SearchBrowseAboutContactDonate
Page Preview
Page 44
Loading...
Download File
Download File
Page Text
________________ જિનાગમકથાસંગ્રહ કાનજીભાઈ પટેલ જિનાગમકથાસંગ્રહ” એક સંકલન છે અને સંકલન (compilation) પરથી સંકલનક્તની લેખક તરીકેની વિદ્વત્તાને ખ્યાલ ન આવી શકે. પણ તેમની ફિલસૂફી–જીવનદૃષ્ટિ અને કાર્ય પદ્ધતિ જરૂર ખ્યાલ આવી શકે. પ્રકૃતિથી એકદમ સરળ, ઉદાર અને ચિંતનશીલ, આકૃતિએ સૌમ્ય એવા પૂ. પંડિત બેચરદાસજીની સામાજિક અને ધાર્મિક ઋઢિઓના બંધનમાં જકડાઈ ન રહેવું, હાથ પર લીધેલા કામમાં મક્કમતાથી આગળ વધવું, લીધેલું કામ પૂરી શ્રદ્ધા અને શક્તિથી પાર પાડીને જપવું, મૂળભૂત સિદ્ધાન્તો અને નીતિ-નિયમોની બાબતમાં બાંધછોડ ન કરવી–એ ફિલસૂફી રહી છે. “જિનાગમકથાસંગ્રહ”ની કથાઓની પસંદગીમાં આ ફિલસૂફીએ ભાગ ભજવ્યો હોય તેમ તે કથાઓનું વસ્તુ જોતાં લાગે છે. મૂળકથાઓ અને સૂક્તિઓ ઉપરાંત આ સંગ્રહમાં પ્રસ્તાવના, અનુક્રમણિકા, પ્રાકૃત ભાષાને પરિચય, પ્રાકૃતનું વ્યાકરણ, ટિપણે અને શબ્દકેશ આપવામાં આવ્યાં છે. આ સંપાદનમાં એમનું કર્યું દષ્ટિબિંદુ રહ્યું છે એ પણ ટૂંકી પ્રસ્તાવનામાં પંડિતજીએ સ્પષ્ટ કર્યું છે. પ્રાકૃત ભાષાના અભ્યાસને વવા તેમણે મનોર' અને બોધપ્રદ કથાઓની પસંદગી કરી છે અને એથી પ્રાચીન આગમપાઠોને માત્ર શબ્દશઃ સંગ્રહ ન કરતાં તે પાઠને વિદ્યાથીઓની દૃષ્ટિએ પરિષ્કૃત કર્યા છે. પ્રાકૃત કથાઓ વાંચતાં પહેલા વ્યાકરણને કંઈક પરિચય થાય એ ઉદ્દેશથી પ્રારંભમાં પ્રાતભાષાને પરિચય અને ત્યારબાદ પ્રાકૃત ભાષાનું વ્યાકરણ આપ્યાં છે, જે એમની વ્યાકરણ તરફની વિશેષ અભિરુચિ છતી કરે છે. પ્રાકૃત ભાષાના પરિચયમાં પ્રથમ પ્રાકૃત ભાષાના સ્વરૂપનો પરિચય આપ્યો છે. જે લેકે પ્રાકૃતને સંસ્કૃતમાંથી ઊતરી આવેલી કે સંસ્કૃતિને પ્રાકૃતમાંથી ઊતરી આવેલી માને છે તેમનો ભ્રમ ભાંગવા કેટલીક દલીલો રજૂ કરી છે. જૈન આર્ષ પ્રાકૃત અને બૌદ્ધ પ્રાકૃત યા પાલિને પારસ્પરિક સંબંધ સ્પષ્ટ કર્યો છે. ૪િ શબ્દની વ્યુત્પત્તિની બાબતમાં તો પંડિતજીએ એક નો જ વિચાર મૂક્યો છે. આચાર્ય બુદ્ધષે મૂળ ત્રિપિટક ચા બુદ્ધવચનના અર્થમાં “પાલિ” શબ્દનો પ્રયોગ કર્યો છે. તેને આધારે આધુનિક વિદ્વાનોએ ‘પઢિની નિયુક્તિની બાબતમાં વિભિન્ન મત દર્શાવ્યા છે. ભિક્ષ જગદીશ કાશ્યપને મત gr૪ એ ઉત્તિનું સંક્ષિપ્ત રૂપ છે (રિવારપઢિયાર પત્તિયા-પત્તિ). ભિક્ષુ સિદ્ધાર્થને મત ઘાત્તિ યા વાઢિ શબ્દનો મૂળ આધાર સંસ્કૃત શબ્દ પટ” છે. પં. વિધુશેખરે જણાવ્યું છે કે પા૪િ શબ્દનો અર્થ પંક્તિ છે કે જે સંસ્કૃત પઢિ શબ્દને પર્યાયવાચી છે. જર્મન વિદ્વાન ડૉ. મેકસ વેલેસરે પઢિ યા પાઢિ (પાટલિપુત્રની ભાષા)નું સંક્ષિપ્તરૂપ પાલિ બનાવ્યું છે. કેટલાક વિદ્વાનેએ પરિસ્ટ (ગામ) શબ્દને આધારે પાલિ શબ્દની વ્યુત્પત્તિ બતાવી છે. પંડિતજીએ પાલિ શબ્દ અંગેના આ વિવાદનો સ્વીકાર કર્યો છે અને વય શબ્દ ઉપરથી તદ્ધિતાન્ત પથરી શબ્દ અને તે ઉપરથી “પાલી” શબ્દ ઊતરી આવ્યાની કલ્પના કરી છે. તેમને આ વિચાર નવીન અને સંશોધદષ્ટિની સૂઝને ઘાતક છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.012016
Book TitleAspect of Jainology Part 2 Pandita Bechardas Doshi
Original Sutra AuthorN/A
AuthorM A Dhaky, Sagarmal Jain
PublisherParshwanath Vidyapith
Publication Year1987
Total Pages558
LanguageEnglish, Hindi, Gujarati
ClassificationSmruti_Granth & Articles
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy