SearchBrowseAboutContactDonate
Page Preview
Page 42
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી ભ્રાતૃચંદ્રજી થોડાંક વર્ષ શ્રી કુશલચંદ્રજી મહારાજ સાથે જ વિચર્યા. પછી સ્વતંત્ર વિહાર આરંભ્યો. થોડા જ સમયમાં એમની પ્રતિભા પૂર્ણરૂપે પ્રકાશી ઊઠી. ઓજસ્વી અને પાંડિત્યસભર પ્રવચનશૈલીનો પ્રભાવ જનતા પર ખૂબ સુંદર પડતો. જ્યાં જ્યાં જતા ત્યાંના ઠાકોરો, નવાબો વગેરે પણ વ્યાખ્યાનોનો લાભ લેતા. જેસલમેર, ભુજ, ધ્રાંગધ્રા, પાટડી, લીંબડીના રાજવર્ગ તેઓશ્રીના અનુરાગી હતા. કેટલાંક રજવાડાઓએ તેમના ઉપદેશથી પોતાના રાજ્યમાં જીવદયાના હુકમો બહાર પાડ્યાં હતા. તેઓશ્રી જ્યાં જ્યાં વિચરતા ત્યાં ધર્મારાધનાનું જાણે પૂર આવતું. પૂજ્યશ્રીનું વ્યક્તિત્વ ચુંબકીય હતું. નાના-મોટા સૌને માટે તેઓશ્રી પ્રેરણાસ્ત્રોત બની જતા. તેઓશ્રીનું પાંડિત્ય ઊંચી કક્ષાનું હતું, પણ નમ્રતા અને નિખાલસતા બાળક સમી હતી. ગુણાનુરાગ અને મૈત્રીભાવ સાથે શાસનનિષ્ઠા અને હૃદયની વિશાળતાના કારણે સ્વ-પર ગચ્છમાં આદરપાત્ર બન્યા હતા. તેમણે સાહિત્ય સર્જન ખાસ નથી કર્યું પણ પોતાના પ્રૌઢ પાંડિત્યથી વિદ્વર્ગને પણ પ્રભાવિત કરતા. તેમની પાસે વિદ્વમંડળ જામેલું રહેતું. તેઓશ્રી જ્યોતિષના વિશિષ્ટ જ્ઞાતા હતા. જોધપુરના મહામહોપાધ્યાય શ્રી મુરારિદાનજી, આશુકવિ શ્રી નિત્યાનંદજી, વિદ્યાભૂષણ શ્રી ભગવતીલાલજી જેવા ધુરંધર પંડિતો તેમના પ્રશંસક અને પ્રેમી હતા. શત્રુંજય, ગિરનાર, જેસલમેર વગેરે તીર્થોના છ'રી પાળતા સંઘો, પાઠશાળાઓની સ્થાપના, જ્ઞાનભંડારોનું નિર્માણ, જિનમંદિરોના જીર્ણોદ્ધાર વગેરે શાસનોન્નતિનાં અનેક કાર્યો એમના ઉપદેશથી સારી એવી સંખ્યામાં થયા. સં. ૧૯૬૭માં શિવગંજમાં તેઓશ્રીને આચાર્યપદવી અર્પણ કરવામાં આવી. ત્યાર બાદ છ વર્ષમાં જ, સં. ૧૯૭૨માં અમદાવાદમાં તેમનો સ્વર્ગવાસ થયો. પૂજ્યશ્રીના વિશિષ્ટ વ્યક્તિથી અને સાધુત્વથી પ્રભાવિત થયેલા કચ્છના મહારાજાના વિદ્ધદંડળે ભૂજમાં સં. ૧૯૪૨માં તેમને ભારતભૂષણ' બિરૂદથી બિરદાવ્યા હતા. પૂજ્ય આચાર્યશ્રીના ૬ શિષ્યો હતા, જેમાંથી શ્રી સાગરચંદ્રસૂરિજી તેમના પટ્ટધર બન્યા. એ મહાપ્રભાવી મહાત્માને ભાવભીની વંદના. - શ્રી પાર્શ્વયંદ્ર સૂરિએ સ્વહસ્તલિખિત પટ્ટમાં સર્વગચ્છથ સદાચારવંત પુરુષોની પદસેવામાં પોતાને પરાયણ જણાવ્યો છે. વળી બીજા એક કાગળમાં તેમણે લખ્યું છે કે, सुतीक्ष्णापि कृपाणी या स्थं कायं नोच्छिनत्ति सा। यो जैनी जैन विद्वेषी स तस्या अतिरिच्यते ॥ 'અત્યંત તીક્ષણ એવી તલવાર પણ પોતાની જાતને અર્થાત બીજી તલવારને કાપતી નથી; જે જૈન બીજા જૈનોનો દ્વેષ કરે છે તે તો એ તલવારથી પણ વધી જાય છે.” આ ઉપરથી એમની મધ્યસ્થવૃતિ બહુ સરસ જણાય છે અને તે ઘર્માનુરાગી પુરુષોને ખરી નક્ષ ક્ટવા લાયક છે. વળી એ મહાપુરુષની શોઘકબુદ્ધિ પણ ખરેખર વખાણવા લાયક જ છે કારણ કે એમણે જે અગિયાર બોલની પદ્ધતિ ખડી કરી છે તેબહુ ગંભીર અને વજનદાર હોવાથી સ્પષ્ટપણે એમની શોઘકબુદ્ધિને બતાવી આપે છે. પંચ પ્રતિક્રમણ સૂત્ર’ - સંવિપક્ષીય ભિક્ષુ ભાતૃચંદ્ર પ્રસ્તાવનામાંથી, સં. ૧૫૦ સંઘસૌરભ = ૩૧ કે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.012018
Book TitleSangha Saurabh
Original Sutra AuthorN/A
AuthorBhuvanchandra
PublisherParshwachandra Gacch Jain Sangh Deshalpur Kutch
Publication Year2005
Total Pages176
LanguageGujarati
ClassificationSmruti_Granth & Articles
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy