SearchBrowseAboutContactDonate
Page Preview
Page 32
Loading...
Download File
Download File
Page Text
________________ સૌથી વિશેષ ઉલ્લેખનીય બાબત તો એ છે કે “મુણોત' ગોત્રના રજપૂતોના ૨૨૦૦ ઘર, લોઢાગોત્રીય રજપૂતોના ૩૫૦૦ ઘર તેમજ બાંઠિયા વગેરે અન્ય ગોત્રોના ક્ષત્રિયોને જૈન ધર્મ પમાડી શ્રાવક બનાવ્યા. અજૈનોને જૈન બનાવનાર છેલ્લા આચાર્ય કદાચ પૂજ્ય દાદાસાહેબ જ હતા. નાગોરમાં લોકશાહની સાથે મૂર્તિ સંબંધી ચર્ચા થઈ હતી. લોકાશાહ પોતાની માન્યતાને વળગી રહ્યા પણ એમના સાત શિષ્યો સત્યને સમજી દાદાસાહેબના શિષ્ય બન્યા. ચિત્તોડના મહારાણા સંગ્રામસિંહની સભામાં સર્વ ગચ્છના વિદ્વાનો એકત્ર થયા હતા. પૂજ્ય દાદાસાહેબે એ સભામાં અનેક પંડિતોના-વિદ્વાનોના પ્રશ્નોના શાસ્ત્રીય ઉત્તરો આપી સૌને પ્રસન્ન કર્યા હતા. તેજસ્વી શિષ્યરત્નો : - પૂજ્ય દાદાસાહેબના સોળ જેટલા શિષ્યોની માહિતી મળે છે એમાંથી કેટલાકનો સંક્ષિપ્ત પરિચય અહીં આપવો અસ્થાને નહિ ગણાય. પ્રથમ શિષ્ય હતા – વિજયદેવસૂરિ. ૯ વર્ષની વયે દીક્ષિત થયા હતા. પ્રખર વિદ્વાન અને પ્રકાંડ પંડિત હતા. દક્ષિણ ભારતમાં જઈ ન્યાય-તર્ક વગેરેનો ઉચ્ચ અભ્યાસ કર્યો હતો. વીજાપુરમાં પાંચસો પંડિતોની સભામાં વાદમાં વિજય મેળવ્યો હતો. તેઓ પૂજ્ય દાદાસાહેબના જીવન દરમ્યાન જ સ્વર્ગવાસી થયા. પૂજ્ય દાદાસાહેબના પટ્ટધર હતા – શ્રી સમરચંદ્રસૂરિ. પંદર વર્ષની વયે દીક્ષા લીધી. ગુરૂદેવને સંપૂર્ણ સમર્પિત ઉચ્ચ ગુણોથી અલંકૃત આ આચાર્યે પૂજ્ય દાદાસાહેબના સિદ્ધાંતોને સારી રીતે પચાવેલા. એમના રચેલા ગ્રન્થ એંમ વિદ્વત્તાની સાક્ષી પૂરે છે. ત્રીજા સમર્થ શિષ્ય હતા - શ્રી વિનયદેવસૂરિ, જેઓ બ્રહ્મર્ષિના નામે વધુ પ્રખ્યાત છે. આગમોના ઊંડા અભ્યાસી, સ્વતંત્ર વિચારક અને ઉગ્ર સંયમી આ આચાર્યો, ‘જબૂદ્વીપ પ્રાતિ' જેવા સૂત્રની ટીકા તથા અન્ય ગ્રન્થની રચના કરી છે. - શ્રી દેવરાજ મુનિ, માલષિ, હેમરાજ મુનિ જેવા બીજા અનેક ગુણ સંપન્ન શિષ્યોની સંપદાથી પૂજ્ય દાદાસાહેબ શોભી રહ્યા હતા. પૂજ્ય દાદાસાહેબની શિષ્ય પરંપરા આજ પર્યત અવિચ્છિન્ન ચાલુ છે, જે આજે “પાર્થચંદ્રગચ્છ' રૂપે ઓળખાય છે. અમર વાચ્ય : પૂજ્ય દાદાસાહેબનો વિહાર મુખ્યત્વે મારવાડ, મેવાડ, ગુજરાત અને માળવામાં વધારે હર્તા પરંતુ એમના જીવનનો ક્રમિક સંવતબદ્ધ ઇતિહાસ મળી શકતો નથી – એ આપણું દુર્ભાગ્ય છે. વસ્તુતઃ મહાપુરુષોના જીવનની ધૂળ ઘટનાઓ દ્વારા આપણે એમને પૂરેપૂરા સમજી શકતા નથી, તેમાં કે આવા આધ્યાત્મિક જ્યોર્તિધર્ટીનું જીવન તો સ્થૂળ કરતાં સૂક્ષ્મ ભૂમિકાએ-વૈચારિક ભૂમિકાએ વધુ જીવાતું હોય છે. એમ વાસ્તવિક પરિચય મેળવવા માટે એમના અંતરંગને-આત્મિક વિકાસને જ જોવો-વિચારવો પડે અને એમની અંતરંગ પરિસ્થિતિનું માપ એમના વચનો, ગ્રન્થ કે કાર્યોમાંથી જ સાંપડે. સદ્ભાગ્યે પૂજ્ય દાદાસાહેબના અંતરંગને વ્યક્ત કરતા એમના ગ્રન્થો, લેખ અને કૃતિઓ આપણી પાસે સારા પ્રમાણમાં છે જેમાં તેઓશ્રીના અંતરંગ આત્મસૌંદર્યનું વિચાર સેંદર્યનું પ્રતિબિંબ આપણે જોઈ શકીએ છીએ અને પૂજ્ય દાદાસાહેબના જીવન કાર્ય Mission ની ભૂમિકા શી હતી? તે આપણે જાણી શકીએ છીએ. સંસ્કૃત, પ્રાકૃત, ગુજરાતી – દરેક ભાષામાં વિપુલ ગદ્ય-પદ્ય સાહિત્ય રચીને પૂજ્ય દાદાસાહેબે જ્ઞાનનો અમર સંઘસૌરભ ૨૧ Jain Education International For Private & Personal Use Only www.jamemorary.org
SR No.012018
Book TitleSangha Saurabh
Original Sutra AuthorN/A
AuthorBhuvanchandra
PublisherParshwachandra Gacch Jain Sangh Deshalpur Kutch
Publication Year2005
Total Pages176
LanguageGujarati
ClassificationSmruti_Granth & Articles
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy