SearchBrowseAboutContactDonate
Page Preview
Page 99
Loading...
Download File
Download File
Page Text
________________ રસ–મીમાંસામાં નુકzવોરનું પ્રદાન કાનજીભાઈ પટેલ વેતામ્બર જૈનાગમમાં અનુગદ્વાર (સંકલન આ. ઈ. સ. ૩૫૦) તેમાં અપાયેલ કેટલીક સાંસ્કૃતિક સામગ્રી માટે નોંધપાત્ર છે. અનુગારસૂત્રકારે સૂત્ર ૨૬૨માં નવ નામની ચર્ચા કરતી વખતે નવ રસ ગણાવ્યા છે: ૧. વીર, ૨. શુંગાર, ૩. અદૂભુત, ૪. રૌદ્ર, ૫. વડનક, ૬. બીભત્સ, ૭. હાસ્ય, ૮. કરુણ અને ૯. પ્રશાન્ત. સૂત્રકારે રસ અંગે કોઈ શાસ્ત્રીય ચર્ચા કરી નથી, પણ આ અંગેનું તેમનું કેટલુંક પ્રદાન મૌલિક અને નોંધપાત્ર છે. એમની રસમૌલિકતા બે પ્રકારની છે. ૧. રસના ક્રમ અંગેની ૨. પરંપરાસ્વીકૃત “ભયાનક રસને સ્થાને થ્રીડનક' રસની રવીકૃતિ. મૌલિકતાના નિર્દેશને અહીં ઉપક્રમ રાખ્યો છે. રસ એટલે શું? 'रस्यन्ते आस्वाद्यन्ते इति रसाः। એવી રસ શબ્દની વ્યુત્પત્તિ છે. વૈદિક સાહિત્યમાં રસ શબ્દ પ્રયોગ છે. પણ આરંભમાં વનસ્પતિમાંથી નિચોવીને જે પાણી જે પદાર્થ કાઢવામાં આવે તેને માટે તે પ્રયુક્ત થતો. જેમ કે, સોમલતાને વાટીને તેમાંથી નિચોવીને કાઢેલે રસ તે સમરસ. આ રસમાં વિશિષ્ટ સ્વાદ હશે. તેથી જેને આસ્વાદ થાય, સ્વાદ માણવામાં આવે તે રસ” એ અર્થ કાળે કરીને થતો ગયો. આ રસનું પાન કરવાથી કે આસ્વાદ માણવાથી શક્તિ આવે, મદ થાય, ઉત્સાહ ઉભવે અને અંતે આલાદ જમે. આ રીતે રસનો અર્થ ધીમે ધીમે માનસિક આહૂલાદ થતો ગયો. ઉપનિષત્કાલ આ વાતની સાક્ષી પૂરે છે. જ્યારે એ વિશ્વના પરમતત્વરૂપ બ્રહ્મને રસમય કહે છે : ‘સો છે ઃ સં ઘવાથું ઢરડ્યાનની મતિ ” (તૈત્તિરીય ઉપનિષ-૨/૭) : ત્યારે તે કેવળ આ લાદમય કે આનંદમય છે એ દર્શાવવાને હેતુ સ્પષ્ટ થાય છે. રસ શબ્દના અર્થો વિશ્વકેશ મુજબ– __ "रसो गन्धरसे स्वादे तिक्तादौ विषरागयोः । शृंगारादौ द्रवे वीर्ये देहधात्वम्बुपारदे ॥” અ માંથી શૃંગાર વગેરેની સાથે જે રસ પ્રયુક્ત થાય છે, તેની ચર્ચા અહીં અભિપ્રેત છે. શૃંગાર વગેરે રસ” એવો પ્રયોગ સહુ પ્રથમ આપણને રામાયણમાં મળી આવે છે. પણ રામાયણના બાલકાંડને આ અંશ પ્રક્ષિપ્ત હોવાની સંભાવના છે. આથી કામસૂત્રના નિર્દેશને સૌથી પ્રાચીન માનવામાં વાંધો નથી, જ્યાં વાત્યાયન કહે છે-“વિટમાસ્ત્રીત્રાનુવર્તનમ્ ” (કા. સૂ. ૬/૨-૩૫). આ સ્થળે સ્પષ્ટ રીતે શૃંગારાદિ રસની વાત છે, તે સહજમાં સમજી શકાય છે. કેમકે, તેના પરની “જયમંગલા” ટીકામાં લખ્યું છે : “નાયચ ના િય રૂછો તો માત્ર સ્થાપિશ્ચારિ. સારિપુ શ્રીણિતાનિ તેષામનુવર્તનમ્ " (–નગેન્દ્રઃ રસસિદ્ધાન્ત પૃ. ૮) વાસ્યાયનને સમય ઈ. સ. પૂર્વે લગભગ છઠ્ઠી સદીને મનાય છે, આથી સાહિત્યશાસ્ત્રમાં રસ શબ્દની પ્રચલિત વિભાવના પણ તેટલી પ્રાચીન હશે એમ કહી શકાય. રસની વ્યાખ્યા “વિમવાનુમાવમિસંયોગનિવત્તિઃ” (ના. શા.-ગા. એ, સિ. ભા. ૧, પૃ. ૨૭૨) Jain Education International For Private & Personal Use Only WWW.jainelibrary.org
SR No.012016
Book TitleAspect of Jainology Part 2 Pandita Bechardas Doshi
Original Sutra AuthorN/A
AuthorM A Dhaky, Sagarmal Jain
PublisherParshwanath Vidyapith
Publication Year1987
Total Pages558
LanguageEnglish, Hindi, Gujarati
ClassificationSmruti_Granth & Articles
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy