SearchBrowseAboutContactDonate
Page Preview
Page 107
Loading...
Download File
Download File
Page Text
________________ ચૌદશનો અંશ આવે છે. સુદમાં કે વદમાં બે ચૌદશ હોય તો પહેલી ચૌદશને તેરશમાં ગણવી એટલે બે તેરશો કરવી અને બીજીને ચૌદશ માની આરાધવી. પૂનમનો કે અમાસનો ક્ષય હોય તો તેરશે ચૌદશ અને ચૌદશે પૂનમ કે અમાસ કરવી એટલે તેરશનો ક્ષય કરવો. બે પૂનમો કે બે અમાસો હોય તો બીજી પૂનમ કે અમાસને એકમમાં ગણવી એટલે બે એકમો કરવી પણ બે તેરશો નહિ કારણ કે જેમાં જેનો અંશ આવે તેમાં તે તિથિ મનાય છે. બે એકમો કરવાથી ઉદયવાળી ચૌદશ આરાધી શકાય છે અને બે તેરશો કરવાથી ચૌદશ તિથિ વિરાધાય છે માટે બીજી પૂનમ કે બીજી અમાસને એકમમાં ગણવી એટલે બે એકમો કરવી. બાકીની તિથિઓ જેમ કરીએ છીએ તેમ કરવાની છે એટલે - બે બીજ હોય તો બે એકમ કરવી, બે પાંચમ હોય તો બે ચોથ કરવી પણ સંવત્સરીની હોય તો બે છઠ્ઠ કરવી. બે આઠમ હોય તો બે સાતમ કરવી. બે અગ્યારસ હોય તો બે દશમ કરવી. બે ચૌદશ હોય તો બે તેરશ કરવી. બે પૂનમ હોય તો બીજી પૂનમને એકમ કરવી. બે અમાસ હોય તો બીજી અમાસને એકમમાં ગણવી. બીજનો ક્ષય હોય તો એકમનો, પાંચમનો ક્ષય હોય તો ચોથનો, આઠમનો ક્ષય હોય તો સાતમનો, અગ્યારસનો ક્ષય હોય તો દશમનો, ચૌદશનો ક્ષય હોય તો તેરશનો ક્ષય કરવો. પણ ચૌમાસી પુનમ ઘટે તો તેરશે પખી અને ચૌદશે ચૌમાસી પડિમ્પણું કરવું એટલે તેરશનો ક્ષય કરવો. પ્રશ્ન :- “જૈન પંચાંગ” ના અભાવે જ્યોતિષશાસ્ત્ર મુજબ “જૈનેતર પંચાંગમાં વાસ્તવિક જે તિથિઓ હોય તેજ માનવી જોઈએ છતાં આમ તિથિઓમાં ફેરફાર કરવાનું શું કારણ ? ઉત્તર :- પર્વતિથિની આરાધના કરવા માટે. જો પંચાંગ મુજબ બે આઠમ કે બે ચૌદશ વગેરે બબ્બે પર્વતિથિઓ રાખવામાં આવે તો ગૃહસ્થો ભ્રમમાં પડી જાય અને કહે કે અમારે પૌષધવ્રત તથા બ્રહ્મચર્યાદિ નિયમોનું પાલન કઈ તિથિએ કરવું? એવી શંકાઓ થતાં મતભેદ ઉભા થાય અને જૈનસંઘની ઐકયતામાં ભંગાણ પડે માટે તે ન પડે પણ ઐકયતા ભ્રાતૃભાવ વગેરે કાયમ રહે ઈત્યાદિ કારણે જૈનેતર પંચાંગમાંથી તિથિઓને ફેરફાર કરવી પડે છે. (નોંધ : જૈન પંચાંગ લુપ્ત છે. વર્ષો અગાઉ “જોધપુરીય ચંડાશુગંડુ પંચાંગ પ્રમાણે તિથિઓ સ્વીકારી તેમાં સ્વગચ્છની માન્યતા પ્રમાણે ક્ષય-વૃદ્ધિ તિથિઓની વ્યવસ્થા કરવામાં આવતી હતી. હવે “જન્મભૂમિ' પંચાંગ અનુસાર તિથિઓનું ગણિત સ્વીકારી તેમાં પર્વતિથિની વૃદ્ધિ આવે ત્યારે તેનાથી પૂર્વેની તિથિની વૃદ્ધિ માનીને તથા પર્વતિથિનો ક્ષય આવે ત્યારે ઓગળની તિથિનો ક્ષય માનીને આરાધના કરાય છે. સૂર્યોદય વખતે જે તિથિ પંચાંગમાં જણાવી હોય તે જ તિથિ તે દિવસે ગણવાની હોય છે. ક્ષય-વૃદ્ધિ વખતે પર્વતિથિનો મહત્તમ ભાગ જે દિવસે આવતો હોય તે દિવસે પર્વતિથિ સંબંધી આરાધના કરવાની પાર્થચંદ્ર ગચ્છની પરંપરા છે. તિથિ વિવાદનો આ પણ એક ઉકેલ છે જેના પર જૈન અગ્રણીઓએ અને વિદ્વાન પૂજ્ય પદસ્થ મુનિવરોએ ધ્યાન આપવા જેવું છે. - સંપાદક) સંઘસૌરભ www.jainelibrary.org Jain Education International For Private & Personal Use Only
SR No.012018
Book TitleSangha Saurabh
Original Sutra AuthorN/A
AuthorBhuvanchandra
PublisherParshwachandra Gacch Jain Sangh Deshalpur Kutch
Publication Year2005
Total Pages176
LanguageGujarati
ClassificationSmruti_Granth & Articles
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy