SearchBrowseAboutContactDonate
Page Preview
Page 44
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રદાનવિધિ અમદાવાદ ખાતે પૂજ્ય આચાર્ય શ્રી વિજયવલ્લભસૂરીશ્વરજીના પ્રશિષ્ય પૂજ્ય આચાર્ય શ્રી વિજયઉમંગસૂરિજીના હાથે થઈ હતી. પૂજ્ય આચાર્ય શ્રી વિદ્વદ્વર્ગમાં બહુ જાણીતા હતા. તેમણે કુલ ૧૨ વખત ભગવતી સૂત્રના વ્યાખ્યાન ચાતુર્માસ દરમ્યાન જુદા જુદા સ્થળે કર્યાં હતા, જેને સાંભળવા અન્ય ગચ્છ–સંપ્રદાયના સાધુ-સાધ્વીઓ અને અભ્યાસી શ્રાવકશ્રાવિકાઓ આવતા. તેઓશ્રી વિદ્વાન તો હતા જ ઉપરાંત સારા કવિ પણ હતા. એમણે અનેક સ્તવન–સજ્ઝાયસ્તુતિઓની રચના કરી હતી. શાસ્ત્રીય વિષયોમાં તેમની ગતિ વધારે હતી. ‘પ્રશ્નોત્તર પ્રકાશ’ વગેરે પુસ્તકોમાં તેમણે અનેક મુદ્દા પર શાસ્ત્રીય છણાવટ કરી છે. તેઓશ્રી સ્પષ્ટવક્તા અને અનુશાસનના આગ્રહી હતા. પ્રભાવશાળી વક્તૃત્વશક્તિ પણ ધરાવતા હતા. દેશી રાજ્યોના રાજવીઓ, નવાબો અને તેમના કામદાર-કારભારીઓ પણ તેઓશ્રીના વ્યાખ્યાનનો લાભ લેતા. કમભાગ્યે પૂજ્ય આચાર્યશ્રીજીનું આયુષ્ય બહુ ટૂંકું નીવડયું. આચાર્યપદ પામ્યા પછી બે જ વર્ષ ધ્રાંગધ્રા મુકામે સં. ૧૯૯૫, ભાદ૨વા વદિ ૪ ના દિવસે તેઓશ્રી કાળધર્મ પામ્યા. પૂજ્યશ્રીએ પાર્શ્વચંદ્રગચ્છમાં સાહિત્ય પ્રકાશન માટે ઘણો પુરુષાર્થ કર્યો હતો. ‘આચાર્યશ્રી ભાતૃચંદ્રસૂરિ ગ્રંથમાળા'ના લગભગ ૫૪ મણકા તેમના હસ્તે પ્રગટ થયા હતા. આ સાહિત્યમાં મુખ્ય મુખ્ય પ્રકાશનો નીચે મુજબ છે : ૧. શ્રીમન્નાગપુરીય બૃહત્તપાગચ્છની પટ્ટાવલી ૨. પ્રતિક્રમણ સૂત્ર (દેવસી–રાઈ તથા પંચ પ્રતિક્રમણ, શાસ્ત્રી લિપિમાં તથા ગુજરાતી લિપિમાં, જની એકથી વધારે આવૃત્તિઓ થઈ હતી.) ૩. જિનેન્દ્ર નમસ્કારાદિ સંગ્રહ ૪. સપ્તપદી શાસ્ત્ર (પૂ. દાદાસાહેબ રચિત આ ગ્રંથને ભાષાંતર સાથે સર્વપ્રથમ વખત છપાવ્યો.) ૫. જૈન રાસ સંગ્રહ ભા. ૧ (ઐતિહાસિક અને બીજા રાસો) ૬. સ્વાધ્યાય પ્રકરણ રત્નો. ૭. પ્રાચીન સજ્ઝાય સંગ્રહ ભા. ૧ ૮. પ્રશ્નોત્તર પ્રકાશ ભાગ ૧-૨ ૯. પૂજા સંગ્રહ (પાર્શ્વચંદ્રગચ્છીય મુનિવરો દ્વારા રચાયેલ પૂજાઓ) ૧૦. બાર ભાવના (શ્રી વત્સરાજજી કૃત) ૧૧. ચૈત્યવંદનાદિ ચોવીશી તેમના ત્રણ શિષ્યો હતા. સંયમનિષ્ઠ, શાસનનિષ્ઠ અને સાહિત્યનિષ્ઠ એવા પૂજ્ય સૂરિજીને કોટિશઃ વંદન. સંઘસૌરભ Jain Education International ગણ્યા આઉખા દીહડા, જે ગયા તે ન વલંત, એમ જાણી આદર સહિત, ધર્મ કો દૃઢ સ્થિત. બે તુજ સાથ સખાઈથા, પુણ્ય-પાપ સંભાળ, અવર તે હરિમેખલા, જીવ! મ પડ જંજાળ. – દાદાસાહેબ શ્રી પાર્શ્વચંદ્રસૂરિ For Private & Personal Use Only ૩૩ www.jainelibrary.org
SR No.012018
Book TitleSangha Saurabh
Original Sutra AuthorN/A
AuthorBhuvanchandra
PublisherParshwachandra Gacch Jain Sangh Deshalpur Kutch
Publication Year2005
Total Pages176
LanguageGujarati
ClassificationSmruti_Granth & Articles
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy