નિર્મોહતા, નિર્દોષતા, નિરભિમાનિતા, નિર્દભતા, હૃદયની વિશાળતા, વાત્સલ્યભાવ, બહુશ્રુતતા આદિ ગુણો છતા થયા વગર રહેતા નથી. પૂજ્યશ્રીની ત્વરિત નિર્ણયશક્તિ, સંયમનું કડક-ચુસ્તપાલન, વિશ્વમૈત્રીની સાધના, ધીરતા, ગંભીરતા, સુંદર સર્જનશક્તિ, આત્મબળ, નિખાલસતા, અધ્યાત્મનું ઊંડાણ, સાધનાની નિષ્ઠા-બધું સહજ છે. પૂજ્યશ્રી આ વર્ષે અર્ધશતાબ્દી પૂર્ણ કરે છે. ભદ્રેશ્વર તીર્થ મધ્યે ઉજવાનારા ગુરુમંદિર પ્રતિષ્ઠા મહોત્સવ પ્રસંગે પૂજ્યશ્રીને મહા સુદ ૧૦ તા. ૧૮/૨/૨૦૦પના ઉપાધ્યાય પદ અર્પણ થશે. પૂજ્યશ્રી નિરામય શતાયુ પ્રાસ કરે, સંઘ તેમજ શાસનમાં મહાન-શ્રેષ્ઠ કાર્યો એમના વરદ હસ્તે સંપન્ન થાય, સ્વ સાથે પરનું શ્રેય સાધે એ જ શુભેચ્છા સહ પૂજ્યશ્રીને કોટિ કોટિ વંદન! પાર્વચંદ્રગચ્છમાં સાધ્વીસંઘ બંઘ થઈ ગયો હતો. શ્રી કુશલચંદ્રજી મહારાજે શાળીસંઘનો પુનઃ પ્રારંભ કરેલો. સં. ૧૯૪૭માં સર્વપ્રથમ ૩ બહેનોએ દીક્ષા લીધી, જેમના નામ હતા - શિવશ્રીજી, જ્ઞાનશ્રીજી અને હમશ્રીજી. શ્રી ભ્રાતૃચંદ્રસૂરિજીના હાથે સં. ૧૯પરમાં સા. ચંદન શ્રીજીની દીક્ષા થઈ. આજનો સાધ્વી સમુદાથ આ ચાર મુખ્ય સાધ્વીજીઓનો પરિવાર છે. સંઘસૌરભ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.012018
Book TitleSangha Saurabh
Original Sutra AuthorN/A
AuthorBhuvanchandra
PublisherParshwachandra Gacch Jain Sangh Deshalpur Kutch
Publication Year2005
Total Pages176
LanguageGujarati
ClassificationSmruti_Granth & Articles
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy