SearchBrowseAboutContactDonate
Page Preview
Page 60
Loading...
Download File
Download File
Page Text
________________ કે, આર. ચંદ્ર આ. હેમચંદ્રના પ્રાકૃત વ્યાકરણને આધાર લઈને જ આ ગ્રંથ લખાય છે પણ વિષયોનો ક્રમ જુદી રીતે ગોઠવાયો છે. બધી પ્રાકૃત ભાષાઓનું જુદું જુદું વ્યાકરણ આપવાને બદલે બધી ભાષાઓનું તુલનાત્મક અધ્યયન રજૂ કરવામાં આવ્યું છે. અવનિ પરિવર્તનના મુદ્દાઓ અકારાદિ ક્રમ પ્રમાણે ગોઠવ્યા છે. રૂપોની ચર્ચા સામાન્ય અને વિશેષ તથા નિયમિત અને અનિયમિત શીર્ષક હેઠળ કરવામાં આવી છે. અપવાદ રૂપે આવતાં અમુક રૂપો પ્રાચીન ગ્રંથમાંથી ઉદાહરણ આપી અને જરૂર પ્રમાણે વૈદિક રૂપો સાથે સરખામણું કરીને સમજાવવામાં આવ્યા છે. આધુનિક ભારતીય ભાષામાં તુલનાત્મક પદ્ધતિથી લખાયેલા પ્રાકૃત વ્યાકરણના આ ગ્રંથનું સ્થાન સૌ પ્રથમ ગણાય છે, જે ગ્રંથ આજથી ૫૦ વર્ષ પહેલાં પ્રકાશિત થયો હતો. પિશલનું પ્રાકૃત વ્યાકરણ એના કરતાં ૨૫ વર્ષ પહેલાં (ઈ. સ. ૧૯૦૦) બહાર પડેલું પણ તે જેમન ભાષામાં હતું અને એની અંગ્રેજી અને હિંદી આવૃત્તિઓ તો બહુ મેડી પ્રકાશમાં આવી છે. પિશલનું વ્યાકરણ એક સંદર્ભ ગ્રંથ તરીકે વધારે ઉપયોગી છે જયારે પંડિતજીને વ્યાકરણ ગ્રંથ વિદ્યાર્થીઓ માટે વધારે ઉપયોગી છે. પંડિતજીના ગ્રંથમાં પાલિ અને અપભ્રંશને પણ સમાવેશ થયો છે જયારે પિશલના ગ્રંથમાં આ બંને ભાષાઓ વિશે કંઈ વિશેષ ચર્ચા કરાઈ નથી. સુકુમાર સેન અને ડી. સી. સરકારના તુલનાત્મક પ્રાકૃત વ્યાકરણના ગ્રંથે અંગ્રેજીમાં અને હિંદીમાં પ્રકાશિત થયા છે પણુ પંડિતજીના ગ્રંથનું સ્થાન પ્રથમ હેવાને કારણે આપણે એમ કહી શકીએ કે પ્રાકૃત વ્યાકરણના ક્ષેત્રમાં એમનું પ્રદાન આગવું છે. ૩. હેમચંદ્ર વિરચિત સિદ્ધહેમ શબ્દાનુશાસન-લઘુવૃત્તિ અધ્યાય-૮ (૧૯૭૮) પૂ. પંડિતજી દ્વારા રચાયેલ આ ગ્રંથ પહેલા હેમચન્દ્રના પ્રાકૃત વ્યાકરણ ઉપર જે જે વિદ્વાનોએ ખેડાણ કર્યું છે તે આ પ્રમાણે છે : કૃણુ શાસ્ત્રી મહાબલેશ્વર (૧૮૭૩), પિશલ (જર્મન ભાષામાં ૧૮૭૭), એસ. પી. પંડિત (અંગ્રેજીમાં ૧૯૦૦), પી. એલ. વૈદ્ય (અંગ્રેજીમાં ૧૯૨૮, ૧૯૩૬ અને ૧૯૫૮). એમાંના અમુક ગ્રંથ ટિપ્પણ વગર અને અમુક ટિપણે સાથે પ્રકાશિત થયા છે. શાસ્ત્રી નર્મદાશંકર દામોદરભાઈને ગ્રંથ મૂળ તથા દ્રઢિકા નામની સંસ્કૃત ટીકાના ગુજરાતી અનુવાદ સાથે ( ૧૯૦૩ ) મળે છે. ઉપાધ્યાય ચારચંદજી મહારાજ (અલબત્ત દ્રઢિકાને આધાર લઈને હિંદી અનુવાદ સાથે બે ભાગમાં, ૧૯૬૪ અને ૧૯૬૮)નાં ગ્રંથમાં ઉદાહણ રૂપે આપેલ દરેક શબ્દ અને રૂપને જેમ દ્રઢિકામાં છે તે જ રીતે સિદ્ધ કરવાના નિયમો આપી સમજૂતી આપવામાં આવી છે. હેમચંદ્રના પ્રાકૃત વ્યાકરણના માત્ર અપભ્રંશ વિભાગ ઉપર જે જે વિદ્વાનોએ ગ્રંથ લખ્યા છે તે આ પ્રમાણે છે: કે. કા. શાસ્ત્રી (૧૯૪૯, ૧૯૬૦), હ. ચૂ. ભાયાણું (૧૯૬૦). આ બન્ને ગ્રંથ ગુજરાતી અનુવાદ સાથે પ્રકટ થયા છે. શાલિગ્રામ ઉપાધ્યાયને ગ્રંથ માત્ર હિંદી અનુવાદ સાથે (૧૯૬૫) પ્રકટ થયો છે. શાસ્ત્રીજીએ ગુજરાતી અનુવાદની સાથે સાથે ઉદાહરણ રૂપે આવતા દોહા અને પદ્યને દરેક શબ્દનું સંસ્કૃત રૂપાન્તર અને અમુક જગ્યાએ સમજૂતી પણ આપી છે. ભાયાણીસાહેબે પ્રારંભમાં અપભ્રંશ ભાષા અને સાહિત્યના સ્વરૂપ વિશે અને હેમચંદ્રીય અપભ્રંશ ભાષાની વિશિષ્ટતાઓ વિશે માહિતી આપી છે. તેઓએ અંતમાં મહત્ત્વપૂર્ણ ટિપ્પણે આપ્યાં છે જેમાં ભાષાશાસ્ત્રીય દષ્ટિએ શબ્દ અને રૂપોની વ્યુત્પત્તિની ચર્ચા કરી છે. વૈદિક અને અર્વાચીન ભાષાએનાં રૂપો સાથે સરખામણી કરી છે અને પદ્યમાં વપરાયેલ છે દેશની સમજૂતી પણ આપી છે, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.012016
Book TitleAspect of Jainology Part 2 Pandita Bechardas Doshi
Original Sutra AuthorN/A
AuthorM A Dhaky, Sagarmal Jain
PublisherParshwanath Vidyapith
Publication Year1987
Total Pages558
LanguageEnglish, Hindi, Gujarati
ClassificationSmruti_Granth & Articles
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy