SearchBrowseAboutContactDonate
Page Preview
Page 46
Loading...
Download File
Download File
Page Text
________________ રચના તેમણે કરી છે, જે આજે પણ ગવાય છે. દુર્ભાગ્યે તેઓ નાની વયે જ કાળધર્મ પામ્યા. તેમને પીઠના ભાગમાં પાઠું થયું હતું. કચ્છમાં ઉપલબ્ધ ઉપચારથી સારું ન થયું, એટલે સ્ટીમર માર્ગે મુંબઈ લઈ જવામાં આવ્યા. ત્યાં જ સં. ૧૯૮૩માં તેઓ કાળધર્મ પામ્યા. આવા ઉત્તમ શિષ્યને ખોવાનો રેજ શ્રી દીપચંદ્રજી મહારાજને પણ ઘણા વખત સુધી મનમાં રહ્યો. તે પછી કચ્છ-વાંકીના એક શિષ્ય તેમને સાંપડ્યા, જેઓ પ્રથમ આઠ કોટી મોટા પક્ષમાં દીક્ષિત થયા હતા. મતભેદના કારણે ત્યાંથી નીકળી ગયા અને પૂજ્ય પ્રવર્તકશ્રીની પાસે દીક્ષિત થયા. શ્રી પ્રીતિચંદ્રજી મહારાજ નામે આ શિષ્ય તેઓશ્રીની લાંબો સમય સેવા કરી. શ્રી પ્રીતિચંદ્રજી મહારાજ તપસ્વી હતા, રાસની ઢાળો ગાઈને પ્રવચન કરવાની તેમને સારી ફાવટ હતી. કલકત્તા, સમેતશિખર વગેરેનો તે સમયે વિકટ ગણાતો વિહાર તેમણે કર્યો હતો. કલકત્તામાં બે ચોમાસાં કર્યાં હતાં. પ્રવર્તકશ્રીનો સ્વર્ગવાસ નવાવાસ (કચ્છ)માં સં. ૧૯૯૮માં થયો. જાણવા જેવું ભકિમંડલાથાર્થ શ્રી કુશાલચંદ્રજી ગણિવરપાસે કચ્છ-ગોઘરાના શ્રી લણભાઈએ દીક્ષા લીધી. તેમનો એક પુત્ર હતો. જ્યોતિષીની ભવિષ્યવાણી પ્રમાણે આ બાળક શાક્યોગી' થવાને લાયક છે એમ જાણી ગુરુમહારાજે એને અચલગચ્છના શ્રી પૂજ્ય શ્રી વિવેકસાગરસૂરિજીને સોંપવા ભલામણ કરી. એ બાળક આગળ જતાં અચલગચ્છના અંતિમ શ્રી પૂજ્ય બન્યો. એમનું નામ શ્રી જિનેન્દ્રસાગરસૂરિજી. મુનિ મંગલાચાર્ય શ્રી કુશાલચંદ્રજી મહારાજે જામનગરમાં ૧૭ ચોમાસાં કર્યા હતાં. પૂજ્ય શ્રી કુશલચંદ્રજી મહારાજના સમયમાં એક તબક્કો એવો પણ હતો કે જ્યારે પાચંદ્રગચ્છમાં સંવેગી સાધુઓની સંખ્યા તપાગચ્છ કરતાં પણ વધારે હતી. સંઘસૌરભ ૩૫ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.012018
Book TitleSangha Saurabh
Original Sutra AuthorN/A
AuthorBhuvanchandra
PublisherParshwachandra Gacch Jain Sangh Deshalpur Kutch
Publication Year2005
Total Pages176
LanguageGujarati
ClassificationSmruti_Granth & Articles
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy