SearchBrowseAboutContactDonate
Page Preview
Page 56
Loading...
Download File
Download File
Page Text
________________ પુરુષાર્થ દ્વારા જીવનને પ્રગતિમય બનાવ્યું. પદમશીભાઈએ પુત્રમુનિને એકલા પડી ગયેલા જોઈ સંયમ લેવાના ભાવ કર્યા. પણ બીજા નંબરના દીકરા મોરારજીભાઈએ પિતાને કહ્યું, “તમે નહીં, હું દીક્ષા લઈશ'. પિતાની અનુમતિથી બિદડામાં ધામધૂમથી દીક્ષા મહોત્સવ ઉજવાયો. મોટાભાઈ લઘુબંધુના શિષ્ય બન્યા. “મનોજ્ઞચંદ્રજી” નામ રાખવામાં આવ્યું. બંધુબેલડી સંઘ તથા વિર સાધ્વીજી મહારાજની સ્નેહભાજન બની. પૂ. મનોજ્ઞચંદ્રજી મહારાજ સાહેબ પણ સેવા-કાર્યકુશળતા દ્વારા પૂજ્યશ્રીને ઉપયોગી-સહ્યોગી બની રહ્યા. મારવાડ-ગુજરાત-મુંબઈમાં સ્વતંત્ર ચાતુર્માસ કરી લોકચાહના મેળવી શક્યા છે. મિલનસાર અને ઉત્સાહી સ્વભાવને કારણે સંઘના નાના-મોટા સર્વેને આરાધનામાં જોડવામાં સફળ થાય છે. પૂજ્યશ્રીને પ.પૂ. અધ્યાત્મપ્રેમી અમરેન્દ્રવિજયજી મ.સા.નો પ્રથમ પરિચય ભદ્રેશ્વર તીર્થમાં સં. ૨૦૩૧માં થયો અને બંનેની વચ્ચે ઊંડો ધર્મસંબંધ રચાયો. પૂ. ભુવનચંદ્રજી મ.સા. અધ્યાત્મ ક્ષેત્રે પૂ. અમરેન્દ્રવિજયજી મહારાજને પોતાના “ગુરુ' માને છે. ઈગતપુરીમાં પૂ. અમરેન્દ્રવિજયજી મ.સા. સાથે ધ્યાનશિબિરો કરી, દેવલાલીમાં ચોમાસા કર્યા. વિપશ્યના એ સાક્ષીભાવ, સમભાવ, મનોગતિ-વચનગુણિ-કાયમુર્તિની સાધના છે. પૂ. મહારાજ સાહેબ આ સાધના-પ્રક્રિયાને જૈન સાધકો માટે ખૂબ ઉપયોગી અને ઉપાદેય માને છે. પ્રાચીન સાહિત્યનું સંશોધન એ મહારાજ સાહેબનો મુખ્ય રસનો વિષય છે. અત્યાર સુધીમાં તેમણે ચાલીસ હજારથી વધારે પુસ્તકો-પોથીઓ વાંચ્યા છે. અનેક જ્ઞાનભંડારો વ્યવસ્થિત કર્યા છે. વિચારમાં વિશદતા, મૌલિકતા, અધ્યાત્મ અને સમન્વયષ્ટિ સ્પષ્ટ તરવરે છે. પૂજ્યશ્રીમાં લેખનશક્તિ, કવિત્વશક્તિ અને વક્નત્વશક્તિનો ત્રિવેણી સંગમ અદ્ભુત છે. લેખનમાં ભાવસભર ચિંતન અને અધ્યાત્મરસ વાચકને આકર્ષે છે. પૂજ્યશ્રી ગુજરાતી, કચ્છી, હિન્દી, સંસ્કૃત, અંગ્રેજી, મરાઠી, જૂની ગુજરાતી, અર્ધમાગધી આદિ ભાષાઓ પર સારું પ્રભુત્વ ધરાવે છે. વિશાળ વાંચનને કારણે આજે દુનિયામાં ચોતરફ શું ચાલી રહ્યું છે, દુનિયાનો પ્રવાહ કઈ બાજુ વહી રહ્યો છે તે બધું તેમના ધ્યાનમાં હોય છે. વિજ્ઞાન-Scienceના વિષયમાં તેઓશ્રી ઊંડો રસ ધરાવે છે. પૂજ્યશ્રીની જ્ઞાનારાધના અસાધારણ છે. ૧૮ વર્ષની ઉંમરે શ્રી હરિભદ્રસૂરિકૃત “અનેકાંતવાદપ્રવેશ' ગ્રંથ પર ગુજરાતી વિવેચન લખેલું ત્યારથી તેમની કલમ ચાલતી જ રહી છે. લોકભોગ્ય અને વિદ્વભોગ્ય-બંને પ્રકારનું સાહિત્ય તેમના હાથે સર્જાયું છે. તેમની કલમ વિવિધ વિષયોમાં ગતિ કરી શકે છે અને તેમની મેધા કોઈપણ વિષયમાં તરત ઊંડી ઊતરીને મર્મ પકડી શકે છે. મધ્યકાલીન ગુજરાતી ભાષા પર તેમનો સારો અધિકાર છે અને શ્રી હરિવલ્લભ ભાયાણી, શ્રી જયંત કોઠારી જેવા વિદ્વાનોએ તેની નોંધ લીધી છે. શ્રી સિદ્ધસેન દિવાકરજીની રચેલી કાત્રિશત્ કાર્નાિશિકા' ગ્રંથમાંથી ચૂંટી કાઢેલા ૧૦૦ શ્લોકો પર પૂજ્યશ્રીએ કરેલું વિવરણ વિદ્ધજ્જગતમાં આવકાર પામ્યું છે. સમણસુત્ત” ને ગુજરાતી અનુવાદ તેઓશ્રીએ કર્યો તેની બે આવૃત્તિઓ છપાઈ-એમાં જ એ પુસ્તકની ઉપયોગિતાનો નિર્દેશ મળી જાય છે. પૂજ્યશ્રી દ્વારા સર્જાયેલા સાહિત્યની યાદી ખાસી લાંબી છે : (૧) ધર્મક્ષેત્રનું અંતરંગ ઓડિટ (ધર્મચિંતન) (૨) વિવાદવલોણું (જૈનસંઘના આંતરિક વિવાદોનું વિશ્લેષણ) (૩) દિલમાં દીવો કરો (આધ્યાત્મિક રચનાઓના અનુવાદ) (૪) મંડલાચાર્યશ્રી કુશલચંદ્રજી ગણિવર (જીવનચરિત્ર) (૫) બિનસ્તવન ચતુર્વિશતિકા (શ્રી પાર્શ્વચંદ્રસૂરિકૃત સ્તવન-ચોવીશીનું સંપાદન) સંઘસૌરભ ૪૫ કે Jain Education International For Private & Personal Use Only www.jamemorary.org
SR No.012018
Book TitleSangha Saurabh
Original Sutra AuthorN/A
AuthorBhuvanchandra
PublisherParshwachandra Gacch Jain Sangh Deshalpur Kutch
Publication Year2005
Total Pages176
LanguageGujarati
ClassificationSmruti_Granth & Articles
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy